Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 219
________________ ઉદ્દેશક-૧૦ ૩૭૫ सत्तराइंदिया जहण्णिया, चाउम्मासिया मज्झिमा, छम्मासिया उक्कोसाया । ભાવાર્થ :- નવદીક્ષિત શિષ્યની ત્રણ શૈક્ષ ભૂમિઓ કહી છે. જેમ કે– (૧) જઘન્ય (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. (૧) જઘન્ય સાત દિવસ રાતની (ર) મધ્યમ ચાર માસની અને (૩) ઉત્કૃષ્ટ છ માસ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં નવદીક્ષિત શૈક્ષ સાધુની શૈક્ષતાની કાલમર્યાદા દર્શાવી છે. મેદભૂમિઓઃ-શૈક્ષ – શિક્ષાને પ્રાપ્ત કરનાર. યાવવન સામાયિક ચારિત્ર અંગીકાર કરનાર નવદીક્ષિત સાધુને શૈક્ષ કહે છે. ચારિત્રના સ્વીકાર પછી નવદીક્ષિત સાધુના ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાના અભ્યાસ કાલને શૈક્ષભૂમિ કહે છે. સામાયિક ચારિત્ર અંગીકાર કર્યા પછી તે સાધુને અમુક દિવસ પછી છેદોપસ્થાપનીય ચારિત્ર અર્થાત પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત ધારણ કરાવવામાં આવે છે, જેને વડીદીક્ષા કહે છે. આગમની પરિભાષામાં તેને ઉપસ્થાપના અથવા મહાવતારોપણ કહેવાય છે. આ ઉપસ્થાપનાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે નવદીક્ષિત શિષ્યને વિધિ સહિત આવશ્યક સૂત્ર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું સામાન્ય જ્ઞાન, દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનની અર્થ સહિત વાંચના પૂર્વક કંઠસ્થ કરાવવા, પ્રતિલેખનાદિ દૈનિક ક્રિયાઓનો બોધ પ્રાપ્ત કરાવવો વગેરે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાનો અભ્યાસ શૈક્ષ કાલમાં થાય છે, તેથી તે કાલમર્યાદાને રીક્ષ ભૂમિ કહે છે. વ્યક્તિની યોગ્યતા પ્રમાણે તે કાલ મર્યાદાના ત્રણ ભેદ છે. सत्तराइंदिया :- જઘન્ય કાલમર્યાદા સાત રાત્રિ-દિવસ છે. નવ દીક્ષિત સાધુ ઉપરોક્ત અભ્યાસ સાત દિવસમાં પૂર્ણ કરી લે, તેની યોગ્યતા કેળવાય જાય તો તેને સાત રાત્રિ-દિવસ વ્યતીત થાય ત્યારે છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરાય છે. પતમાંસા :- જે નવદીક્ષિત સાધુ ચાર મહિનામાં ઉક્ત કર્તવ્યોને શીખે છે, તેના માટે મધ્યમ કાલમર્યાદા ચાર માસની છે. છમાસા :- - જે નવદીક્ષિત સાધુને કોઈપણ કારણોથી ઉક્ત કર્તવ્યોને શીખતા છ માસ વ્યતીત થાય અથવા તે સાધુના માતા-પિતા આદિ પુજનીય પુરુષની વડીદીક્ષાને માટે રાહ જોવાની હોય, તો તેના માટે ઉત્કૃષ્ટ કાલમર્યાદા છ માસની છે. પ્રચલિત વર્તમાનકાલીન પરંપરા પ્રમાણે સાતમે દિવસે પણ વડીદીક્ષા—મહાવ્રતનું આરોપણ થાય છે. નવદીક્ષિત શિષ્યમાં યોગ્યતા પ્રાપ્ત થવા છતાં આચાર્ય વડીદીક્ષા આપવામાં ઉપરોક્ત કાલમર્યાદાનું ઉલ્લંધન કરે, તો તે પ્રાયશ્ચિત્તના અધિકારી છે. તવિષયક વિસ્તૃત વિવેચન ઉર્દૂ. ૪માં છે. બાલ સાધુને ઉપસ્થાપનાનો નિષેધ : २० णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा खुट्टगं वा खुट्टियं वा ऊणट्ठवासजायं उवट्ठावेत्तए वा संभुंजित्तए वा । ભાવાર્થ:સાધુ-સાધ્વીઓને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળક-બાલિકાને વડીદીક્ષા આપી અને તેની સાથે આહાર કરવો કાપતો નથી.

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234