Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 236
________________ गुर्जरविवेचनसमन्वितः २०५ # એકાંતવાદીમતે જ મુક્તિનો અભાવ છે વિવેચનઃ અને પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “હું અને મારું - એ રૂપે થનારું વસ્તુનું દર્શન; એ જ મોહ છે... વગેરે” – અહીં તીવ્ર આસક્તિપૂર્વક “આ વસ્તુ સર્વથા સ્થિર રહેવાની છે” એવા અધ્યવસાયથી ગર્ભિત આત્મ-આત્મીયરૂપે વસ્તુનું દર્શન થાય એ જ મોહ – એવું કહો, તો તે તો ઇષ્ટ જ છે. (આવો મોહ તો અમે માનીએ છીએ જ.) પણ એકાંત નૈરામ્યવાદી બૌદ્ધમતે આવો મોહ સંગત થતો નથી; કેમ કે તેઓ મતે વસ્તુનું દર્શન જ થઈ શકતું નથી...અને કેમ નથી થતું? એ અમે પૂર્વે જ કહી દીધું. (દષ્ટા ક્ષણિક છે... વગેરે યુક્તિઓ સમજવી.) અને વસ્તુના દર્શન વિના તો; તે વિશે રાગ-દ્વેષ જ ન થાય... અને રાગ-દ્વેષ વિના તો કોની હાનિ ને કોનો મોક્ષ ? હવે આ વિશે વિસ્તારથી સર્યું. નિષ્કર્ષ એટલે હકીકતમાં એકાંતવાદીમતે જ મોક્ષની અસંગતિ છે. આ પ્રમાણે મોક્ષવાદ થયો. છે આ પ્રમાણે આ ૭૬૪ શ્લોપ્રમાણ +૧૯ અક્ષરપ્રમાણ અનેકાંતવાદપ્રવેશ નામનું પ્રકરણ સમાપ્ત થયું ! આ કૃતિ શ્વેતાંબરાચાર્ય ૧૪૪૪ ગ્રંથરચયિતા સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજની આ પ્રમાણે તપાગચ્છાચાર્ય શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજારૂપ સંવિગ્ન-ગીતાર્થપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આ.ભ. શ્રી.વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના ચરણલવ-મુ. યશરત્નવિ. દ્વારા રચાયેલું અને વિદ્વર્ય મુ.શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. દ્વારા સંશોધિત થયેલું, અનેકાંતવાદપ્રવેશ ગ્રંથ પરનું ભાવાર્થ-વિવેચનમય “પ્રવેશરશ્મિ' નામનું ગુજરાતી વિવરણ સાનંદ સંપૂર્ણ થયું. ॥ शुभं भूयात् श्रमणसङ्घस्य ॥ || તિ શમ્ II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240