Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 225
________________ ઉદ્દેશક-૧૦ અહીં આચાર્ય આદિ દેશના કથનમાં વૈયાવચ્ચને પાત્ર સર્વ સાધુઓનો સમાવેશ થઈ જાય છે. ભાષ્યમાં તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાનું વિધાન છે, જેમ કે– ૩૮૧ (૧) આહાર–ઉક્ત આચાર્ય આદિને માટે યથાયોગ્ય શુદ્ધ અને નિર્દોષ આહાર લાવી આપવો (૨) પાણી—પાણીની ગવેષણા કરવી, પાણી લાવી આપવું. (૩) શયનાસન– આચાર્યાદિના શયનાસનની નિયુક્તિ કરવી, તેમના માટે સંસ્તારક– આસન, પથારી આદિ પાથરવા અથવા ગવેષણા કરીને લાવવા તથા શય્યા ભૂમિનું પ્રમાર્જન કરવું. (૪) પ્રતિલેખન– આચાર્યાદિના ઉપકરણોનું પ્રતિલેખન કરવું અથવા આવશ્યકતા અનુસાર તે ઉપકરણોની શુદ્ધિ કરવી. (૫) પાદ પ્રમાર્જન– આચાર્યાદિ બહારથી ઉપાશ્રયમાં પધારે ત્યારે તેમના પગ પોંજવા. (૬) ઔષધ– ગ્લાન સાધુ માટે ઔષધ લાવવું. (૭) માર્ગ–વિહાર આદિમાં આચાર્યાદિની ઉપધિ વહન કરવી તથા તેમની સાથે સાથે ચાલવું આદિ. (૮) રાજદ્વિષ્ટરાજાદિના દ્વેષનું નિવારણ કરવું. (૯) સ્ટેન– ચોર આદિથી રક્ષા કરવી. (૧૦) પાત્રગ્રહણ– આચાર્યાદિ સ્થંડિલ જતાં હોય, ત્યારે તેમનું પાત્રરૂપે ઉપાડવા. (૧૧) દંડગ્ગહ- આચાર્યાદિ ઉપાશ્રયની બહાર ગમનાગમન કરતા હોય ત્યારે તેમના હાથમાંથી દંડ, પાત્ર આદિ ગ્રહણ કરવા અથવા ઉપાશ્રયમાં આવે ત્યારે તેના દંડ આદિ ગ્રહણ કરવા. (૧૨) ગ્લાન– બીમાર સાધુની અનેક પ્રકારે સંભાળ લેવી, પૂછપરછ કરવી. (૧૩) માત્રક— ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, માત્રકની શુદ્ધિ કરવી અર્થાત્ એ પદાર્થોને એકાંતમાં પરઠી દેવા. ભાષ્યકારના કથન અનુસાર સૂત્રોક્ત આચાર્ય પદથી તીર્થંકરનું પણ ગ્રહણ થઈ જાય છે કારણ કે ગણધર ગૌતમ સ્વામી ભગવાનને માટે ધર્માચાર્ય શબ્દનો નિર્દેશ કરતા હતા. (ભગવતી સૂત્ર. શ. ૨ ઉ. ૧ સ્કંધક વર્ણન) || ઉદ્દેશક-૧૦ સંપૂર્ણ ॥ O ॥ વ્યવહાર સૂત્ર સંપૂર્ણ ॥

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234