________________
अनेकान्तवादप्रवेशः
વળી સદસતુ બંને આકાર ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં જણાતા હોય એવો કદી અનુભવ પણ થતો નથી. એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં તો સદસદાકારનો પ્રતિભાસ ન જ મનાય...
न च कार्यद्वारेणापि सदसद्रूपं वस्तु प्रतिपत्तुं शक्यते, यतः-नोभयरूपं कार्यमुपलभ्यते; न च तत्कार्यकरणे प्रवर्तमानं केनचिदाकारेण करोति, केनचिन्न करोति, एकस्य करणाकरणविरोधात्; सर्वात्मना च करणे तद्भावरूपमेव स्यात्; तथाहि-नाभावः कस्यचिदपि कारणं भवितुमर्हति, अभावत्वविरोधात्, तत्कारणत्वे च विश्वमदरिद्रं स्यात्; तत एव कटककुण्डलाद्युत्पत्तेः; न च तस्मानिरुपाख्यतयाऽविशिष्टात् कस्यचिदेव भावः, न सर्वस्य' इति वक्तुं युज्यते, हेत्वभावात् । अतः श्रद्धागम्यमेवेदं सदसद्रूपं वस्तु, રૂતિ | તથા વોરમ્ –
न च प्रत्यक्षसंवेद्यं, कार्यतोऽपि न गम्यते ।
श्रद्धागम्यं यदि परं वस्त्वेकमुभयात्मकम् ।।१।। કૃતિ પ્રથમપૂર્વપક્ષ: તા .
–- પ્રવેશરશ્મિ – ભાવાર્થ સદસરૂપ વસ્તુ કાર્ય દ્વારા પણ જાણવી શક્ય નથી, કારણ કે ઉભયરૂપ કાર્ય ક્યાંય દેખાતું નથી. અને એ કારણરૂપ વસ્તુ કાર્ય કરવા પ્રવર્તે, તો તે કોઈ આકારે કરે અને કોઈ આકારે ન કરે એવું ન બને, કારણ કે એક ઠેકાણે કરણ-અકરણ હોવામાં વિરોધ છે. હવે જો એ (કારણ) પૂર્ણપણે કાર્ય કરવામાં પ્રવર્તે, તો તો એ ભાવરૂપ જ થાય. તે આ પ્રમાણે- અભાવ કોઈનું પણ કારણ ન બની શકે, કારણ કે તેમાં તેના અભાવપણાનો વિરોધ છે. જો અભાવને કારણે માનો, તો વિશ્વ અદરિદ્ર થઈ જાય, કારણ કે અભાવથી જ કડા, કુંડલ વગેરેની ઉત્પત્તિ થઈ જશે ! અને વળી તુચ્છરૂપે બધા અભાવો સરખા હોવાથી “અભાવથી અમુકનો જ ભાવ; બધાનો નહીં એવું કહેવું યોગ્ય ઠરે નહીં, કારણ કે એ વાતને સિદ્ધ કરનાર કોઈ હેતું નથી. કહ્યું છે કેઃ પ્રત્યક્ષથી જણાતી નથી અને કાર્યથી પણ જણાતી નથી, છતાં જો એક વસ્તુ ઉભયાત્મક છે તો તે માત્ર શ્રદ્ધાગમ્ય જ છે.”
વિવેચન : કાર્ય હંમેશા, કારણને સજાતીય જ હોય. એટલે, સદસરૂપ કારણના અનુમાન માટે કાર્ય પણ સદસરૂપ હોવું જોઈએ. પણ સદસરૂપ કાર્ય તો ઉપલબ્ધ થતું નથી. (કારણ કે પૂર્વે પ્રત્યક્ષની યુક્તિમાં તેનું ખંડન થઈ ગયું છે.) એટલે સદસરૂપ કારણનું અનુમાન પણ શક્ય નથી.
વળી, કારણરૂપ વસ્તુ જ્યારે કાર્ય કરવા પ્રવર્તે, ત્યારે તે કોઈ આકારે કાર્ય કરે અને કોઈ આકારે કાર્ય ન કરે એવું ન બને. ઉદાહરણ : મૃદ્રવ્ય; સદસરૂપ માનીએ તો તે મૃત્વરૂપે સત્ છે, જલવારિરૂપે અસત્ છે. હવે તે ઘટનું કારણ બને છે તેમાં મૃત્વેન જ તે ઘટનું કારણ બને છે, જલાભાવત્વેન નહીં, એવું તો તમે કહી નહીં શકો, કારણ કે એક જ વસ્તુ અમુકરૂપે કરે અને અમુકરૂપે ન કરે, તેવું બની શકે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org