Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 224
________________ गुर्जरविवेचनसमन्वितः ” એકાંત અનાત્મકતાદિનો નિરાસ વિવેચનઃ આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે આ બધી વસ્તુઓ, એકાંતે (૧) અનાત્મક, (૨) અનિત્ય, (૩) અશુચિ, (૪) દુઃખરૂપ જ છે – એવું નથી, કારણ કે તેઓ કથંચિદ્ સાત્મકાદિરૂપે પણ ઉપલબ્ધ થાય છે જ. જુઓ - १९३ (૧) વસ્તુનો પૂર્વાપર ક્ષણોમાં ‘અન્વય’ જ આત્મરૂપ (=વસ્તુનું પોતાનું સ્વરૂપ) છે અને એ અન્વયની નિર્બાધ સિદ્ધિ અમે કરી છે જ, એટલે આત્મા વગેરે તમામ પદાર્થો કથંચિદ્ અન્વયરૂપ (=આત્મરૂપ, સાત્મક) હોવામાં કોઈ ક્ષતિ નથી. (૨) વસ્તુ એકાંતે અનિત્યરૂપ જ નથી, કારણ કે ઘટ વગેરેનું જ પાછળથી અતદવસ્થરૂપે અસ્તિત્વ દેખાય છે. (અન્યથા) જો એકાંતે અનિત્ય હોય તો પાછળ તેનો માત્ર તુચ્છ=અભાવ જ વિદ્યમાન હોવાથી, ત્યારે ઘટનું અતદવસ્થપણું નહીં રહે. (આશય એ કે, ઘડો ફૂટી ગયા પછી પણ તૂટેલો ઘડો દેખાય છે, અર્થાત્ ઘડાનું અતદવસ્થપણું અનુભવાય છે...પણ ઘડો જો નિરન્વય નશ્વર હોય, તો ત્યાં તૂટેલો ઘડો (ઘડાનું અતદવસ્થપણું) ન દેખાય અને તેમાં તો પ્રતીતિનો વિલોપ છે.) એટલે ઘટાદિ પદાર્થોને કથંચિદ્ નિત્ય માનવા જ રહ્યા... (૩) વસ્તુ એકાંતે અશુચિરૂપ જ નથી; કેમ કે તેમાં શુચિપરિણામનું નિર્બાધ અસ્તિત્વ છે અને તેનું કારણ એ કે, લોકમાં શુચિરૂપે તેઓની ઉપલબ્ધિ થાય છે જ. (લોકમાં પાણીથી ધોયા પછી કપડા વગેરેનો શુચિરૂપે વ્યવહાર થાય છે જ.) એટલે તેઓ શુચિરૂપ હોવામાં કોઈ ક્ષિત નથી. (૪) એ જ રીતે વસ્તુ એકાંતે દુઃખરૂપ જ નથી. કારણ કે રજોહરણ-પુસ્તક વગેરે વસ્તુઓ પરંપરાએ મોક્ષસુખને ઉત્પન્ન કરનાર છે અને તે વસ્તુઓનો પરંપરાએ (=જ્ઞાન/ચારિત્રને ઉત્પન્ન કરવા દ્વારા) મોક્ષસુખને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ છે. (એટલે તેઓ કથંચિદ્ સુખરૂપ પણ છે જ...) સાર : એટલે વસ્તુને એકાંતે અનાત્મકાદરૂપ માની લેવી તર્કસંગત નથી. किञ्च-अनात्मकं शून्यमसदित्येकोऽर्थः, अनित्यमस्थिरं सदिति च । यद्यनात्मकम्, कथमनित्यम् ? अथानित्यम्, कथमनात्मकम् ? इति । कथं च बुद्धधर्मसङ्घलक्षणे परमनिवृत्तिहेतौ निर्दोषे महारत्नत्रये सति इदं वक्तुमुचितम् ? दु सर्वमेवाशुचि, सर्वमेव दुःखम्, इति; तदाशातनापत्तेरसदभिधानात् । अन्यथा, रत्नत्रयायोगः, तदन्याशुच्याद्यविशेषात् योगे वाऽतिप्रसङ्गः । For Personal & Private Use Only -*-+ Jain Education International * www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240