________________
આપ્તવાણી-૯
એટલે બુદ્ધિ જ હેરાન કરે છે. એ જ ઉગ લાવે છે, વેગમાંથી ઉગમાં લાવે છે. અમારામાં તો બુદ્ધિ બિલકુલે ય જતી રહીને, ત્યારે મને ઠંડક વળી. તેથી મેં પુસ્તકમાં લખ્યું છે કે, હું અબુધ છું. આ તો સરસ વિશેષણ કહેવાય ને ! મેં જોયું કે કોઈ આ વિશેષણ લેવા તૈયાર પણ નથી. આપણે કહીએ, ‘તમને અબુધનું વિશેષણ આપીએ.” તો કહેશે, ‘ના સાહેબ, મને વધુ બુદ્ધિ જોઈએ.' અમને તો અબુધનું વિશેષણ મળ્યું, તે ‘ઇમોશન્લ જ ના થાય ને ! જ્યારે જુઓ ત્યારે “મોશન'માં' જ હોય.
શંકાનું મૂળ ! પ્રશ્નકર્તા : પણ વધુ બુદ્ધિ જોઈએ, કહે છે ત્યારે એ વધુ બુદ્ધિશાળી લોકોને જ વધારે શંકા હોય ને ?
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા પણ ‘ચંદુભાઈ’ ફસાયેલો રહે છે ને ?
દાદાશ્રી : એ તો ફસાયેલા હોય. તેમાં આપણે શું છે ? એ તો જેટલું ડિસ્ચાર્જ છે એ તો થયા વગર છૂટકો જ નથી. એમાં ચાલે જ નહીં ને ! આપણી જાત ઉપર ના આવવું જોઈએ કે હું ફસાયો. કારણ કે શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા જ છે. એને કશું અડે નહીં, એનું નામ શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા: પણ એમ દેખાય કે ‘હું શુદ્ધાત્મા છું” છતાં ય ‘ચંદુભાઈ” આવા ને આવા રહ્યા.
દાદાશ્રી : જે રહ્યા છે તે જ કર્મનો નિકાલ થાય છે. લોકોને દાન આપતા હોય તો તમે કહો કે “ચંદુભાઈ બહુ સારા છે', એ ય છે તે “એ” છે. અને આવું ઉગ કરે છે તે ય “એ” છે. બેઉ એક જ છે, એક જ સ્વભાવી છે. કડવા ઉપર તિરસ્કાર છે અને મીઠા ઉપર જરા રાગ છે, એ મનુષ્યનો સ્વભાવ છે. ભગવાને બેઉને એક જ સ્વભાવી કહ્યું. શ્રીમદ રાજચંદ્ર કહ્યું કે,
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. એક જ સ્વભાવનું પુદ્ગલ છે. કસાઈ ને દાનેશ્વરી બેઉ છે તે પુદ્ગલ છે. કસાઈ ઉપર જેને ચીઢ ચઢતી નથી અને દાનેશ્વરી પર રાગ થતો નથી, એ વીતરાગ !
પ્રશ્નકર્તા : તમે બહારના એકેય ‘સ્ટેશન’ પર રહેવાની જગ્યા નથી રહેવા દેવાના.
દાદાશ્રી : પણ બહારના “સ્ટેશન પર રહેશો તો માર ખાશો. આટલાં વખત તો માર ખાધો, વળી પાછો માર ખાવો છે ? એટલે માર ના ખાવાની જગ્યા અમે બતાડીએ છીએ, જ્યાં ક્યારેય માર ના ખાવો પડે. અત્યાર સુધી માર જ ખાધા છે ને ! તમે “જ્ઞાન” લેતાં પહેલાં માર નહીં ખાધેલા ? થોડા ઘણા ખાધેલા ? બાકી, બધાને માર ખા ખા કરીને દમ નીકળી ગયેલો.
દાદાશ્રી : હા. એ તો એવું છે ને, અત્યારે તો વિપરીત બુદ્ધિની અસર છે. તે વિપરીત બુદ્ધિ શંકાઓ બધી બહુ પાડ્યા કરે. ભયંકર અજ્ઞાનતા, એનું નામ શંકા. એને ચોગરદમના પાસા મળ્યા નહીં, એનાથી ‘સોલ્વ' ના થયું, એટલે એ શંકામાં પડ્યો. ‘સોલ્વ” થાય તો એ શંકામાં ના પડે. બુદ્ધિ લઢાવી જુએ ને બુદ્ધિને આગળ જવાનો રસ્તો ના જડે કે શંકા ઊભી કરે. આ ‘વ્યવસ્થિત’ સમજાઈ જાય તો કશી જ શંકા ઉત્પન્ન ના થાય.
પ્રશ્નકર્તા : તો શંકાનું મૂળ શું ? શંકા કેમ આવતી હશે ?
દાદાશ્રી : શંકા એ બુદ્ધિનો ડખો છે, વધુ પડતી બુદ્ધિનો ડખો છે એ. એટલે શંકા ઉત્પન્ન કરનારી બુદ્ધિ, બધું ઊંધું દેખાડે. એ શંકા ઊભી કરે, અનર્થકારક ! જગતમાં બધા અનર્થનું મોટામાં મોટું મૂળ હોય તો શંકા, એ પછી વહેમ એની અંદર આવી જાય. પહેલો વહેમ પડે. બુદ્ધિ અને વહેમ પાડે. એટલે શંકા એ બધું બુદ્ધિનું જ પ્રદર્શન છે. એથી આપણે ત્યાં તો હું એક જ કહું છું કે શંકા કોઈ જાતની રાખશો જ નહીં. ને શંકા રાખવા જેવું જગતમાં ખાસ કારણ છે ય નહીં. એટલે શંકાનું મૂળ બુદ્ધિ છે.
પ્રશ્નકર્તા : પણ આ બુદ્ધિ તો સારું દેખાડે ને ખરાબે ય દેખાડે. દાદાશ્રી : ના. જેને જરૂરિયાત જેટલી જ બુદ્ધિ છે, પોતાની