Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૨
૨૫૫
१६ भत्त-पाण-पडियाइक्खियं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए अगिलाए तस्स करणिज्जं वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्ठवियव्वे સિયા ।
ભાવાર્થ :- ભક્ત પ્રત્યાખ્યાની—યાવજીવનના અનશનના પ્રત્યાખ્યાન કરનારા ગ્લાન સાધુને ગણથી પૃથક્ કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે.
१७ अट्ठाजायं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्ठवियव्वे सिया ।
ભાવાર્થ :- પ્રયોજનાવિષ્ટશિષ્યપ્રાપ્તિ, પદ પ્રતિષ્ઠા આદિ પ્રાપ્તિની તીવ્ર ઇચ્છાથી વ્યાકુળ થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથક્ કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં બાર પ્રકારની વિભિન્ન અવસ્થાઓવાળા સાધુઓની સેવાનું કથન છે.
સંયમી જીવનમાં સેવાભાવ તે મુખ્ય ગુણ છે. વૈયાવચ્ચએ એક પ્રકારનું આત્યંતર તપ છે. સંયમી સાધકની સેવાથી તેના સંયમપાલનની અનુમોદનાનો મહામૂલો લાભ મળે છે. ગચ્છમાં રહેતા સર્વ સાધુઓએ પરસ્પર એકબીજાને સહાયક થવું જરૂરી છે.
શ્રી ઠાણાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં તથા શ્રી ભગવતી સૂત્ર શતક−૮/૮માં નવદીક્ષિત, તપસ્વી અને ગ્લાન, આ ત્રણ પ્રકારના સાધુને અનુકંપાને યોગ્ય કહ્યા છે, તેથી કોઈ પણ અવસ્થામાં રહેલા સાધુ જ્યારે ગ્લાન થાય(બીમાર પડે) ત્યારે તેની સેવા કરવી, તે સહવર્તી સાધુઓનું કર્તવ્ય છે અને તેના માટે સેવાની યથોચિત વ્યવસ્થા કરાવવી તે ગણાવચ્છેદક સાધુની ફરજ છે.
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારનો આશય એ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કે પ્રાયશ્ચિત્ત વહનકાલમાં ગ્લાન સાધુની ઉપેક્ષા ન કરવી કે તેને ગણથી પૃથક્ કરવા ન જોઈએ. જો તેની સેવા કરનાર સાધુ થાકી ગયા હોય, ખેદનો અનુભવ કરતા હોય, તો ગણાવચ્છેદકે અન્ય સેવાભાવી સાધુઓ દ્વારા તેની સેવાની વ્યવસ્થા કરાવવી જોઈએ.
અભિજ્ઞા- અગ્લાન ભાવે. સેવાનું કાર્ય અગ્લાનભાવે—કોઈ પણ પ્રકારના ખેદ વિના થાય, તો જ તે આપ્યંતરતપ અને નિર્જરાનું કારણ બને છે. ભાષ્યકારે અમિતાણ્ શબ્દનો અર્થ ‘રુચિપૂર્વક અથવા ઉત્સાહપૂર્વક સેવા કરવી અથવા સ્વયંનું કર્તવ્ય સમજીને સેવા કરવી, આ પ્રમાણે કર્યો છે.
ગ્લાન સાધુની સેવાની યોગ્ય વ્યવસ્થા હોય તો ગચ્છની તથા જિનશાસનની પ્રતિષ્ઠા વધે છે. તેમજ ધર્મની પ્રભાવના થાય છે. યોગ્ય વ્યવસ્થાના અભાવમાં રુગ્ણ સાધુની સેવા કરવા, કરાવવામાં