________________
गुर्जरविवेचनसमन्वितः -
કૃતનાશ-અકૃતાભ્યાગમ દોષનું નિવારણ #
વિવેચન ઃ તમે જે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ નામનો દોષ આપ્યો હતો, તે દોષનો પણ વિશિષ્ટ કાર્ય-કારણભાવને માનવામાં અવકાશ રહેતો નથી. તે આ પ્રમાણે
१६७
દરેક ક્ષણો જુદી જુદી હોવા છતાં, તે પૂર્વાપર ક્ષણોમાં ઉપાદાન-ઉપાદેયભાવ (=હેતુ-ફળભાવ) રહ્યો છે (અર્થાત્ પૂર્વ-પૂર્વની ક્ષણ કારણ અને ઉત્તરોત્તરની ક્ષણ કાર્ય - એમ કાર્ય-કારણભાવ રહ્યો છે.)
અને તેથી એક જ ક્ષણપરંપરામાં જેણે પોતાના સામર્થ્યનું આધાન કર્યું છે, તેણે તે કર્મનું ફળ પ્રાપ્ત થાય જ છે. એટલે સામાન્યથી જે સંતાન કર્મનો કર્તા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે. તાત્પર્ય એ કે, પૂર્વાપર ક્ષણોમાં કાર્ય-કારણભાવ છે, એટલે કર્મ તે પોતાની ઉત્તરક્ષણ ઉત્પન્ન કરે અને તેમાં પોતાના સામર્થ્યનું આધાન કરે... પછી તે ઉત્તરક્ષણ પણ પોતાની ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે અને તેમાં પોતાના સામર્થ્યનું આધાન કરે... એ જ રીતે આગળ-આગળની ક્ષણોમાં પણ સમજવું. આમ એક વ્યક્તિની જ્ઞાનપરંપરામાં, તે કર્મના સામર્થ્યનું આધાન થતું જાય અને ભવિષ્યમાં તે સામર્થ્યને આધારે જ, તે વ્યક્તિને તેનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય.
આ રીતે કર્મ એક જ જ્ઞાનપરંપરામાં પોતાના સામર્થ્યનું આધાન કરી, ભવિષ્યમાં ફળનું અર્પણ કરે છે જ. એટલે *સામાન્યથી જે સંતાન (=જ્ઞાનપરંપરા) કર્મનો કર્તા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે.
આ જ વાતને જણાવવા ભાવના કહે છે
—
(તથાદિ-) જે વ્યક્તિ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થાય, તે વ્યક્તિ તો પ્રવૃત્તિકાળમાં જ સર્વથા નષ્ટ થઈ જાય છે. પણ જ્યારે તે નાશ પામે, ત્યારે તે પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં સામર્થ્યને વિજ્ઞાનપરંપરામાં આહિત કરીને જ નાશ પામે છે.
હવે જ્ઞાનપરંપરામાં આહિત કરેલ એ સામર્થ્યવિશેષથી જ, ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે. (આવું કઈ રીતે થાય? તે આપણે જોઈએ.)
(૧) કાળાંતરના પરિણામથી (અર્થાત્ અમુક કાળ વીત્યા પછી ) ઉત્પન્ન થયો છે વાસનાનો પરિપાક જેનો, અને (૨) કાર્યરૂપને ઉત્પન્ન કરનારાં એવાં કારણોના સંનિધાનથી જેનો પ્રબોધ થયો છે (અર્થાત્ જેમાં જાગૃતિ ઊભી થઈ છે.) તેવા સામર્થ્યવિશેષથી ઉત્તરોત્તર ક્ષણના પરિણામે પ્રશાંત
* અહીં ‘સામાન્યથી’ કહેવાનું તાત્પર્ય એ કે, દરેક જ્ઞાનક્ષણો જુદી જુદી હોવા છતાં ઉપાદાન-ઉપાદેયભાવે તેઓ સંલગ્ન હોવાથી, તેઓનો ક્ષણભેદ નજરમાં ન રાખી, સામાન્યથી તે આખી જ્ઞાનપરંપરા લેવી અને તેથી તે એક જ જ્ઞાનપરંપરામાં કર્દૂ-ભોક્તભાવ પણ સંગત થઈ જાય.
* નિરુત્સકભાવે સર્વ કાર્યોમાં પ્રવૃત્તિને પ્રશાંતવાહિતા કહેવાય. આ પ્રશાંતવાહિતા કુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને લઈને સમજવી. અકુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને લઈને અપ્રશાંતવાહિતા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org