________________
९८
-: પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : એનાથી ‘કૂટસ્થ નિત્યરૂપે નહીં, પણ પરિણામિનિત્યરૂપે' એવી આશંકા ઉપાડીને પૂર્વપક્ષમાં જે કહ્યું હતું કે - “પર્યાયથી જુદું દ્રવ્ય સિદ્ધ નથી’ - એ બધું કથન નિરાકૃત થયું જાણવું; કેમ કે કથંચિદ્ વ્યતિરેક સિદ્ધ જ છે. કહ્યું છે કે - (૧) દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ પ્રમાણથી સિદ્ધ છે, કારણ કે બધું સંવેદન અન્વય-વ્યતિરેકવાળું થાય છે. (૨) અને આવા સ્વસંવેદનસિદ્ધમાં માણસોનું વિરોધનું ઉદ્દ્ભાવન કરવું; એ કેવળ વ્યસન કે બુદ્ધિનું જડપણું પ્રગટ કરે છે. ઇત્યાદિ હવે વિસ્તારથી સર્યું. આ પ્રમાણે એક વસ્તુ નિત્યાનિત્ય ઉભયરૂપ છે, એવો વાદ થયો.
વિવેચન : ઉપરોક્ત કથનથી, ‘અમે દ્રવ્યને ફૂટસ્થ નિત્યરૂપે નથી માનતા, પણ પરિણામિનિત્યરૂપે માનીએ છીએ' એવી આશંકા ઉપાડીને પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “પર્યાયથી જુદું દ્રવ્ય સિદ્ધ જ નથી” – તે બધું કથન પણ નિરાકૃત થયું સમજવું, કારણ કે ઉપરોક્ત તર્કોથી પર્યાયથી દ્રવ્યનો કથંચિદ્ ભેદ સિદ્ધ જ છે.
-
આ વિશે કહ્યું છે કે
अनेकान्तवादप्रवेशः
-
“દ્રવ્ય અને પર્યાયનો ભેદાભેદ (=કથંચિદ્ ભેદ અને કથંચિદ્ અભેદ - એમ ભેદાભેદ) પ્રમાણથી સિદ્ધ છે; કેમ કે વસ્તુનું અન્વય - વ્યતિરેકરૂપે સંવેદન થાય છે.”
“અને આવા સ્વસંવેદનસિદ્ધ ભેદાભેદમાં પણ માણસોનું વિરોધનું ઉદ્દ્ભાવન કરવું, એ કેવળ વ્યસન (કુટેવ) અથવા બુદ્ધિનું જડપણું જ પ્રગટ કરે છે.”
હવે આ વાતના વિસ્તારથી સર્યું.
Jain Education International
નિષ્કર્ષ ઃ એટલે ઘટાદિ દરેક વસ્તુઓ દ્રવ્ય-પર્યાયરૂપ હોવાથી, દ્રવ્યને લઈને નિત્ય અને પર્યાયને લઈને અનિત્ય-એમ નિત્યાનિત્યરૂપ જ માનવી રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું.
|| આ પ્રમાણે નિત્યાનિત્ય અનેકાંતવાદરૂપ દ્વિતીય અધિકાર પૂર્ણ થયો
For Personal & Private Use Only
www.jainelibrary.org