Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 234
________________ गुर्जरविवेचनसमन्वितः २०३ इति । छाया आतपानुविद्धा न भवति, इति विरोधकल्पनायामपि कः प्रसङ्गः सदसदादिषु ? नहि अणुरचेतनः' इति ज्ञानेऽपि तद्वत्तद्विरोधाभिधानं युक्तम्, तत्स्वभावમેવોપત્તિ: | - પ્રવેશરશ્મિ - ભાવાર્થઃ વળી, એકકાળે છાયા-તપ, શીત-ઉષ્ણ અને સુખ-દુઃખની જેમ એકવસ્તુનું બીજી વસ્તુરૂપે ન થવાનો જે વિરોધ બીજા વડે કહેવાય છે, તે નથી; કેમ કે તે અસમાન છે. તેનું કારણ એ કે, છાયા-આતપાદિની જેમ સદસદાદિ પ્રતિનિયતરૂપે એકબીજાથી અનનુવિદ્ધ નથી; કેમ કે તેઓની જેમ કેવળ તેઓનો ઉપલંભ થતો નથી અને તેમાં તેઓનો તેવો સ્વભાવ જ કારણ છે. આ વાત અનુભવથી સિદ્ધ થાય છે. વળી, છાયા આતપથી અનુવિદ્ધ ન હોય અને એટલે તેઓમાં વિરોધની કલ્પના થતી હોય, તો તેમાં સદસદાદિમાં વિરોધનો પ્રસંગ શેનો ? અણુ અચેતન હોય, તેટલા માત્રથી જ્ઞાનમાં પણ તેની જેમ ચેતનતાનો વિરોધ કહેવો યોગ્ય નથી; કેમ કે તેનો સ્વભાવ જુદારૂપે ઉપપન છે. ક એકાંતવાદીપ્રદત્ત વિરોધનો પરિહાર છે વિવેચનઃ ઉપરોક્ત કથનથી, એકાંતવાદીઓ જે વિરોધ બતાવે છે, તેનો પણ પરિહાર થાય છે... (તે વાત આપણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ દ્વારા સમજીએ –). એકાંતવાદીઃ તમારા મતે ( સ્યાદ્વાદમતે) એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને એ નિયમનો વિરોધ આવવાનો. જુઓ – જેમ છાયા-તડકો, શીત-ઉષ્ણ, સુખ-દુઃખ* આ બધા વિરોધી તત્ત્વો એકબીજારૂપ ન બને, તેમ સદસદ્ - નિત્યાનિત્ય આદિ પણ એકબીજારૂપ ન બને (તે છતાં, તેઓને તમે એકબીજારૂપ માનો, તો “એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને' - એ નિયમનો વિરોધ થવાનો સ્યાદ્વાદીઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે તમે જે દષ્ટાંત આપો છો, તે અને સદસદાદિમાં દિવસ-રાતનો ફરક છે. જુઓ-છાયા-આતપ વગેરે પદાર્થો તો પ્રતિનિયત (સ્વતંત્ર) અસ્તિત્વવાળા હોવાથી, તેઓ પરસ્પર અનનુવિદ્ધ (=અસંલગ્ન) છે, જયારે સદસદાદિ તેવા નથી, તેઓ તો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્ન જ છે. તેનું કારણ એ કે, જેમ છાયા-આપ વગેરે સ્વતંત્ર દેખાય છે, તેમ સદસદાદિ સ્વતંત્ર દેખાતા નથી અને ન દેખાવાનું કારણ પણ એ જ કે, તેઓનો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્નરૂપે રહેવાનો સ્વભાવ છે (આવા સ્વભાવના કારણે તેઓ પરસ્પર અનુવિદ્ધ જ દેખાય, સ્વતંત્રરૂપે નહીં.) * આમ ઘણા ઉદાહરણો, “એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને એ વિરોધની વ્યાપ્તિ બતાવવા માટે છે, અર્થાત્ સુખ-દુઃખાદિમાં બતાવાય છે કે તેઓ એકબીજારૂપ નથી હોતા. છે એ નિયમ તો જણાવે છે કે, એક વસ્તુ બીજા રૂપ ન બને. જ્યારે તમે તો સને પણ અસરૂપ માની બેઠા. એટલે તો વિરોધ થવાનો જ. - - - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240