________________
अनेकान्तवादप्रवेशः
(ખ) હવે જો કથંચિત્ અભેદ કહો, તો એનો મતલબ એ થાય કે, સ્થિતિ-અસ્થિતિ બંને પરસ્પર ભિન્નાભિન્ન છે અને એવું કહેવામાં તો અનેકાંતવાદ જ સિદ્ધ થતાં અમારું ઇષ્ટ જ સિદ્ધ થવાનું. એટલે આમ અભેિિવકલ્પ પણ ઉપાદેય નથી.
७४
<
अथ द्वितीयादिक्षणास्थितेरभावरूपत्वान्न प्रथमक्षणस्थित्या अन्यानन्यत्वकल्पना युक्तिमती |
स्यादेतत् यदि अभावाभेदाभेदौ विहाय वर्त्तेत । अथ तदुत्तरकालभाविपदार्थान्तरस्थितिरेव विवक्षितस्य द्वितीयादिक्षणास्थितिरिति । हन्त ! तर्हि सुतरामन्यानन्यत्वकल्पनायाः प्रसरः, तथा च सति पूर्वोक्तदोषानतिवृत्तिरेव ।
મૈં પ્રવેશરશ્મિ !
.
ભાવાર્થ : પૂર્વપક્ષ : દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ અભાવરૂપ હોવાથી, તેની સાથે પ્રથમક્ષણસ્થિતિના ભિન્નાભિન્નપણાની કલ્પના યોગ્ય નથી. ઉત્તરપક્ષ : આવું ત્યારે થાય કે અભાવથી ભેદાભેદ છોડીને તે રહે.
પૂર્વપક્ષ : ઉત્તરકાળવર્તી બીજા પદાર્થની સ્થિતિ જ વિવક્ષિત પદાર્થની દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ છે. ઉત્તરપક્ષ ઃ અરે ! તો તો સુતરાં ભિન્નાભિન્નપણાની કલ્પનાનો અવકાશ રહે અને તો પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન થાય જ નહીં.
.
ૐ સ્યાદ્વાદીકૃત વિકલ્પની સમુચિતતા આ
વિવેચન : પૂર્વપક્ષ : દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ તો અભાવરૂપ છે, અર્થાત્ તે છે જ નહીં. તો તેની સાથે; ભાવરૂપ પ્રથમક્ષણસ્થિતિના ભેદાભેદની કલ્પના કેવી રીતે યોગ્ય ગણાય ? (શું ખપુષ્પ સાથે ઘટના ભેદાભેદની કલ્પના કરાય છે ?)
ઉત્તરપક્ષ : જો અભાવરૂપ દ્વિતીયક્ષણ - અસ્થિતિથી; ભેદાભેદને છોડીને કોઈ બીજા જ પ્રકારે પ્રથમક્ષણસ્થિતિ રહેતી હોત, તો તમારી વાંત યોગ્ય થાત... પણ હવે તમે જ કહો કે, દ્વિતીયાદિ ક્ષણ-અસ્થિતિ કેવાં સ્વરૂપે રહી છે ?
પૂર્વપક્ષ : પ્રથમક્ષણની ઉત્તરકાલીન બીજી ક્ષણમાં રહેનાર બીજી વસ્તુની સ્થિતિ; એ જ પ્રથમક્ષણીય વસ્તુની અસ્થિતિ છે. (અર્થાત્ ઉત્તરકાલીન વસ્તુની સ્થિતિ જ પ્રથમક્ષણીય વસ્તુની અસ્થિતિ છે.)
ઉત્તરપક્ષ : તો તો એ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ ભાવરૂપ (દ્વિતીયક્ષણગત વસ્તુની સ્થિતિરૂપ) જ ફલિત થઈ અને તો તેની સાથે ભેદાભેદની કલ્પના યોગ્ય જ છે. (આશય : તમે કહ્યું હતું કે, દ્વિતીયાદિક્ષણ - અસ્થિતિ અભાવરૂપ છે, એટલે તેની સાથે પ્રથમક્ષણસ્થિતિના ભેદાભેદની કલ્પના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org