Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 222
________________ गुर्जरविवेचनसमन्वितः < ચાર વરસ સુધી તેવો ને તેવો જ દેખાય છે, અર્થાત્ તે બે-ચાર વરસ સુધી ગ્રાહ્યરૂપે તદવસ્થ રહે છે એ પરથી તેનું કથંચિદ્ અવસ્થાન નિર્બાધ જણાઈ આવે છે.) * १९१ * न चानुभवसिद्धे वस्तुनः सदसद्रूपादित्वे विरोधिधर्माध्यासितस्वरूपाभिधानं न्याय्यम् । अतथाभावे तदभावप्रसङ्गतो विरोधासिद्धेः, इत्युक्तं प्राक् । न च परैरपि स्वलक्षणेषु साधारणप्रमेयता भ्रान्तौ चाभ्रान्ता स्वसंविनेष्यते, तेषां स्वलक्षणादीनां प्रमेयताद्यभावापत्तेः, इति न विपश्चितस्तथा विरोधाभिधानं वैपश्चित्याविरोधि, तत्तथाऽभावे सकलव्यवहाराभावप्रसङ्गात् । अप्रमेयत्वेन स्वलक्षणेषु प्रमाणाप्रवृत्तेः । भ्रान्तौ च स्वसंविदभावપ્રસાાત્ ।। મૈં પ્રવેશરશ્મિ : ભાવાર્થ : વસ્તુનું સદસદાદિપણું અનુભવસિદ્ધ હોય, તો તે વિશે વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપનું કહેવું ન્યાયસંગત નથી; કેમ કે તેવું ન હોય તો તેના અભાવનો પ્રસંગ આવવાથી વિરોધ સિદ્ધ નથી, એવું અમે પૂર્વે જ કહ્યું અને બૌદ્ધો પણ સ્વલક્ષણમાં સાધારણ એવી પ્રમેયતા અને ભ્રાન્તિમાં અભ્રાન્ત એવી સ્વસંવિદ્ નથી માનતા - એવું નથી, નહીંતર તો તે સ્વલક્ષણની પ્રમેયતાદિનો અભાવ થઈ જાય...અને પંડિતો દ્વારા તેવા વિરોધનું કથન; પોતાના પાંડિત્યનું અવિરોધી નથી... કારણ કે જો તેવું ન માનો, તો સર્વ વ્યવહારનો અભાવ થાય. જુઓ - અપ્રમેય હોવાથી સ્વલક્ષણોમાં પ્રમાણની પ્રવૃત્તિ ન થાય અને ભ્રાન્તિમાં સ્વસંવિો અભાવ થવાનો પ્રસંગ આવે. ૢ અનેકરૂપ વસ્તુમાં અવિરોધ, અન્યથા વ્યવહારવિરોધ વિવેચનઃ વસ્તુનું સદસદ્ આદિ અનેકરૂપ હોવું અનુભવસિદ્ધ છે, એટલે તે વિશે ‘વસ્તુ (૧) સદસદ્, (૨) નિત્યાનિત્ય વગેરે વિરોધી ધર્મોથી અધ્યાસિત શી રીતે હોઈ શકે ?” એવું કહેવું ન્યાયસંગત નથી. કારણ એ જ કે, જો વસ્તુ સદસદાદિ અનેકરૂપ ન માનો, તો વસ્તુનો જ વિલોપ થઈ જાય ! એટલે એક વસ્તુમાં જુદા જુદા અનેક ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી, એ બધું પૂર્વે અમે બતાવી જ દીધું છે. વળી, હે બૌદ્ધો ! એક જ ધર્મીમાં વિરોધી અનેક ધર્મોનું અસ્તિત્વ તો તમને પણ ઇષ્ટ જ છે. જુઓ- (૧) તમે અત્યંત વિજાતીય માનેલ સ્વલક્ષણરૂપ વસ્તુમાં પણ સાધારણ એવી પ્રમેયતા * માનો છો, અને (૨) ભ્રાન્તજ્ઞાનમાં પણ સ્વસંવેદનને અભ્રાન્ત માનો છો... (તો અહીં (૧) અત્યંત ભિન્ન સ્વલક્ષણમાં સાધારણ એવી પ્રમેયતા માનવી, (૨) ભ્રાન્તજ્ઞાનને અમુક અંશે અભ્રાન્ત માનવું - એમ વસ્તુને વિરોધી ધર્મથી અધ્યાસિત માનવી; એ તો તમને પણ ઇષ્ટ * વિશ્વવર્તી તમામ પદાર્થો પ્રમાણના વિષય છે, અર્થાત્ પ્રમેય છે. એટલે તે બધામાં પ્રમેયતા નામનો ધર્મ આવે. આ પ્રમેયતા સર્વ પદાર્થોમાં અનુગત હોવાથી સાધારણરૂપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240