________________
આપ્તવાણી-૯
૩૧ નોકર્મથી ભિન્ન એવાં ‘તમારા’ ‘શુદ્ધાત્મા'ને કહી દઉં કે ‘ચંદુભાઈની ઉપર કૃપા ઉતારો. તે બધાં ‘કનેકશન’ હું મેળવી આપું. પછી વીતરાગતાથી રહું. એ રિસાયેલો ને હું આ સીધો, વ્યવહાર અમારે ચાલ્યા કરે ! થોડો વખત એ મૂંઝાયા કરે, પછી નીકળી જાય બધું.
પ્રશ્નકર્તા: તો દાદા, એવું ખરું ને, કે રિસાળ માણસ હોય તેને સામેથી જો પ્રોત્સાહન ના મળે તો એની રીત એને આપોઆપ છોડવી પડે ?
આપ્તવાણી-૯ એવાં માણસ હોય એને અમે બોલાવીએ. એ વ્યવહાર સાચવવો પડે, એ વ્યવહાર સાચવીએ અમે. અને પેલા તીર્થકર ભગવાન છે તે એવું ના સાચવે. એમને ખટપટ નહીં ને ! અને આ તો ખટપટ અમારી !!
પ્રશ્નકર્તા : એ ખટપટનો વિભાગ આપનો રહ્યો છે, માટે તો અમે બધાં આમ આપની પાસે આવી શકીએ છીએ.
દાદાશ્રી : હા, તે જ. એને લઈને તો હું અટક્યો છું એ આ લોકોનું મારાં જેવું કેમ કલ્યાણ થાય, એટલું જ, એને માટે ખટપટ ! ખટપટે ય એને માટે ને ! આ બધો વેપાર જ એનો ને ! અને લોકોનું પણ કલ્યાણ થઈ જાયને ! લોકોને વીતરાગતા જોવાની મળે અહીં આગળ.
પ્રશ્નકર્તા: હવે પેલી વ્યવહારની બાબતની આડાઈ જે છે ને, કે આ દૂધ ઓછું આપ્યું એમાં રિસાયા. તો મોક્ષમાર્ગમાં આડાઈ કેવી હોય
દાદાશ્રી : એવાને અમે પ્રોત્સાહન આપીએ નહીં. કોઈ દહાડો ના આપીએ, જરા ય ના આપીએ. પ્રોત્સાહનથી એવો માણસ અવળો થાય છે.
આ છોકરા જોડે ય વીતરાગતાથી રહેવાથી તે બહુ સારાં થાય છે. એ છોકરાંને ય પ્રોત્સાહન આપીએ તો છોકરાં અવળાં ચાલે. વીતરાગતા જોઈએ ! છોકરાં આવે એટલે હાથ ફેરવવો, ના આવે તો કંઈ નહીં, એવું ! આવે તો હાથ ફેરવવો ને ‘હીટ હીટ' કરે તો કંઈ નહીં. પછી ફરી આવે તો એના ઉપર હાથ ફેરવવો. એ કશું કરે એ આપણે ધ્યાનમાં લેવાનું નહીં, આપણે વીતરાગ રહેવું. એ કશું કરે, તેને આપણે ગણવાનું નહીં, નોંધ કરવાની નહીં.
પ્રશ્નકર્તા : એ બહુ મોટી વસ્તુ છે ને !
દાદાશ્રી : નોંધ નહીં ! નોંધ તો ક્લેશ કરાવડાવે. નોંધ જરા ય નહીં. કોઈનાં સારું નોંધ નહીં કરવાની. આ બધાને અમે વઢીએ, પણ નોંધ નહીં. એક કલાકે ય નોંધ નહિ. નોંધ રાખીએ તો અમારું મગજ બગડી જાય. અમે તો નોંધપોથી જ કાઢી નાખેલી.
દાદાશ્રી : આ નરી મોક્ષમાર્ગની જ આડાઈ, તેથી સંસાર ઊભો રહ્યો છે, મોક્ષ અટક્યો છે ! નહીં તો મોક્ષ તો તારી પાસે જ છે ને ! એ આડાઈ એની દીવાલો છે બધી. હજી આડાઈ છે, નરી આડાઈનું પોટલું ! એનું ધાર્યું જ કરે !!
એનું નામ શું ! પ્રશ્નકર્તા : સામાની પાસે પોતાનું ધાર્યું કરાવવું એ આડાઈમાં ગણાય ?
દાદાશ્રી : બીજું શું ત્યારે ? આડાઈ નહીં ત્યારે બીજું શું ? અને એ રિસાઈ કરીને છેવટે ત્રાગું કરીને ય પણ ધાર્યું કરાવે. ત્રાગું તમે જોયેલું નહીં ? તમને તાવ ચઢી જાય, ત્રાગું જુઓ તો ! સામો માણસ ત્રાગું કરે તો તમને તાવ ના ચઢેલો હોય તો ય તાવ ત્રણ ડિગ્રીએ ચઢી જાય.
પ્રશ્નકર્તા : ત્રાગું એટલે શું ? દાદાશ્રી : ત્રાગું એટલે પોતે એવું કરવું કે સામો ભડકીને પછી
વીતરાગ', છતાં ય “ખટપટ' !
પ્રશ્નકર્તા : તે દાદા, એ આંખની અંદર નિષ્કારણ કરુણા હોય ?
દાદાશ્રી : હા, એ જ. બીજું શું ? આ તો નિષ્કારણ કરુણા ! એના આત્મા ઉપર જ અમારી દ્રષ્ટિ હોય, એના પુદ્ગલ ઉપર દ્રષ્ટિ ના હોય. છતાં ય વ્યવહાર અમે સાચવીએ પાછાં કે આ સત્સંગને હિતકારી માણસ છે, એટલે “આવો પધારો” એમ કહ્યા કરીએ. બીજા લોકોનું હિત કરે