Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 201
________________ ઉદ્દેશક-૯ ૩૫૭ આહાર આપે, તેટલી દત્તીઓ કહેવી જોઈએ. (૨) આહાર દેનાર ગૃહસ્થો સાથે જો છાબડીથી, વસ્ત્રથી અથવા ચમચાથી અટક્યા વિના સાધુના હાથમાં જેટલો આહાર આપે, તે બધો આહાર એક દત્તી કહેવાય છે. (૩) જ્યાં અનેક ગૃહસ્થ જમતા હોય અને તે બધા પોતાપોતાનો આહાર ભેગો કરીને અટક્યા વિના સાધુના હાથમાં એક સાથે આપે, તે બધો આહાર એક દત્તી કહેવાય છે. વિવેચનઃ સપ્તસપ્તતિકા આદિ ભિક્ષુ પ્રતિમાઓમાં દત્તીઓની નિશ્ચિત સંખ્યામા આહાર ગ્રહણ કરવાનું વર્ણન છે અને પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે દત્તીનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. દાતા એક જ વારમાં ધાર ખંડિત કર્યા વિના જેટલો આહાર કે પાણી સાધુના પાત્રમાં કે હાથમાં આપે તેને એક દત્તી આહાર કે પાણી કહેવાય છે. તે આહાર કે પાણી હાથથી આપે અથવા કોઈ વાસણથી આપે, ચમચા, છાબડી આદિથી આપે કે વસ્ત્રની થેલીમાંથી કાઢીને આપે, અલ્પમાત્રામાં દઈને અટકી જાય અથવા અટક્યા વિના વધારે માત્રામાં આપે, તે ઓછો કે વધુ એકવારમાં અપાયેલા આહાર અથવા પાણી એક દત્તી કહેવાય છે. ક્યારેય કોઈ ખાદ્ય પદાર્થ અનેક વાસણોમાં અથવા અનેક વ્યક્તિઓના હાથમાં જુદા જુદા રાખેલા હોય તેને એક વાસણમાં અથવા એક હાથમાં એકઠા કરીને એક સાથે પાત્રમાં આપે તો પણ એક દત્તી કહેવાય છે. પાત્ર નહીં રાખનાર અર્થાત્ કરપાત્રી સાધુના હાથમાં ઉપર્યુક્ત વિધિથી જેટલો આહાર એક સાથે અપાય, તે તેના માટે એક દત્તી કહેવાય છે. ત્રણ પ્રકારનો આહાર - ४५ तिविहे उवहडे पण्णत्ते, तं जहा- फलिओवहडे सुद्धोवहडे संसट्ठोवहडे । ભાવાર્થ :- ખાદ્ય પદાર્થ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમ કે– (૧) ફલિતોપહત– મિષ્ઠાન્ન, ફરસાણ, શાક વગેરે અનેક પદાર્થોના સંયોગોથી સંસ્કારિત ખાદ્યપદાર્થ, (૨) શુદ્ધોપહત– ચણા, મમરા, ધાણી આદિ વ્યંજનરહિત શુદ્ધ અલેપ્ય ખાદ્યપદાર્થ, (૩) સંસૃષ્ટોપહત– ભાત, ખીચડી વગેરે વ્યંજન(મસાલા)રહિત સલેપ્ય ખાદ્યપદાર્થ. અભિગ્રહ ધારણ કરનાર સાધુ તેમાંથી કોઈ પણ પ્રકારના આહારને ગ્રહણ કરવાનો અભિગ્રહ કરી શકે છે. અવગૃહીત આહારના પ્રકાર : जं च ४६ तिविहे ओग्गहिए पण्णत्ते, तं जहा- जंच ओगिण्हइ, जं च साहरइ, આસસિ (થાસસિ) વિવવ, ો વમાહંસુ । एगे पुण एवमाहंसु, दुविहे ओग्गहिए पण्णत्ते, तं जहा- जं च ओगिण्ह, ન ચ આસસિ (થાસiસિ) વિશ્વવર્ I ભાવાર્થ :- કેટલીક અપેક્ષાએ એમ કહેવાય છે કે પીરસવા માટે ગ્રહણ કરાયેલા અવગૃહીત આહારના ત્રણ પ્રકાર છે જેમ કે– (૧) જે વાસણમાં ખાદ્યપદાર્થ પડયા હોય અથવા બનાવેલા હોય તેમાંથી કાઢીને

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234