Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૭૨
શ્રીવ્યવહાર સૂત્ર
શ્રમણ નિગ્રંથને આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદક પદ આપવું કલ્પે છે.
८ स च्चेव णं से अट्ठावासपरियाए समणे णिग्गंथे जो आयारकुसले जो संजमकुसले णो पवयणकुसले णो पण्णत्तिकुसले णो संगहकुसले णो उवग्गहकुसले खयायारे भिण्णायारे सबलायारे संकिलिट्ठायारे अप्पसुए अप्पागमे णो कप्पइ आयरियत्ताए उवज्झायत्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए ।
ભાવાર્થ :- તે જ આઠવર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ, જો આચાર કુશળ, સંયમ કુશળ, પ્રવચન કુશળ, પ્રજ્ઞપ્તિ કુશળ, સંગ્રહ કુશળ અને ઉપગ્રહમાં કુશળ ન હોય, ક્ષત, ભિન્ન, શબલ અને સંકિલષ્ટ, આચારવાન હોય, અલ્પદ્ભુત અને અલ્પ આગમના જાણકાર હોય, તો તેને આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક પદ આપવું કલ્પતું નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગણાવચ્છેદક પદની યોગ્યતા સંબંધી ઉત્સર્ગ વિધિનું કથન છે.
ગણાવચ્છેદક ગણસબંધી અનેક કર્તવ્યોને પૂર્ણ કરી આચાર્યને તેની ચિંતાથી મુક્ત રાખે છે અર્થાત્ ગચ્છના સાધુઓની સેવા, વિચરણ તથા પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થાઓનું ઉત્તરદાયિત્વ ગણાવચ્છેદકનું હોય છે. જો કે અનુશાસનનું પૂર્ણ ઉત્તરદાયિત્વ આચાર્યનું હોય છે તો પણ વ્યવસ્થા તથા કાર્ય સંચાલનનું ઉતરદાયિત્વ ગણાવચ્છેદકનું વિશેષ હોવાથી તેની દીક્ષાપર્યાય ઓછામાં ઓછી આઠ વર્ષની હોવી જરૂરી છે.
ગણાવચ્છેદક પદ માટે ઓછામાં ઓછા ઠાણાંગસૂત્ર અને સમવાયાંગસૂત્રને કંઠસ્થ કરવા જરૂરી છે. ગણાવચ્છેદ પૂર્વોક્ત(આચાર્ય પદ પ્રાપ્તિ માટે જરૂરી) નવ સૂત્ર ઉપરાંત ઠાણાંગ-સમવાયાંગના ધારક હોય છે, યથા– (૧) શ્રી આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્ર (૭) દશાશ્રુત સ્કંધ સૂત્ર (૮) બૃહત્કલ્પ સૂત્ર (૯) વ્યવહાર સૂત્ર (૧૦) ઠાણાંગ સૂત્ર તથા (૧૧) સમવાયાંગ સૂત્ર, આ અગિયાર સૂત્રોને ધારણ કર્યા હોય, તે ઉપરાંત આચારકુશળ આદિ દશગુણ સંપન્ન, બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુ ગણાવચ્છેદક પદને પામી શકે છે.
ગણાવચ્છેદક પદથી આચાર્ય કે ઉપાધ્યાય પદનું વિશેષ મહત્ત્વ છે, તો પણ કાર્યની અપેક્ષાએ તેમજ ગણની વ્યવસ્થાની અપેક્ષાએ ગણાવચ્છેદકનું કાર્યક્ષેત્ર વિશાળ છે.
અહીં સૂત્રમાં ગણાવચ્છેદકની સાથે સાથે અન્ય પદવીઓનો પણ સંગ્રહ કોઈ કોઈ પ્રતોમાં પ્રાપ્ત થાય છે. જેની કુલ સંખ્યા કોઈ પ્રતોમાં છ અથવા સાત પણ મળે છે. ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથોમાં કહ્યું છે કે પ્રત્યેક વિશાળ ગચ્છમાં પાંચ પદવીધરોનું હોવું આવશ્યક છે. અન્યથા તે ગચ્છ સાધુઓને સમાધિમાં રહેવા માટે અયોગ્ય, અવ્યવસ્થિત અને ત્યાજ્ય છે. તે પાંચ પદવીઓ આ પ્રમાણે છે– (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તક (૪) સ્થવિર (૫) ગણાવચ્છેદક.
તેમાંથી પ્રવર્તક સિવાય ચાર પદવીધરોનું કર્તવ્ય, અધિકાર, આદિનું કથન અનેક આગમોમાં છે. જેમ કે (૧) આચાર્ય અને ઉપાધ્યાયના નેતૃત્વ વિના બાળ, તરુણ સંતોને રહેવાનો નિષેધ છે. (૨) કેટલાક જરૂરી કામ સ્થવિરને પૂછીને જ કરવાનું વિધાન છે. (૩) પ્રાયશ્ચિત્ત આપવું અથવા ગચ્છથી અલગ કરવા આદિ કાર્ય ગણાવચ્છેદકના નિર્દેશ અનુસાર કરવાનું કથન છે. ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથોમાં પ્રવર્તકનું કાર્ય સહવર્તી સાધુઓને સમાચારીમાં પ્રવૃત્ત કરાવવાનું કહ્યું છે. આ પાંચ પદવી સિવાય સૂત્રોમાં ગણ અને