________________
गुर्जरविवेचनसमन्वित: <
કર્યા કરો, કારણ કે એક વાર કર્યા પછી પણ વિદ્યમાન જ છે, તો'ય પાછું કરવાનું એટલે ફરી-ફરી કરો... એમ અનવસ્થા થાય.
६९
(ખ-૨) હવે અવિદ્યમાન છે એવું કહો, તો તે તો શક્ય જ નથી, કારણ કે એક બાજુ સત્ પદાર્થથી અભિન્ન છે અને પાછો અવિદ્યમાન છે તેવું તો ન જ હોઈ શકે. (સત્ પદાર્થથી અભિન્ન વિશેષ વિદ્યમાન જ હોય.)
વળી નિત્યવસ્તુથી અભિન્ન-અવિદ્યમાન વિશેષ કરો, તો પદાર્થથી અભિન્ન વિશેષ કરવાથી પદાર્થ જ કરાયેલો થશે અને તો પદાર્થ અનિત્ય જ થશે !
*
-*
अथ मा भूदेष दोषः, 'न क्रियते' इत्याश्रीयते, न तर्हि स तस्य सहकारी, अकिञ्चित्करत्वात्, भावे वाऽतिप्रसङ्ग इति; तथाहि - यदि कञ्चन विशेषमकुर्वन्नपि स तस्य सहकार्यभ्युपगम्यते, सर्वभावानामेव तत्सहकारित्वप्रसङ्गः, तद्विशेषाकरणेनाविशेषात्, इति व्यर्था सहकारिकल्पना ।।
--• પ્રવેશરશ્મિ --
ભાવાર્થ : હવે જો આ દોષ ન થાય એ માટે ‘વિશેષ ન કરાય’ એ પક્ષનો આશ્રય કરો, તો તે તેનો સહકારી જ ન બને, કારણ કે તે અકિંચિત્કર છે. અથવા બને, તો અતિપ્રસંગ આવે. તે આ પ્રમાણે - જો કોઈપણ વિશેષ ન કરનાર પણ તેને તેનો સહકારી મનાય, તો બધા જ પદાર્થો તેના સહકારી માનવાનો પ્રસંગ આવે, કારણ કે તેમાં વિશેષ ન કરવા રૂપે તો તેઓ પણ સમાન છે. એટલે સહકારીની કલ્પના વ્યર્થ છે.
:
વિવેચન : પૂર્વપક્ષ ઃ એ બધા દોષોથી છૂટવા, અમે એવું માનીશું કે (૨) સહકારી દ્વારા વસ્તુમાં કોઈ વિશેષ કરાતો જ નથી.
ઉત્તરપક્ષ : જો વિશેષ ન કરાય તો તે આલોકાદિને સહકારી જ ન કહેવાય. જો અકિંચિત્કરને પણ (કોઈ વિશેષ ન કરનારને પણ) સહકારી માનવામાં આવે, તો અતિપ્રસંગ આવે. તે આ પ્રમાણે –
જો તે પદાર્થમાં કોઈ વિશેષ ન કરવા છતાં પણ ચક્રાદિને સહકારી માનવામાં આવે, તો જગતવર્તી તમામ પદાર્થો - વિશેષ ન કરવા છતાં પણ - સહકારી માનવા પડે ! અર્થાત્ જેમ માટીના ચક્રાદિ સહકારી છે, તેમ કપડાદિ પણ સહકારી થવા લાગે ! અને તો લોકસિદ્ધ નિયતવ્યવસ્થા અસમંજસ થઈ જાય.
સાર ઃ એટલે સહકારીની કલ્પના વ્યર્થ છે. (અને તો સહકારીના આધારે ક્યાંક, ક્યારેક અને કોઈ પ્રમાતાને જ ઘટજ્ઞાન ઉત્પન્ન થાય, એવું કહેવું પણ અસંગત ઠરે. એટલે તો વિજ્ઞાનજનનસ્વભાવી નિત્યવસ્તુથી, સર્વત્ર-સર્વદા સર્વને જ્ઞાન થવાની આપત્તિ આવે જ.)
*
अथोच्यते एवंभूत एव तस्य वस्तुनः स्वभावः, येनाविशेषकारकमपि प्रतिनियतमेव सहकारिणमपेक्ष्य कार्यं जनयति, इति
।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org