Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 220
________________ गुर्जरविवेचनसमन्वितः १८९ બૌદ્ધઃ વાસનાના સંક્રમણ વિના પણ, વાસક તે પોતાના વાસ્યને વાસિત કરી દે – એવું માની લઈએ તો ? સ્યાદ્વાદીઃ તો અતિપ્રસંગ એ આવે કે, વિવક્ષિત વાસ્યથી અતિરિક્ત બીજા વાસ્યો પણ તેનાથી વાસિત થવા લાગે ! (વાસનાનું સંક્રમણ હોય, તો જેમાં સંક્રમણ થાય તે જ વાસિત થાય, તેનાથી અતિરિક્ત નહીં. પરંતુ સંક્રમણ વિના પણ વાસિત માનવામાં, બધા પદાર્થો વાસિત માનવાનો અતિપ્રસંગ આવે.) બૌદ્ધ : અરે ! વાસના તો કલ્પિત છે, એટલે તેના વિશે વિકલ્પો જ ન કરી શકાય કે તે ભિન્ન છે કે અભિન્ન... સ્યાદ્વાદીઃ જો કલ્પિત હોય, તો વાસ્તવમાં તેનું અસ્તિત્વ જ ન રહ્યું, એટલે તે અસત્ થઈ... તો આવી અસત્ વાસનાને માનવાથી તમને પણ શું લાભ થાય? તેનાથી કોઈ વસ્તુની સિદ્ધિ ન થાય. એટલે આ તૃતીય વિકલ્પ પણ અનુચિત જણાઈ આવે છે. एतेन, 'यस्मिन्नेव सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव सन्ताने कर्पासे रक्तता यथा ।।४।।' इत्याद्यपि निरस्तमवगन्तव्यम् । - પ્રવેશરશ્મિ – | ભાવાર્થ એનાથી, કપાસમાં લાલ રંગની જેમ જે જ્ઞાનસંતાનમાં કર્મની વાસના આહિત થઈ હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ મળે છે' - એ બધી વાત પણ નિરસ્ત સમજવી. વિવેચનઃ ઉપરોક્ત કથનથી, બીજા બૌદ્ધ વિદ્વાનોએ જે કહ્યું છે કે – કપાસમાં લાલ રંગની જેમ, જે જ્ઞાનસંતાનમાં કર્મની વાસના આહિત થઈ હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ મળે છે...” (આશય એ કે, જે બીજમાં લાલરંગનું આધાન થયું હોય, તે બીજના કપાસમાં જ લાલ રંગ આવે છે... અથવા જે કપાસમાં લાલરંગનું આધાન થયું હોય, તે કપાસ પૂરતાં ભાગમાં જ કપડામાં લાલરંગ આવે છે... તેમ જે જ્ઞાનસંતાનમાં કર્મવાસનાનું આધાન થયું હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ મળે છે.) તે બધી વાતોનો પણ નિરાસ થાય છે, કારણ કે ઉપરોક્ત રીતે વાસનાનું અસ્તિત્વ જ સિદ્ધ નથી (તો ઉત્તરોત્તર જ્ઞાનપરંપરામાં, તે વાસનાનું આધાન થવાની વાત શી રીતે સિદ્ધ થાય ?) यच्चोक्तम्-'अन्यथाऽऽत्मनो, व्यवस्थितत्वाद् वेदनाऽभावाद् भावेऽपि विकारान्तराभावात् प्रतिपक्षाभ्यासेनाप्यनाधेयातिशयत्वाच्च मुक्त्यसम्भवः' इत्येतदपि न नः क्षतिमावहति, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240