________________
गुर्जरविवेचनसमन्वितः
યોગ્ય નથી. પણ હવે તે આશંકા ન રહે, કારણ કે પૂર્વોક્ત કથનથી દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ ભાવરૂપ જ ફલિત થઈ.)
-
*
એટલે તો પૂર્વોક્ત વિકલ્પગત દોષો તદવસ્થ જ રહે ! અર્થાત્ જો સ્થિતિ-*અસ્થિતિ બંનેને પરસ્પર (૧) ભિન્ન કહો, તો ઉત્તરકાલીન વસ્ત્વતરની સ્થિતિક્ષણે પણ પૂર્વકાળભાવી પદાર્થક્ષણની સ્થિતિ માનવી પડે ! (યુક્તિ પૂર્વવત્ સમજવી.) અને જો (૨) અભિન્ન કહો, તો પદાર્થાંતરસ્થિતિરૂપ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ અને પ્રથમક્ષણસ્થિતિ બંને એક થઈ જાય અને તો બેમાંથી કોઈ એક જ રહે. એટલે તો પૂર્વોક્ત દોષ આવવાનો જ.
તેથી, દ્વિતીયક્ષણ-અસ્થિતિને; ઉત્તરકાલીન પદાર્થાંતરની સ્થિતિરૂપ તો ન માની શકાય.
७५
अथ द्वितीयादिक्षणास्थितिः परिकल्पितत्वान्न परिकल्पनीया, इति । एवं तर्हि तस्याः परिकल्पितत्वादसत्त्वाद् द्वितीयादिक्षणेष्वपि स्थितिः स्यात् । अथ प्रथमक्षणस्थितिव्यतिरिक्ता द्वितीयादिक्षणास्थितिः परिकल्पिता, इति प्रथमक्षणस्थितिरेव । तर्हि द्वितीयादिक्षणास्थितिरित्यत्र चोक्तो दोषः ।
• પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : જો દ્વિતીયક્ષણ - અસ્થિતિ કલ્પિત હોવાથી તેને માનવી નહીં એવું કહો, તો તે કલ્પિત હોઈ અસદ્ જ થઈ અને તો દ્વિતીયાદિ ક્ષણે પણ સ્થિતિ થાય. હવે જો પ્રથમક્ષણસ્થિતિથી જુદી દ્વિતીયક્ષણઅસ્થિતિ કલ્પિત છે એવું કહો, તો દ્વિતીયક્ષણ-અસ્થિતિ વિશે પૂર્વોક્ત દોષ આવવાનો જ.
અસ્થિતિની કલ્પિતતાનો નિરાસ
વિવેચન : પૂર્વપક્ષ : વસ્તુની બીજી ક્ષણે થનારી અસ્થિતિ તો પરિકલ્પિત છે, એટલે તેની કલ્પના કરવાની કોઈ જરૂર નથી.
ઉત્તરપક્ષ ઃ જો તે કલ્પિત હોય, તો પરમાર્થથી તે અસત્ જ થઈ; અર્થાત્ દ્વિતીયક્ષણ-અસ્થિતિ જેવું કંઈ ન રહ્યું ! અને અસ્થિતિ ન રહેતાં, બીજી ક્ષણે પણ વસ્તુની સ્થિતિ માનવાનો પ્રસંગ આવે ! પૂર્વપક્ષ : અમે દ્વિતીયક્ષણ-અસ્થિતિને સર્વથા કલ્પિત નથી માનતા, પણ અમારા કહેવાનો ભાવ એ કે, પ્રથમક્ષણસ્થિતિથી ભિન્ન દ્વિતીયક્ષણ-અસ્થિતિ કલ્પિત છે. (અર્થાત્ દ્વિતીયક્ષણઅસ્થિતિ જુદી નથી, પણ પ્રથમક્ષણસ્થિતિરૂપ જ છે.) એટલે તમે કહેલ દોષ ન આવે. (અર્થાત્ અમે એ રૂપે અસ્થિતિનું અસ્તિત્વ માનીએ જ છીએ. એટલે તમે જે કહ્યું હતું કે, અસ્થિતિ ન રહેતાં બીજી ક્ષણે પણ વસ્તુની સ્થિતિ માનવાનો પ્રસંગ આવે, તે દોષ નહીં આવે.)
* અહીં દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિને ઉત્તરકાલીન પદાર્થાંતરની સ્થિતિરૂપ સમજવી અને તેના વિશે વિકલ્પો થઈ રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org