Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 230
________________ गुर्जरविवेचनसमन्वितः < न चैकद्रव्यायोगेन यत - एकेनापि द्रव्येण तयोर्योगो भवत्येव; तथा च शीतकाले रात्रौ निरावरणे देशे पर्युषिते लोहभाजने शीतस्पर्शो भवति, तत्रैव मध्याह्ने दिनकरप्रतप्ते ૩ī:, કૃતિ; ન ચ વિરોધઃ ।। • પ્રવેશરશ્મિ -- ભાવાર્થ : એકદ્રવ્યમાં ન હોવાથી વિરોધ છે - એવું પણ નથી; કેમ કે એકદ્રવ્યમાં તે બેનો ભાવ છે જ. તે આમ-ઠંડીમાં રાતે ખુલ્લા ભાગમાં મૂકેલા લોહમય ભાજનમાં શીતસ્પર્શ હોય અને મધ્યાન્હમાં સૂર્યકિરણથી પ્રતપ્ત ત્યાં જ ઉષ્ણસ્પર્શ હોય છે અને તેમાં વિરોધ નથી. ૢ તૃતીય વિકલ્પની વિચારણા વિવેચન : શીત-ઉષ્ણ સ્પર્શ એકદ્રવ્યમાં ન હોવાથી વિરોધ છે - એવું પણ ન કહેવાય; કેમ કે એક દ્રવ્યની સાથે પણ તે બેનું જોડાણ હોય છે જ. જુઓ १९९ 1 એક જ લોખંડનો વાટકો (૧) ઠંડીમાં રાતે ખુલ્લા ભાગમાં મૂકવામાં આવે, તો તેમાં એકદમ ઠંડો સ્પર્શ થાય છે, અને (૨) બપોરે ભરતડકે મૂકવામાં આવે, તો સૂર્ય કીરણથી તપ્ત એવા તે ભાજનમાં જ ઉષ્ણસ્પર્શ થાય છે. * અને આમ એકદ્રવ્યમાં શીત-ઉષ્ણ સ્પર્શ હોવામાં કોઈ વિરોધ પણ નથી. એટલે તમારું કથન અયુક્ત જણાઈ આવે છે... * न चैककालैकद्रव्याभावतो विरोधः; यतः - एकस्मिन्नेव काले एकस्मिंश्च द्रव्येऽनयोर्भाव एव; तथाहि-धूपकडुच्छकस्थालकेऽग्निसम्बन्धे उष्णस्पर्शो भवति, तस्यैव तु गण्डे શીત:, કૃતિ; ન ચ વિરોધઃ ।। મૈં પ્રવેશરશ્મિ : ભાવાર્થ : એકકાળે એકદ્રવ્યમાં ન હોવાથી વિરોધ છે- એવું પણ નથી; કેમ કે એકકાળે અને એકદ્રવ્યમાં તે બેનો ભાવ છે જ. તે આમ - ધૂપકડછામાં થાળના ભાગમાં અગ્નિસંબંધે ઉષ્ણસ્પર્શ અને દંડના ભાગમાં શીતસ્પર્શ હોય છે અને ત્યાં વિરોધ નથી. # ચતુર્થ વિકલ્પની વિચારણા વિવેચન : તે બે સ્પર્શ, એકકાળે એકદ્રવ્યમાં ન હોઈ શકે એટલે તે બેનો વિરોધ છે - એવું પણ ન કહેવાય, કારણ કે એકકાળે અને એકદ્રવ્યમાં તે બેનું હોવું દેખાય છે જ. જુઓ— For Personal & Private Use Only એક જ કાળે ધૂપકડછામાં (૧) જ્યાં ધૂપ મૂકવામાં આવે, તે થાળના ભાગમાં અગ્નિનું જોડાણ હોવાથી ઉષ્ણસ્પર્શ અનુભવાય છે, અને (૨) કડછાને પકડવાના દંડના ભાગમાં અગ્નિનું જોડાણ ન હોવાથી શીતસ્પર્શ અનુભવાય છે. Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240