Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 229
________________ १९८ अनेकान्तवादप्रवेशः તો બેમાંથી કોઈ એકનું જ અવસ્થાન રહે..અને તે બેની જગતમાં કદી અસત્તા નથી હોતી, કેમ કે સદા વડવાનલ અને બરફનો સદ્ભાવ હોય છે જ. અને સદ્ભાવ હોવામાં બધાને અવિપ્રતિપત્તિ છે. આ પ્રથમ વિકલ્પની વિચારણા છે વિવેચનઃ શીત અને ઉષ્ણ સ્પર્શના સ્વરૂપનું હોવું એટલા માત્રથી તે બેનો વિરોધ ન કહી શકાય; કેમ કે શીતસ્પર્શ બીજા કોઈ નિમિત્તની અપેક્ષા વિના માત્ર સ્વરૂપના સદૂભાવને લઈને જ ઉષ્ણસ્પર્શનો વિરોધી હોય એવું નથી. અને એ જ રીતે ઉષ્ણસ્પર્શ પણ માત્ર સ્વરૂપસંભાવને લઈને જ શીતસ્પર્શનો વિરોધી હોય એવું નથી. પ્રશ્નઃ સ્વરૂપસદ્ભાવને લઈને જ તે બેનો વિરોધ માનીએ તો? ઉત્તરઃ તો તો ત્રણે ભુવનમાં શીત-ઉષ્ણસ્પર્શનો અભાવ જ થાય અથવા તો બેમાંથી કોઈ એકનું અવસ્થાન અને બીજાનો અભાવ થાય! (કારણ કે શીતસ્પર્શનો અભાવ હોવામાં ઉષ્ણસ્પર્શનો અભાવ થાય અથવા ઉષ્ણસ્પર્શનો અભાવ હોવામાં શીતસ્પર્શનો અભાવ થાય...) પણ જગતમાં બેમાંથી એકનો પણ અભાવ હોય - એવું તો નથી જ, કારણ કે વડવાનલ અને બરફનો સદ્ભાવ હંમેશાં હોય છે જ... અને તેનું (=બંનેનો સદ્દભાવ હોવાનું) કારણ એ કે, વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ જીવોને તે બેનો સદ્ભાવ હોવામાં કોઈ વિપ્રતિપત્તિ નથી... એટલે ફલિત થયું કે, સ્વરૂપનું અસ્તિત્વ હોવા માત્રથી જ શીત-ઉષ્ણ સ્પર્શનો વિરોધ નથી. न चैककालासम्भवाद्, यत एकस्मिन्नपि काले तयोः सद्भाव उपलभ्यत एव, यथाशीता आपः, पर्वते निकुञ्जप्रस्रवणानि वा, उष्णस्त्वग्निः; न च विरोधः।।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : એક કાળે ન હોવાથી વિરોધ છે - એવું પણ નથી; કેમ કે એકકાળે પણ તે બેનો સદ્ભાવ દેખાય છે જ. જેમકે (૧) પાણી અથવા પર્વતનિકુંજના ઝરણા શીતળ છે, (૨) અગ્નિ ઉષ્ણ છે...અને અહીં વિરોધ પણ નથી. # દ્વિતીય વિકલ્પની વિચારણા વિવેચનઃ શીત-ઉષ્ણ સ્પર્શ એકકાળે ન હોઈ શકે, એટલે તે બેનો વિરોધ છે – એવું પણ ન કહેવાય, કારણ કે તે બંને સ્પર્શનો એકકાળે સદ્ભાવ દેખાય છે જ. જુઓ – એક જ કાળમાં (૧) પાણી અથવા પર્વતના નિકુંજમાંથી (વેલડીઓથી ઢંકાયેલા સ્થાનમાંથી) વહેતું ઝરણું શીતળ હોય છે. અને તે જ વખતે બીજે ઠેકાણે, (૨) અગ્નિ ઉષ્ણ હોય છે... અને આ રીતે એકકાળે શીત-ઉષ્ણ સ્પર્શ હોવામાં કોઈ વિરોધ પણ નથી. (એટલે એકકાળે ન હોવાથી તે બેનો વિરોધ છે, એવું કથન અયુક્ત જણાઈ આવે છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240