________________
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
પછી આગળની વાત દેખ લેંગે.
એવી ટીકા કરવા જેવી નથી એક ભાઈ મને કહે, ‘મારી છોડીઓ તો બહુ ડાહી.' મેં કહ્યું, ‘હા, સરસ.' પછી એ ભાઈ બીજી છોડીઓની ટીકા કરવા માંડ્યા. ત્યારે મેં તેમને કહ્યું, ‘ટીકા શું કરવા કરો છો લોકોની ? તમે લોકોની ટીકા કરશો તો તમારી હઉ લોકો ટીકા કરશે.’ ત્યારે એ કહે છે, “મારામાં ટીકા કરવા જેવું છે શું ?” ત્યારે મેં કહ્યું, ‘દેખાડું, ચૂપ રહેજો.” પછી છોડીઓની ચોપડીઓ લાવીને દેખાડ્યું બધું. જુઓ આ, કહ્યું. ત્યારે એ કહે, “હેં !!! મેં કહ્યું, “ચૂપ થઈ જાવ. કોઈની ટીકા કરશો નહીં. હું જાણું છું તો ય હું તમારી જોડે કેમ ચૂપ રહ્યો છું ? આટલું બધું તમે રોફ મારો છો તો ય હું ચૂપ કેમ રહ્યો છું ?” હું જાણું કે ભલે, રોફ મારીને પણ સંતોષ રહે છે ને, એમને ! પણ જ્યારે ટીકા કરવા માંડી ત્યારે કહ્યું કે, “ના કરશો ટીકા.... કારણ કે છોડીઓના બાપ થઈને આપણે કો'કની છોડીઓની ટીકા કરીએ એ ભૂમ્સ છે. છોકરીઓના બાપ ના હોય, જેને છોડીઓ ના હોય, તે આવી ટીકા કરે જ નહીં બિચારો. આ છોકરીઓવાળા બહુ ટીકા કરે. ત્યારે તું છોડીઓનો બાપ થઈને ટીકા કરે છે ? તમને શરમ નથી આવતી ? એવો સંશય રાખે ક્યારે પાર આવે ?
અને આજની છોડીઓ ય બિચારી એટલી ભોળી હોય છે કે મારા બાપા કોઈ દહાડો ડાયરી નહીં વાંચે એવું માને. એની ‘સ્કૂલ'ની લખવાની ડાયરી હોય ને, એની મહીં પત્રો મૂકે. એના બાપે ય ભોળા હોય, તે છોડી પર વિશ્વાસ જ આવ્યા કરે. પણ હું તો આ બધું જાણું કે આ છોડીઓ ઉંમરલાયક થઈ છે. હું એના ‘ફાધર'એટલું જ કહું કે આને પૈણાવી દેજો વહેલી. હા, બીજું શું કહું તે !!
ચેતો, છોડીઓનાં મા-બાપ ! એક અમારો ખાસ સગો હતો, તેને ચાર છોડીઓ હતી. તે જાગ્રત બહુ. તે મને કહે, ‘આ છોડીઓ મોટી થઈ, કોલેજમાં ગઈ, તે મને વિશ્વાસ નથી રહેતો.' ત્યારે મેં કહ્યું, ‘જોડે જજો. કોલેજમાં જોડે જઈએ
અને એ કોલેજમાંથી નીકળે ત્યારે પાછળ આવજે. એ તો એક દહાડો જઈશ, પણ બીજી વખત શું કરીશ ? વહુને મોકલજે.' અલ્યા, વિશ્વાસ ક્યાં રાખવો ને ક્યાં રાખવો નહીં એટલું ય નથી સમજતો ?! અહીંથી આપણે કહી દેવાનું, ‘બેન જો, આપણે સારાં માણસ, આપણે ખાનદાન, કુળવાન છીએ.’ આમ એને આપણે ચેતવી દેવાનું. પછી જે બન્યું એ ‘કરેક્ટ.’ શંકા નહીં કરવાની. કેટલા શંકા કરતા હશે ? જે જાગ્રત હોય, તે શંકા કર્યા કરે. ડોબાને તો શંકા જ નહીં કરવાની ને !
માટે ગમે તેવી શંકા તો ઉત્પન્ન થતાં પહેલાં જ તેને ઉખાડીને ફેંકી દેવી. આ તો આ છોડીઓ બહાર ફરવા જાય, રમવા જાય, એની શંકા કરે અને શંકા ઉત્પન્ન થઈ કે ત્યાં સુખ આપણને બહુ વર્તે ખરું ?
પ્રશ્નકર્તા : ના, પણ પછી શંકા કરવાનો અર્થ નથી.
દાદાશ્રી : હા, બસ, એટલે ગમે તેવું કારણ હોય તો ય પણ શંકા ઉત્પન્ન થવા દેવી નહીં. સાવધાની રાખવી, પણ શંકા ના કરવી. શંકા કરે કે “મરણ’ આવ્યું જાણો.
પ્રશ્નકર્તા : પણ શંકા તો એની પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે ને ?
દાદાશ્રી : હા, પણ એ ભયંકર અજ્ઞાનતા છે. એનાથી બહુ દુઃખ પડે. છોકરીઓ બહાર ગઈ હોય તો કોઈ કહેશે કે એને એનો ‘ફ્રેન્ડ' મળ્યો છે. એટલે પાછી છોકરીઓ ઉપર શંકા પડી, તે શો સ્વાદ થાય ?
પ્રશ્નકર્તા : બસ, પછી અશાંતિ રહ્યા કરે.
દાદાશ્રી : અશાંતિ કરે તેથી બહાર ઠેકાણે પડી જવાનું છે ? ‘ફ્રેન્ડ’ જોડે ફરે છે, તેમાં કંઈ ફેરફાર થઈ જવાનો છે ? ફેરફાર કંઈ થાય નહીં અને એ શંકાથી જ મરી જાય ! એટલે આ શંકા ઉત્પન્ન થાય કે તરત જ ‘દાદાએ ના પાડી છે” એટલું યાદ કરીને બંધ કરી દેવી. બાકી, સાવધાની બધી રાખવી.
લોકોને પોતાની છોડીઓ તો હોય ને ? ત્યારે એ ‘કોલેજ'માં ના