________________
१२२
अनेकान्तवादप्रवेशः
જુદા જુદા દેશમાં રહેનારા, જુદા જુદા કાળમાં થનારા અને જુદા જુદા સ્વભાવવાળા ઘટ, શરાવ(-કોડિયું), ઉષ્ટ્રિક(=મદિરા રાખવાનું ભાજન), ઉદંચન(=ડોલ), અલિંજર(કજલપાત્ર), આદિ ઘણા વિશેષ પદાર્થોમાં “માટી-માટી’ એમ જે સરખું જ્ઞાન અને સરખા શબ્દો પ્રવર્તે છે, તે નહીં પ્રવર્તે. કારણ કે તે તુલ્ય બુદ્ધિ/શબ્દ જેના કારણે થતાં હતાં, તે સામાન્યનો જ તમે અપલાપ કરી દીધો.
પ્રશ્ન : પણ શું તેવા સામાન્ય વિના તુલ્ય બુદ્ધિશબ્દ ન થાય ?
ઉત્તરઃ ના, બિલકુલ નહીં. જુઓ, હિમ, બરફ, કરા, ઉદક આદિ જળના ભેદોમાં...અંગારા, તુષાગ્નિ(=ઘાસથી થયેલ અગ્નિ), મુર્ખર (=આગના છૂટા કણિયાઓ), વાલા(=મૂળ અગ્નિથી છૂટી પડેલી જવાલા) અનલ આદિ અગ્નિના ભેદોમાં... ઝંઝાવાત, ચક્રવાત, ઉત્કલિકા (=પવનની લહેરી), પવન આદિ વાયુના ભેદોમાં...ખદિર(=ખેરનું ઝાડ), ઉદુંબર ( એક પ્રકારનું વૃક્ષ), બદરિકા (=બોરનું ઝાડ કે ફળ) આદિ વનસ્પતિના ભેદોમાં... આવા જળાદિ જુદા જુદા ઘણા પદાર્થોમાં એક સરખા બુદ્ધિ, શબ્દો બિલકુલ પ્રવર્તતા નથી. (દરેક વિશે જુદી જુદી બુદ્ધિ અને જુદા જુદા શબ્દો જ પ્રયોજાય છે.)
એમાં કારણ શું? કારણ એ જ કે, તેઓમાં (મૃત્ત્વરૂપ) સામાન્ય રહ્યું નથી અને ઘટ, શરાવ આદિ વિશે થનારા સરખા બુદ્ધિ/શબ્દોનું કારણ શું? કારણ એ જ કે, તેઓમાં મૃત્વરૂપ સામાન્ય રહ્યું છે.
સારાંશઃ તેથી ઘટ-શરાવાદિ વિશે થનારા “માટી-માટી’ એમ સરખા જ્ઞાન અને સરખા શબ્દનું મૂળભૂત કારણ વાસ્તવિક એવું સામાન્ય માનવું જ રહ્યું, એવું નિબંધ સિદ્ધ થાય છે.
अत्रोच्यते-न खल्वस्माभिर्यथोक्तबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनं निषिध्यते। વિ તર્દિ ?
एकादिधर्मयुक्तं परपरिकल्पितं सामान्यम्, इति । तच्च यथा विशेषवृत्त्ययोगेन न घटां प्राञ्चति, तथा निदर्शितमेव ।।
– પ્રવેશરશ્મિ - ભાવાર્થ : સ્યાદ્વાદી ઃ અમે યથોક્ત બુદ્ધિ શબ્દના પ્રવૃત્તિના કારણનો નિષેધ નથી કરતા, પણ એકાદિધર્મવાળા પરપરિકલ્પિત સામાન્યનો નિષેધ કરીએ છીએ અને તે જે પ્રમાણે વિશેષમાં વૃત્તિનો અયોગ હોવાથી નથી ઘટતું, તે પ્રમાણે અમે બતાવ્યું જ છે.
* સામાન્યની યથાવસ્થિત સંગતિકારક ઉત્તરપક્ષ & વિવેચનઃ સ્યાદ્વાદીઃ અમે એકસરખી બુદ્ધિ અને શબ્દની પ્રવૃત્તિ કરાવનારા સામાન્યનો નિષેધ નથી કરતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org