Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અર્થાત્ વિર્તક, કુવિચાર કે કુચેષ્ટાઓ કે બ્રહ્મચર્યનું ખંડન થાય તેવી પ્રવૃત્તિઓનો છેદ કરવા માટે તે પ્રવૃત્તિઓને અટકાવી શકાય, તેવું પ્રતિપક્ષરૂપે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
- આખું “છેદશાસ્ત્ર' આ વાતનું પગલે પગલે વિધાન કરે છે અને તે માટે ભિક્ષુ અને ભિક્ષુણીઓને વારંવાર સંબોધ્યા છે, જાગૃત કર્યા છે. તે વખતમાં આવા વિધિવત્ ઉપાશ્રયો ન હોવાથી તથા સાધુ-સાધ્વીઓ સમાજના બંધનમાં ન હોવાથી ગમે ત્યાં, ગમે તે ક્ષેત્રોમાં, ગમે તેવી જાતિઓ વચ્ચે વિચરણ કરતા હતા અને તેથી સાધુઓ અણધડ, નિર્દોષ જન જાતિઓના કુરિવાજો કે કુચેષ્ટાઓના સંપર્કમાં આવે તે સહજ હતું. શાસ્ત્રકારોએ પ્રબળ રીતે આ બધી વાતોનો ઉલ્લેખ કરી, ભિક્ષ-ભિક્ષુણીઓને ચેતવ્યા છે કે આ બધી ભૂલો કરવા જેવી નથી, તે સાધારણ ભૂલો નથી પરંતુ પ્રાયશ્ચિત્ત લેવા જેવા દોષો છે, તેથી ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. આ બધી આજ્ઞાઓમાં મહાજ્ઞાની પુરુષોએ સમયને અનુકૂળ લાગ્યું તે રીતે, તે સમયના શબ્દ પ્રવાહોના આધારે સાધુ-સાધ્વીઓને એકાંતમાં આવી આજ્ઞાઓ આપી હોય, તેમ જણાય છે.
આ ફક્ત કામવૃત્તિઓ સંબંધી જે આજ્ઞાઓ છે, તે માટે અમે વિવેચન આપ્યું છે, પરંતુ આખુ છેદશાસ્ત્ર ફક્ત વાસનાના નિયમોનો જ ઉલ્લેખ કરે છે, તેવું નથી. આ છેદ શાસ્ત્રોમાં નાની-મોટી સાધનાને અનુકૂળ એવી સંખ્યાબંધ આજ્ઞાઓ છે, જેમાં જરાપણ અસભ્યતા નથી. શાસ્ત્રનું વાંચન કરતા એ સ્પષ્ટ થાય છે કે સ્થવિર ભગવંતો સમગ્ર સાધુ જીવન માટે કેટલા બધા સાવધાન હતા અને કેટલી ચીવટભરી ઝીણી આજ્ઞાઓનું પણ ફરમાન કર્યું છે. જેમ કે- સાધુ કાન ખોતરવાની સળી પોતાને માટે માંગીને લાવે અને પછી બીજા સાધુને વાપરવા આપે તો પણ દોષના ભાગી બને છે અને તેને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે, તે જ રીતે સાધુ આહાર સંજ્ઞાનો શિકાર ન થાય તે માટે આજ્ઞા આપી છે કે ગોચરી લઈને આવ્યા પછી સારું-સારું તારવીને ન ખાય અને સામાન્ય લુખો-સુકો આહાર પરઠી દે, તે તેમ કરે તો સાધક ઘણા દોષને ભાગી બને છે.
શાસ્ત્રના વિવેચનથી લાગે છે કે- સાધુઓએ જીવનભર રૂક્ષ આહાર વાપરવાનો છે. વિગયનો સર્વથા ત્યાગ કરવાનો છે અને તે જ રીતે વર્તે, તો તેને યોગ્ય સાધુ ગણી તેનાથી વિપરીત આચરણ કરનારને દોષી માને છે. (ખાસ પ્રસંગોમાં મુખ્ય આચાર્યની આજ્ઞાથી જ પરિમિત વિગય વાપરવાનું કહ્યું છે.)
આ ઉપરાંત જેઓએ આહારસંજ્ઞાને સંક્ષિપ્ત કરી નથી અને ગૃહસ્થને ત્યાં ગોચરી જાય કે આહાર લેતી વખતે સાવધાન ન રહે તે માટે લખ્યું છે કે– જે સાધુ રસોડામાં પ્રવેશ કરી ત્યાં બનેલી બધી આહાર સામગ્રીને તીવ્ર ભાવે નિહાળ્યા પછી
$
25 ON.*