________________
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા : તો પછી દરેક પુસ્તકમાં લખેલું બધું માની લેવાય ?
દાદાશ્રી : માની લેવાનું નહીં. શંકા એક મિનિટ જ રાખી અને ફરી જવાનું. એનાથી આગળ ગયા તો શંકા એવડું મોટું ‘પોઈઝન’ છે કે એક મિનિટથી વધારે લેવામાં આવે તો આપઘાત થાય.
પ્રશ્નકર્તા : પણ ખોટું જ લખ્યું હોય તો શું થાય ?
દાદાશ્રી : ખોટું હોતું જ નથી. પણ જે શંકા આવે છે, તે એક મિનિટ શંકા કરી અને પછી શંકા બંધ કરી દેવાની.
ભક્તો માટે તો.... પ્રશ્નકર્તા અત્યારે હિન્દુસ્તાનમાં બધા જ ધર્માત્માઓ, ધર્મગુરુઓ કહે છે કે “હું જ ભગવાન સ્વરૂપ છું.’ તે માની લેવાનું ? શંકા નહીં કરવાની ?
દાદાશ્રી : હા, બધા લખે તેમાં શું ? આપણને શંકા રાખવાની જરૂર નથી. આપણને સમજણ ન પડી જાય કે ખોટું છે આ. શંકા રાખવાની ક્યાં વાત છે ? શંકા વસ્તુ જુદી છે. શંકા તમે જે કહેવા માગો છો તે શંકાની જરૂર જ નથી. ‘અમે ભગવાન છીએ', એમાં તો શંકાની જરૂર જ નથી. અત્યારે એ ભગવાન થઈ, અને પછી ‘એ ભગવાન ને પોતે ભક્ત'ની પેઠ લોકોનું ગાડું ચાલ્યા કરતું હોય. એમાં શંકા પડી જવાનો સંભવ થાય. કારણ કે એમાં કરારભંગ થાય અગર તો કંઈક નવી જાતનું દેખાય ત્યારે શંકા પડવાનો સંભવ થાય. બાકી, આમ શંકા પડવાનું કોઈ કારણ જ નથી ને !
૬૪
આપ્તવાણી-૯ ઊંચું છે. માટે તમે ત્યાં જાવ.” એ સંપૂર્ણ કહે તો જ ત્યાં બેસે, નહીં તો. આ લોકો ઊભાં રહે બિચારાં ! એને શંકા પડ્યા કરે કે “આ હશે કે તે હશે ? એ હશે કે તે હશે ?”
પ્રશ્નકર્તા : તો પછી ત્યાં અથડાઈ ના પડે ? કોઈ પણ તપાસનું મૂળ તો શંકા હોય છે ને ?!
દાદાશ્રી : તપાસ કરીએ, ને વિચારીને ખસી જવાનું આપણે ! તપાસવું, વિચારવાનું ને ખસી જવાનું. શંકાને વચ્ચે લાવવાનું કંઈ કારણ નથી. શંકા તો ક્યારે પડે ? કે બેનું ‘એગ્રીમેન્ટ’ થયેલું હોય ત્યાર પછી વચ્ચે કંઈક ભાંજગડ થાય ત્યારે શંકા ઉત્પન્ન થાય. શંકા એમ ને એમ તો હોય જ નહીં.
એટલે શંકા ક્યાં હોય ? કે બેનું કંઈ અનુસંધાન હોય, એ બેમાં પોતાના ‘ડીસાઈડેડ’ પ્રમાણે કંઈ એમાં જો આઘુંપાછું થાય ત્યારે શંકા પડે કે આ શું છે તે ! તે ય મિનિટથી વધારે શંકા રખાય નહીં. પછી તો એણે નક્કી કરી નાખવું જોઈએ કે મારું ‘વ્યવસ્થિત' આવું છે. પણ શંકા તો કરાય જ નહીં પછી. શંકા એટલે આપઘાત !
રાખવી, વહેમતી દવા ! પ્રશ્નકર્તા : માણસને મનમાં વહેમ આવે છે, એ શું કહેવાય ?
દાદાશ્રી : ક્યાંથી આવે ? કોઈ જગ્યાએથી ‘એકસ્પોર્ટ થયેલી હોવી જોઈએ ને ? તો જ આપણે ત્યાં “ઈમ્પોર્ટ થાય ને !
એક માણસે દહાડે કંઈ ભૂતની વાત સાંભળી હોય કે ફલાણા ભાઈને ત્યાં ભૂત વળગ્યું છે. બાઈસાહેબ ગયા હોય પિયર, તે ભાઈ એકલા રૂમમાં સૂઈ ગયા. સૂઈ ગયા પછી રસોડામાં ઉંદરે કંઈ પ્યાલો ખખડાવ્યો હશે ! રાતે બાર વાગે પ્યાલો ખખડ્યો અને પેલા ભાઈએ અવાજ સાંભળ્યો અને દહાડે પેલી ભૂતની વાત સાંભળેલી, તે ‘એવિડન્સ' ભેગો થયો, એટલે મનમાં થઈ ગયું કે “કંઈક છે, આવડો મોટો પ્યાલો કોણે પાડ્યો ?” એટલે જ્યાં સુધી આનો ફોડ પડે નહીં, ત્યાં સુધી આમનો વહેમ જાય નહીં. આ જે જ્ઞાન લાધ્યું છે, તે આના વિરોધી બીજું જ્ઞાન
પ્રશ્નકર્તા : દરેક ભગવાનના ભક્તો તો એમ જ કહે કે અમારા ભગવાન સંપૂર્ણ ભગવાન છે.
દાદાશ્રી : એવું જ કહેવું જોઈએ. એવું ના કહે તો હું એમને કહું છું જ કે, “ભાઈ, તમારે સંપૂર્ણ માનજો. અહીંના કરતાં એ ઊંચું છે.' ત્યારે એ કહે, “અહીંના બરોબર છે ?” મેં કહ્યું, ‘અહીંના કરતાં ઊંચું છે એ.” એક સંતનું ય મેં એમના ભક્તોને કહેલું કે, “ભઈ, અહીંના કરતાં ત્યાં