________________
આપ્તવાણી-૯ એમાં કોઈ આડાઈ કરે, એટલે એ નબળો માણસ શું કહે ? “જવા દો ને, એને ' એટલે આ પ્રજા તો સુંવાળી પ્રજાને, તે આડાઈને ઉત્તેજન આપે છે. મારી પાસે આવે તો ખબર પડી જાય.
પ્રશ્નકર્તા હવે આ આડાઈ એ પૂર્વભવનો માલ ભરી લાવેલો, એવું ખરું ?
આપ્તવાણી-૯ આપી શકે? પણ એ રાજીપો મેળવવો સહેલો નથી. એને માટે તો સરળ થવું પડે. ‘જ્ઞાની પુરુષ' તો સરળ હોય, નાનું દોઢ વર્ષનું બાળક હોય ને, તેનાં કરતાં ય વધારે સરળ હોય. હવે સરળ આગળ આપણે અસરળ રહીએ તો પછી એ રાજીપો કેમ મળે ? ‘લેવલ’ જોઈએ આમાં ! તમને સમજાયું ને, આ બધું ?!
નાટકીય અહંકાર !
દાદાશ્રી : તે બધું પૂર્વભવનું જ છે ને ! આ બધું આ ભવનું કશું નથી.
પ્રશ્નકર્તા : તો પછી આ ઉત્તેજન મળે પછી મજબૂત થાય ?
દાદાશ્રી : હા, મજબૂત થાય ને, પછી. પણ નિઃસ્પૃહ આગળ કોઈ પહોંચી ના વળે.
સરળતાથી રજીપો પ્રાપ્ત ! ‘જ્ઞાની'ની નિઃસ્પૃહતા આગળ કોઈ પહોંચી ના વળે. જેને “મારું પોતાનું-પરાયું’ રહ્યું નથી, એ ચાહે સો કરે. એમનો રાજીપો લઈ લીધો હોય તો બ્રહ્માંડ ખુશ થઈ જાય. પણ એમનો રાજીપો જલદી થાય એવો નથી. કારણ કે ‘જ્ઞાની પુરુષ' અત્યંત સરળ છે, એટલે એમનો રાજીપો મેળવવો મુશ્કેલ છે. એમનાં એક કલાકનો રાજીપો તો આપણું કામ કાઢી નાખે. હું કહું છું ને બધાને, મેં બધાને ‘ગેરેંટી’ આપી છે, કે એક કલાકમાં મારા જેવું પદ આપી શકું, જેને જોઈતું હોય તેને પણ એવી સરળતા લાવવી મુશ્કેલ છે ને !
‘જ્ઞાની પુરુષ' અત્યંત સરળ છે એટલે રાજીપો ના થાય. જો ‘જ્ઞાની પુરુષ' અસરળ હોત ને, તો રાજીપો થાય. જ્યારે આ તો અત્યંત સરળ કહેવાય. હવે સરળને કેવી રીતે ખુશ કરવા ? પોતે સરળ થાય તો એ ખુશ થાય. હા, એ ‘લેવલ'માં કંઈક નીચે ઊતરે તો ખુશ થાય. નહીં તો કેવી રીતે ખુશ થાય તે ?! બાકી, ‘જ્ઞાની પુરુષ'નો એક કલાકનો રાજીપો આખા બ્રહ્માંડનો માલિક બનાવી દે, એટલો બધો રાજીપો હોય. જ્ઞાની પુરુષ', કે જેને આ ‘વર્લ્ડમાં કોઈ ચીજ જોઈતી નથી એ શું ના
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં છે કે “વહેતા અહંકારનો વાંધો નથી, પણ અહંકારને સહેજ પકડ્યો, એનું નામ આડાઈ.” હવે એ વહેતો અહંકાર છે એ કયો અહંકાર ?
દાદાશ્રી : આ સ્ત્રીઓનો અહંકાર જોશો તો એ બધો વહેતો અહંકાર. ‘આ હમણે હું કઢી કરું છું, હેમણે આમ શાક કરી નાખું, તેમ કરી નાખું” એ બધું બોલે તે બધો અહંકાર, પણ તે વહેતો ! અને પુરુષો તો અહંકારને પકડે. ‘મેં આમ કહ્યું હતું ને તે આમ કર્યું ?” એ આડાઈ.
પ્રશ્નકર્તા : એટલે વહેતો અહંકાર એ નાટકીય અહંકાર કહેવાય ?
દાદાશ્રી : એ નાટકીય જ અહંકાર. વહેતા અહંકારનો વાંધો નથી. પુરુષને વહેતો અહંકાર હોય તો ય વાંધો નથી. વહેતો અહંકાર પકડી રાખ્યો એ આડાઈ થઈ.
એ આડાઈઓ “જાણવા'થી જાય ! પ્રશ્નકર્તા : પોતાને ખબર પડી કે આડાઈ થઈ છે પોતાની, હવે એમાં પાછું ફરી જવું હોય તો કેવી રીતે ફરે ?
દાદાશ્રી : આડાઈ થઈ એ જાણ્યું, એનું નામ જ પાછો ફરે છે. આડાઈને જાણતી વખતે જ પાછો ફરી જાય. જાણતો નથી ત્યાં સુધી પાછો ના ફરે, ને જાણ્યું એટલે પાછો જ ફરે.
પ્રશ્નકર્તા એ પાછા ફરવામાં બીજાં કયા ‘એડજસ્ટમેન્ટ’ લેવાં પડે ? દાદાશ્રી : બીજું કશું નહીં. એ તો એની મેળે પાછો જ ફરી જાય.