Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૧૦
૩૭૧ |
|१२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- धम्मं णाममेगे जहइ णो गणसंठिई, गणसंठिई णाममेगे जहइ णो धम्म, एगे गणसंठिई वि जहइ धम्मं वि जहइ, एगे णो गणसंठिइं जहइ णो धम्म जहइ । ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુ પુરુષ કહ્યા છે, જેમ કે (૧) કેટલાક સાધુ ધર્મને છોડે છે પણ ગણની સંસ્થિતિ અર્થાત્ ગણમર્યાદા છોડતા નથી. (૨) કેટલાક સાધુ ગણની મર્યાદા છોડે છે પણ ધર્મને છોડતા નથી. (૩) કેટલાક સાધુ ગણની મર્યાદા પણ છોડે છે અને ધર્મને પણ છોડે છે. (૪) કેટલાક સાધુ ગણની મર્યાદા છોડતા નથી અને ધર્મને પણ છોડતા નથી. |१३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-पियधम्मे णाममेगे णो दढधम्मे, दढ धम्मे णाममेगे णो पियधम्मे, एगे पियधम्मे वि दढधम्मे वि, एगे णो पियधम्मे णो વજયને ભાવાર્થ - ચાર પ્રકારના સાધુ પુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ પ્રિયધર્મી હોય છે પણ દઢ ધર્મી નથી. (૨) કેટલાક સાધુ દઢધર્મી હોય છે, પણ પ્રિયધર્મી નથી. (૩) કેટલાક સાધુ પ્રિયધર્મી હોય છે અને દઢધર્મી પણ છે. (૪) કેટલાક સાધુ પ્રિયધર્મી હોતા નથી અને દઢધર્મી પણ હોતા નથી. વિવેચનઃ
પ્રસ્તુત ચૌભંગીઓમાં સાધકની ધર્મદ્દઢતા આદિની અપેક્ષાએ કથન છે. (૧) વં-ધનં – રૂપ અને ધર્મ. અહીં 'રૂપ' શબ્દથી સાધુ વેશનું કથન કર્યું છે અને ધર્મ શબ્દથી સાધુ ધર્મ અથવા શ્રાવકધર્મ કે જિનાજ્ઞાના પાલન રૂપ ધર્મનું ગ્રહણ કર્યું છે. ચારિત્ર મોહનીયકર્મના ઉદયે તેમજ અન્યનિમિત્તોના સંયોગે જીવની વિભિન્નસ્થિતિઓ થાય છે. તેમાં સાધકની ક્ષમતા અને ભાવની તરતમતાના આધારે થતા ચાર ભંગ અહીં બતાવ્યા છે. કેટલાક સાધકો ભાવોમાં મંદતા આવવા છતાં સાધુવેશ છોડતા નથી પણ સાધ્વાચારનો ભંગ કરે છે. કેટલાક સાધુ વેશ છોડીને પણ ધર્મભાવોને જાળવી રાખે છે. આ રીતે ચાર ભંગ સમજી લેવા જોઈએ. (૨) જનસંવુિં —- ગણસંસ્થિતિ, ગણની મર્યાદા, આચારસંહિતા. ધર્મ અને ગણસ્થિતિની ચૌભંગીમાં ધર્મ એટલે પ્રભુઆજ્ઞા કે સંયમધર્મ, સંયમ મર્યાદા અને ગણસંસ્થિતિ એટલે ગુરુ આજ્ઞા કે સંપ્રદાયની વિશિષ્ટ મર્યાદા. ક્ષેત્રકાળને આશ્રિત ગચ્છ કે સંપ્રદાયના જે વિશેષ નિયમ હોય તે ગચ્છની સમાચારી, ગણસંસ્થિતિ કહેવાય. સાધકોની ભિન્ન-ભિન્ન મનોદશાના કારણે સૂત્રોક્ત ધર્મ અને ગણ સંસ્થિતિની ચૌભંગી ઘટિત થાય છે. (૧) કેટલાક સાધુ પ્રસંગાનુસાર સંયમ મર્યાદાને છોડે છે પણ ગચ્છ સમાચારીનું દઢતાથી પાલન કરે છે. (૨) કેટલાક સાધુ પરિસ્થિતિ આવતાં ગચ્છ સમાચારીને છોડે પણ સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. (૩) કેટલાક સાધુ બંને પ્રકારની મર્યાદાઓને સાચવીને વ્યવહાર કરે છે. (૪) કેટલાક સાધુ પરિસ્થિતિ આવતાં બંને મર્યાદાઓને છોડી દે છે. (૩) જિયધર્મેન્દધર્મે :- ધર્મપ્રિયતા-ધર્મદઢતા. પ્રીતિ ભાવથી, આનંદથી ધર્મને સ્વીકારવો અને ધૃતિ, સહનશક્તિ તથા ક્ષમતાના કારણે વિપત્તિમાં પણ ધર્મથી ચલિત ન થવું.
આ ત્રીજી ચૌભંગીમાં ધર્માચારણોની દ્દઢતા અને ધર્મ પ્રત્યે અંતરંગ પ્રેમ આ બે ગુણોનું કથન છે.