Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 188
________________ गुर्जरविवेचनसमन्वितः १५७ ___ अथ सर्वथा, हन्त ! तय॑हिकामुष्मिकसकललोकसंव्यवहाराभावप्रसङ्गः; तथाहिप्रतिक्षणनिरन्वयेन नश्वरत्वे सत्यात्मादिवस्तुनः ग्राह्यग्राहकभावस्मरणप्रत्यभिज्ञानकुतूहलविरमणाद्याविद्वदङ्गनादिप्रतीतमपि नोपपद्येत ।। —- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : હવે જો સર્વથા, તો ઐહિક-આમુમ્બિક સકળ લોકવ્યવહારના અભાવનો પ્રસંગ આવે ! તે આમ - આત્માદિ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો ગ્રાહ્યગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, કુતૂહલવિરમણ આદિ અવિદ્વદંગનાપ્રતીત પણ ઉપપન્ન થાય નહીં. વિવેચનઃ જો તે સર્વથા (=સંપૂર્ણપણે) નિરન્વય (=પૂર્વાપરક્ષણોમાં અવ્ય વિના) પ્રતિક્ષણ નાશ પામે એવું કહો, તો તો ઈહલોક અને પરલોક સંબંધી તમામ લોકવ્યવહારનો વિલોપ થઈ જશે. તે આ પ્રમાણે – જો દરેક વસ્તુઓ ઉત્તરોત્તરક્ષણમાં અનુવૃત્તિ વિના સર્વથા પ્રતિક્ષણ નાશ પામે, તો આત્મા, ઘટાદિના સંબંધને લઈને થતાં (૧) ગ્રાહ્ય ગ્રાહકભાવ, (૨) સ્મરણ, (૩) પ્રત્યભિજ્ઞાન, (૪) કુતૂહલવિરમણ... આદિ, જે વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા જીવોને પ્રતીત છે, તે બધું પણ ઉપપન્ન થશે નહીં (અર્થાત્ નિરન્વય નશ્વરવાદમાં પ્રતીત પણ સ્મરણાદિનો વિલોપ થશે.) હવે ગ્રંથકારશ્રી, સર્વથા ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણાદિ કેમ ન ઘટે ? તે ક્રમશઃ જણાવે છે – ___ नहि ग्राह्यार्थतद्ग्राहकसंवेदनयोः कथंचिदपि तुल्यकालताऽभ्युपगम्यते परैः, तयोर्हेतुफलभावाभ्युपगमात् । उक्तं च - 'ग्राह्यतां विदुहेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम्' इति ।। एवं च सति ग्राह्यार्थाभावे एव ग्राहकसंवेदनप्रसूतेः, तदभावभावित्वात् संवेदनस्य कुतस्तस्य तद्ग्राहकत्वम् ? इतरस्य च तद्ग्राह्यत्वम् ? इति; आदाय युक्तिप्रदीपं तिरस्कृत्य स्वदर्शनाभिनिवेशतिमिरं निभाल्यतामेतत्, इति ।। –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? તમારા મતે ગ્રાહ્ય-અર્થ અને તેનું ગ્રાહક જ્ઞાન બંને કથંચિતું પણ તુલ્યકાળ મનાતા નથી; કેમ કે તમે તે બંનેનો હેતુ-ફળભાવ માન્યો છે, કહ્યું છે કે - “યુક્તિશો, જ્ઞાનમાં પોતાના આકારને અર્પણ કરવામાં સમર્થ એવા હેતુપણાને જ “ગ્રાહ્યતા જાણે છે. અને આવું હોવામાં તો, ગ્રાહ્ય-અર્થના અભાવમાં જ ગ્રાહકસંવેદન ઉત્પન થાય, અને સંવેદન તેના અભાવમાં થનારું છે. તો તેનું અર્થગ્રાહકપણું કેવી રીતે? અને અર્થનું જ્ઞાનગ્રાહ્યપણું કેવી રીતે? એટલે યુક્તિરૂપી દીવાને લઈને સ્વદર્શન-અભિનિવેશરૂપ અંધકારને દૂર કરીને આ જુઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240