Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 213
________________ अनेकान्तवादप्रवेशः –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ હવે તેની અનંતર થવાપણું કહો, તો તે પણ યુક્ત નથી, કેમ કે અતિપ્રસંગ આવે છે, કારણ કે તેવું અનંતરભાવીપણું તો તે કાળે થનારા સમસ્ત પદાર્થોમાં અવિશેષ છે. કહ્યું છે કે – (૧) તેની અનંતર થનારા હોવાથી, બધામાં તેનું ફળપણું પ્રસક્ત થાય, પણ વિશ્વના કારણ તરીકે તો તે બધાને સંમત નથી જ.. (૨) કારણ કે તે તો વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું મનાય છે.વળી કાર્યની ઉપલબ્ધિ વિના તે, કારણની અનંતર શી રીતે કહેવાય? (૩) તે, તેના સ્વભાવવાળું છે, એટલે તે જણાય - એવું કહો, તો તે તો બીજા ફળ વિશે પણ તુલ્ય છે, તેનો (માટીનો) ત્યાં જ (ઘટમાં જ) વ્યાપાર છે - એવું કહો, તો તે પણ યોગ્ય નથી (૪) કારણ કે ક્ષણિક પદાર્થનો (અનંતરક્ષણે) ઉચ્છેદ થઈ જવાથી તેવા અસત્નો વ્યાપાર ન થાય... હવે જો એવું કહો કે - ઉત્પત્તિ એ જ વ્યાપાર; તેનાથી જુદો વ્યાપાર ઇષ્ટ નથી. (૫) તો તો વ્યાપારકાળે થનારું હોવાથી ફળ પણ કારણની અભિનકાળે થઈ જવાનો પ્રસંગ આવે ! અને તો કાર્ય-કારણભાવ જ ન રહે. # સપ્તમ વિકલ્પની અસંગતિ છે વિવેચન : (૭) હેતુની અનંતર ક્ષણે ફળનું થવું; એ જ હેતુ-ફળની વિશિષ્ટતા છે – એવું કહો, તો તે પણ યોગ્ય નથી, કારણ કે તેમાં અતિપ્રસંગ આવે છે. જુઓ માટીની અનંતર ક્ષણે જેમ ઘટ છે, તેમ વિશ્વવર્તી બીજા બધા પદાર્થો પણ છે જ, એટલે અનંતરભાવીપણું તો; ઘટની જેમ, તે કાળે થનારા બીજા સમસ્ત પદાર્થોમાં પણ સમાનપણે રહ્યું છે જ અને તેથી તો તે બધા પદાર્થો માટીના ફળરૂપે માનવાનો અતિપ્રસંગ આવે ! આ વિશે કહ્યું છે કે – (૧) માટીની અનંતર થનારું હોવાથી તો, સંપૂર્ણ વિશ્વ, તેના માટીના) ફળરૂપ માનવાનો પ્રસંગ આવશે ! પણ માટી; સંપૂર્ણ વિશ્વનું કારણ હોય - એવું તો કોઈને પણ સંમત નથી. પ્રશ્ન: પણ તેનું કારણ? (અર્થાત્ સંપૂર્ણ વિશ્વના કારણ તરીકે માટી હોવી – એ બધાને સંમત ન હોવાનું કારણ ?) (૨) ઉત્તરઃ કારણ એ જ કે, માટી, ઘટાદિ રૂ૫ વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી જ મનાય છે. (એટલે તે પ્રતિનિયત ઘટનું જ કારણ બને, સંપૂર્ણ વિશ્વનું નહીં...) વળી, કારણ વખતે તો કાર્યની ઉપલબ્ધિ થતી જ નથી,તો તે કાર્ય, કારણની અનંતર છે – એવું શી રીતે કહી શકાય? | (તાત્પર્ય એ કે, દ્રવ્ય-પર્યાયવાદીમતે શક્તિરૂપે કાર્યનું પૂર્વે પણ અસ્તિત્વ હોય છે જ અને તેથી * અને કાર્યક્ષણ કારણનું અસ્તિત્વ નથી હોતું, એટલે તે વખતે પણ કારણને જાણ્યા વિના, વિવક્ષિત કાર્ય, વિવલિત કારણની અનંતર છે – એવું જણાય નહીં... એટલે ક્ષણિકમતે, કારણની અનંતર કાર્યનું હોવું જ જ્ઞાત થતું નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240