Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 195
________________ ઉદ્દેશક-૯ | ૩૫૧ | શધ્યાતરના સ્વજનનો આહાર-શય્યાતરના સહયોગથી જ જે જ્ઞાતિજનો જીવન વ્યતીત કરતા હોય અર્થાત્ તેનો સંપૂર્ણ ખર્ચ શય્યાતર જ આપતા હોય, તે જ્ઞાતિજનો શય્યાતરના ઘરની અંદર અથવા બહાર, એક ચૂલા પર કે અલગ ચૂલા પર ભોજન બનાવે વગેરે કોઈ પણ વિકલ્પમાં સાધુ તેના આહારાદિ ગ્રહણ કરી શકતા નથી. શધ્યાતરના જ્ઞાતિજનો અથવા અન્ય વ્યક્તિઓને શય્યાતર તરફથી મર્યાદિત ખર્ચ અપાતો હોય અને તેના વધ–ઘટના જવાબદાર શય્યાતર ન હોય તો તે જ્ઞાતિજનો પોતાના આહારમાંથી સાધુને આપે, તો સાધુ તે આહારાદિ ગ્રહણ કરી શકે છે. શય્યાતરના ભાગીદારનો આહાર :- શય્યાતર અને અશય્યાતર (અન્ય ગૃહસ્થ)ની ભાગીદારીની દુકાન હોય, તેમાં કયારેક કોઈ વિભાજિત વસ્તુમાં શય્યાતરનું માલિકીપણું ન હોય અથવા કોઈ પદાર્થ ભાગીદારની સ્વતંત્ર માલિકીનો હોય તો તેને ગ્રહણ કરવાથી શય્યાતરપિંડનો દોષ લાગતો નથી, તેથી સુત્રોક્ત દુકાનોમાંથી ગુહસ્થ નિમંત્રણ કરે અને જરૂર હોય તો તે પદાર્થ વિવેકપૂર્વક ગ્રહણ કરી શકાય છે, પરંતુ શય્યાતરની ભાગીદારીવાળા કોઈપણ પદાર્થો સાધુને માટે અગ્રાહ્ય છે. સંક્ષેપમાં જે પદાર્થોમાં શય્યાતરનો આંશિક પણ હિસ્સો રહેતો હોય, તે શય્યાતરપિંડ જ કહેવાય છે અને તે સાધુને માટે અગ્રાહ્ય છે. શય્યાતરપિંડ સંબંધી વર્ણન નિશીથ ઉદ્દે.-૨, બૃહત્કલ્પ ઉદ્-૨, દશાશ્રુત સ્કંધ દશા-૨ અને (વ્યવહાર) ઉદ્દેદમાં પણ છે. સપ્તસપ્તમિકા આદિ ભિક્ષુ પ્રતિમાઓ :|३७ सत्त-सत्तमिया णं भिक्खुपडिमा एगूणपण्णाए राइदिएहिं एगेणं छण्णउएणं भिक्खासएणं अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । ભાવાર્થ :- સખસખમિકા- સાત સાત દિવસની ભિક્ષપ્રતિમા ઓગણપચાસ (૪૯) રાત દિવસમાં એકસો છત્રુ (૧૯૬) ભિક્ષાદત્તીઓથી સૂત્ર અનુસાર યાવત જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. ३८ अट्ठ-अट्ठमिया णं भिक्खुपडिमा चउसट्ठीए राइदिएहिं दोहिं य अट्ठासिएहिं भिक्खासएहिं अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ ।। ભાવાર્થ :- અષ્ટઅષ્ટમિકા- આઠ આઠ દિવસની ભિક્ષુપ્રતિમા ચોસઠ(૬૪) રાત દિવસમાં બસ્સો અટ્ટાસી(ર૮૮) ભિક્ષાદત્તીઓથી સૂત્ર અનુસાર યાવત્ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. |३९ णव-णवमिया णं भिक्खुपडिमा एगासीए राइदिएहिं चउहिं य पंचुत्तरेहिं भिक्खासएहिं अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । ભાવાર્થ - નવનવમિકા–નવ નવ દિવસની ભિક્ષુપ્રતિમા એકયાસી (૮૧) રાત દિવસમાં ચારસો પાંચ (૪૦૫) ભિક્ષાદત્તીઓથી સૂત્ર અનુસાર યાવત્ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. ४० दस-दसमिया णं भिक्खुपडिमा एगेणं राइदियसएणं अद्धछडेहिं य भिक्खासएहिं जाव आणाए अणुपालिया भवइ । ભાવાર્થ :- દસદસમિકા– દશ દશ દિવસની ભિક્ષુ પ્રતિમા સો(100) રાત દિવસમાં પાંચસો પચાસ (૫૫૦) ભિક્ષાદત્તીઓથી સૂત્ર અનુસાર વાવ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234