________________
अनेकान्तवादप्रवेशः
_ો નિત્યાનિત્ય-શ્રદાત્તવાવડ છે ?
દરેક વસ્તુઓ સદસરૂપ છે – એવું સિદ્ધ કરી, હવે વસ્તુની નિત્યાનિત્યરૂપતા સિદ્ધ કરવા ગ્રંથકારશ્રી બીજા અધિકારનો પ્રારંભ કરે છે –
यच्चोक्तम्-'एतेन नित्यानित्यमपि प्रत्युक्तमवगन्तव्यं विरोधादेव' इत्यादि; एतदपि न सम्यक्, प्रमाणतस्तथाऽवगमात्; तथाहि-अध्यक्षेण नित्यानित्यमेव तदवगम्यते, अन्यथा तदवगमाभावप्रसङ्गात् ।।।
- પ્રવેશરશ્મિ - ભાવાર્થ: તમે જે કહ્યું હતું કે - “એનાથી વિરોધને કારણે જ નિત્યાનિત્ય પણ નિરાકૃત થયું સમજવું” - એ બધું પણ સમ્યગુ નથી, કારણ કે પ્રમાણથી તે પ્રમાણે જ અવગમ થાય છે. તે આમ - પ્રત્યક્ષથી નિત્યાનિત્યરૂપ જ વસ્તુ જણાય છે નહીંતર તેનો અવગમ ન થવાનો પ્રસંગ આવે !
શ8 વસ્તુની નિત્યાનિત્યરૂપતા છે વિવેચન : પૂર્વપક્ષગ્રંથમાં તમે જે કહ્યું હતું કે - “નિત્ય અને અનિત્યનો વિરોધ હોવાથી, એક જ વસ્તુ નિત્યાનિત્યરૂપ છે, એનું પણ ખંડન થયું સમજવું” - તે બધું કથન પણ સમુચિત નથી, કારણ કે વસ્તુનો નિત્યાનિત્યરૂપે જ બોધ થાય છે (એટલે વસ્તુને નિત્યાનિત્યરૂપ જ માનવી જોઈએ.)
જો વસ્તુ નિત્યાનિત્ય નહીં માનો, તો તેનો બોધ જ નહીં થાય.
હવે ગ્રંથકારશ્રી, એકાંત નિત્ય કે અનિત્ય માનવામાં વસ્તુનો બોધ જ ન થાય, એવું બતાવવા પોતાની વિસ્તૃત વિચારણા મૂકી રહ્યા છે.
___तथा च, यदि तत्राप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं सर्वथा नित्यमभ्युपगम्यते; एवं तर्हि तद्विज्ञानजननस्वभावं वा स्याद् ? अजननस्वभावं वा ? यद्याद्यः पक्षः, एवं सति सर्वत्र सर्वदा सर्वेषां तद्विज्ञानप्रसङ्गः, तस्यैकस्वभावत्वात्। न चैतदेवम् । क्वचित्कदाचित्कस्यचिदेव तद्विज्ञानभावात् । न च 'सर्वथैकस्वभावस्य देशादिकृतो विशेषः' इति कल्पना युज्यते, तद्भावेऽनित्यत्वप्रसङ्गात् ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : અને વળી, જો અપ્રશ્રુત, અનુત્પન અને સ્થિર-એકસ્વભાવી સર્વથા નિત્ય મનાય, તો તે વિજ્ઞાનજનનસ્વભાવી હોય? કે વિજ્ઞાન-અજનનસ્વભાવી? જો પહેલો પક્ષ લો, તો સર્વત્ર-સર્વદા બધાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org