Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 221
________________ १९० अनेकान्तवादप्रवेशः अनभ्युपगमात्, नह्येकान्तनित्यमस्माभिरात्मादि वस्त्विष्यते । किं तर्हि ? कथञ्चिद्, यथा चास्य नित्यानित्यता सदसद्रूपता च तथोक्तमेव । नित्यानित्यादिधर्मवत्येव च ग्राह्यग्राहकभाव-स्वकृतकर्मफलोपभोग-सम्यग्ज्ञान-भावनादयो युज्यन्ते, कथञ्चिदवस्थितत्वात्, अनुभवसिद्धत्वात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને તમે જે કહ્યું હતું કે – “અન્યથા, આત્મા વ્યવસ્થિત હોવાથી તેને વેદના ન થાય... થાય તો પણ બીજો વિકાર ન થવાથી અને પ્રતિપક્ષના અભ્યાસથી પણ અતિશયનું આધાન ન થવાથી મુક્તિનો સંભવ ન થાય' - એ પણ અમને ક્ષતિવાહક નથી; કેમ કે તેવો અમારો અભ્યાગમ નથી. અમે આત્માદિ વસ્તુને એકાંત નિત્ય નથી માનતા, પણ કથંચિ નિત્ય માનીએ છીએ અને જે પ્રમાણે તેની નિત્યાનિત્યરૂપતા અને સદસરૂપતા છે, તે પ્રમાણે અમે કહ્યું છે જ. અને નિત્યાનિત્યાદિ ધર્મવાળી વસ્તુમાં જ ગ્રાહ્યગ્રાહકભાવ, સ્વકૃત કર્મફળનો ભોગ, સમ્યગુ જ્ઞાન, ભાવના વગેરે ઘટી શકે, કારણ કે તે કથંચિત્ અવસ્થિત છે અને તેવું અનુભવસિદ્ધ પણ છે જ.. # સ્યાદ્વાદમતે મુક્તિ-અસંભવનો નિરવકાશ # વિવેચનઃ અને તમે પૂર્વપક્ષમાં બીજું જે કહ્યું હતું કે – “જો આત્મા નિરન્વય નશ્વર ન માનો, તો તે અપ્રશ્રુત, અનુત્પન્ન-સ્થિરેકસ્વભાવરૂપે તદવસ્થ રહેવાથી, તેમાં જ્વરાદિના હેતુઓથી કોઈ વેદના નહીં થાય... કદાચ વેદના થવામાં પણ, તે એકાંત નિત્યસ્વભાવી હોવાથી તેમાં કોઈ વિકાર નહીં થાય અને શાસ્ત્રવિહિત પ્રતિપક્ષી ભાવનાથી પણ તેમાં કોઈ અતિશયવિશેષનું આધાન નહીં થાય અને તો આવા આત્માનો મોક્ષ થઈ શકે જ નહીં” - તે બધી વાત પણ અમને (=સ્યાદ્વાદીને) ક્ષતિવાહક નથી, કારણ કે તેવો આત્મા અમે માનતા જ નથી. આ જ વાતને જણાવે છે – અમે (જૈનો) આત્મા વગેરે વસ્તુને એકાંત નિત્ય (અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરેકસ્વભાવી) નથી માનતા, પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) નિત્ય માનીએ છીએ, અર્થાત્ નિત્યાનિત્ય ( દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય – એમ નિત્યાનિત્ય ) માનીએ છીએ... અને વસ્તુની નિત્યાનિત્યતા અને સદસરૂપતા અને પૂર્વે કહી છે જ. આવી નિત્યાનિત્યરૂપ આત્મા વગેરે વસ્તુમાં જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ, પોતે કરેલા કર્મના ફળનો ભોગ, સમ્યજ્ઞાન, ભાવના વગેરે સંગત થઈ શકે, કારણ કે આવી વસ્તુ કથંચિત્ અવસ્થિત રહે છે.* તેનું (તેઓ કથંચિત્ અવસ્થિત હોવાનું) કારણ એ કે, તે ગ્રાહ્યાદિરૂપ આત્મા વગેરે જ વિશિષ્ટ ગ્રાહ્યાદિરૂપે તદવસ્થ રહે છે અને આવું અનુભવસિદ્ધ પણ છે જ... (તાત્પર્ય એ કે, એક જ ઘડો બે * કથંચિત્ અવસ્થિત હોવાથી, તેમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ અને કર્મકતૃત્વ - કર્મભોક્નત્વ વગેરે જુદા જુદા ક્રમભાવી અનેક પર્યાયો નિબંધ સંગત થઈ શકે. - - - - - - - - — — — — Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240