________________
गुर्जरविवेचनसमन्वितः
જ સ્વદ્રવ્યાધિરૂપે સત્ છે. (એટલે તેઓનું સત્ત્વ સિદ્ધ થયે અસત્ત્વ પણ સિદ્ધ થાય જ.) અને તેઓ જે કારણથી અસત્ છે, તે કારણથી જ સત્ છે, કારણ કે તેઓ સ્વદ્રવ્યાદિરૂપે સત્ હોવા સાથે જ પરદ્રવ્યાધિરૂપે અસત્ છે. (એટલે તેઓના અસત્ત્વની સિદ્ધિ થયે સત્ત્વ પણ સિદ્ધ થાય જ.)
અને એટલે જ એક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વનો વિરોધ પણ ન હોઈ શકે, કારણ કે એક જ વસ્તુ જુદા જુદા નિમિત્તે ધર્મી (ધર્મવાળી) બને છે... જુઓ; સ્વદ્રવ્યાદિ એ સત્ત્વનું નિમિત્ત છે અને પરદ્રવ્યાદિ એ અસત્ત્વનું નિમિત્ત છે. (આમ એક વસ્તુમાં, જુદા જુદા નિમિત્તે જુદા જુદા ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી.) આ વાતનો વિસ્તાર, ગ્રંથકારશ્રી આગળ કરશે.
અને વળી તેવું (=સદસપણું) અનુભવસિદ્ધ છે, કારણ કે દરેક વસ્તુઓ સ્વદ્રવ્યાદિથી અવ્યાવૃત્ત અને પરદ્રવ્યાદિથી વ્યાવૃત્ત – એમ વ્યાવૃત્ત અવ્યાવૃત્તરૂપે (ભાવાભાવરૂપે= સદસરૂપે) અનુભવાય છે, તો તેની અનેકરૂપતામાં વિરોધ શું?
તાત્પર્ય એ કે, જેમ વસ્તુની સત્ત્વરૂપતા - નીલરૂપતા કે જ્ઞાનની સત્ત્વાકાર-નીલાકાર વગેરે અનેકરૂપતામાં કોઈ વિરોધ નથી, તેમ સ્વદ્રવ્યથી સત્ પરદ્રવ્યથી અસત્નો અનુભવ થતો હોય તો તેમાં પણ વિરોધ ન જ કરાય.
આમ પરમાર્થથી સ્વરૂપ અવ્યાવૃત્તિ અને પરરૂપવ્યાવૃત્તિ બંને અનુભવાય છે, એટલે વસ્તુ ઉભયાત્મક જ છે. તે છતાં પૂર્વપક્ષી હજી પોતાની આશંકા ઊભી કરે છે –
स्यादाशङ्का-'स्वरूपाव्यावृत्तिरेव पररूपव्यावृत्तिः' इति । एषाप्ययुक्ता, विहितोત્તરવીત્TI
यस्मादेवं तस्मात् समुत्सारितपक्षपातैायविद्भिर्युक्तियुक्तत्वात् सदसद्रूपं वस्त्वङ्गीकर्तव्यम् । आह च -
यस्मात्सत्त्वमसत्त्वं च न विरुद्धं मिथो द्वयम् । वस्त्वेकं सदसद्रूपं ननु तत् किं न युज्यते ?।।१।।
– પ્રવેશરશ્મિ - ભાવાર્થ : આશંકા : સ્વરૂપ - અવ્યાવૃત્તિ જ પરરૂપ વ્યાવૃત્તિ છે, જુદી નહીં. સમાધાન : એ પણ અયુક્ત છે, તેનો ઉત્તર પૂર્વે કહી દીધો છે. એટલે પક્ષપાતને છોડીને ન્યાયને જાણનારાઓએ યુક્તિયુક્ત હોવાથી સદસરૂપ વસ્તુ સ્વીકારવી જોઈએ, કહે છે કે – “જેથી સત્ત્વ-અસત્ત્વ છે પરસ્પર વિરુદ્ધ નથી, તેથી એક વસ્તુ સદસપ કેમ ન ઘટે ?'
ક વસ્તુની એકરૂપતાની આશંકા અયુક્ત છે વિવેચન : આશંકા : વસ્તુની સ્વરૂપઅવ્યાવૃત્તિ જ પરરૂપવ્યાવૃત્તિ છે. અર્થાત્ સર્વ ભાવો, સજાતીય બીજા પદાર્થો (બીજા ઘટાદિ)થી કે વિજાતીય (પટાદિ)થી; પોતાના સ્વભાવથી જ જુદા પડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org