Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩૬ ]
શ્રીવ્યવહાર સૂત્ર
સ્થાનની આસપાસના ક્ષેત્રમાં એક, બે કે ત્રણ દિવસ સુધી કરે છે. ચાતુર્માસ માટેના શય્યા-સંસ્તારક ચાર માસ સુધી ઉપયોગમાં લેવાના હોવાથી તે જ પ્રામાદિમાંથી અથવા નિકટના બીજા ગ્રામાદિમાંથી પણ એક, બે કે ત્રણ દિવસ સુધી તેની ગવેષણા માટે જઈ શકે છે અને સ્થિરવાસ માટેના શય્યા-સંસ્તારક દીર્ઘકાલ સુધી ઉપયોગમાં લેવાના હોવાથી તેની ગવેષણા ઉત્કૃષ્ટ પાંચ દિવસ સુધી તે ગ્રામાદિમાં અથવા દૂરના ગ્રામાદિમાં જઈને પણ કરી શકાય છે.
ક્ષેત્ર અને કાલની મર્યાદાથી સાધનો આસક્તિનો ભાવ ઘટે છે. અન્યથા સારી વસ્તુના આકર્ષણથી સાધુ તે વસ્તુ ગ્રહણ કરવા દૂર દૂરના ક્ષેત્ર સુધી પરિભ્રમણ કર્યા કરે છે. એકાકી સ્થવિરના ભંડોપકરણની સુરક્ષા - | ५ थेराणं थेरभूमिपत्ताणं कप्पइ दंडए वा भंडए वा छत्तए वा मत्तए वा लट्ठिया वा भिसे वा चेले वा चेलचिलिमिलिया वा चम्मे वा चम्मकोसे वा चम्मपलिच्छेयणए वा अविरहिए ओवासे ठवेत्ता गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तए वा णिक्खमित्तए वा । कप्पइ णं सण्णियट्ठचारीणं दोच्चपि उग्गह अणुण्णवेत्ता परिहरित्तए । ભાવાર્થ :- સ્થવિર અવસ્થાને પ્રાપ્ત થયેલા (એકલા રહેતા હોય તેવા) સ્થવિરોને દંડ, ભાંડ-પાત્ર, છત્ર, માત્રક-માટીનું પાત્ર, લાકડી, લાકડાનું આસન, વસ્ત્ર, વસ્ત્રની મચ્છરદાની, ચામડું, ચર્મકોષ, ચર્મ પરિચ્છેદનક, (ચામડું છેદવાનું સાધન) અવિરહિત સ્થાનમાં રાખીને અર્થાત્ કોઈને ધ્યાન રાખવાનું કહીને અથવા તેને સોંપીને ગૃહસ્થના ઘરે આહાર માટે જવું-આવવું કહ્યું છે. ગોચરી લઈને પાછા ફરતા જેને દંડ આદિ ઉપકરણોનું ધ્યાન રાખવાનું કહ્યું હોય, તેની પાસેથી બીજીવાર આજ્ઞા લઈને ગ્રહણ કરવા કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એકલવિહારી સ્થવિર સાધુના ઉપકરણો તથા તેની સુરક્ષા માટેની પદ્ધતિનો નિર્દેશ છે. વેરા વેરભૂમિપરા – પ્રસ્તુત સૂત્રમાં કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં એકલવિહારી થયેલા અતિવૃદ્ધ સ્થવિરકલ્પી સ્થવિર સાધુનું કથન છે. તેઓ કર્મના ઉદયે એકાકીપણે રહીને શક્તિ પ્રમાણે સંયમનું પાલન કરતાં હોય તેવા વૃદ્ધ સાધુને શારીરિક કારણોથી અનેક ઔપગ્રહિક ઉપકરણો રાખવા પડે છે. તે બધા ઉપકરણોને સાથે લઈને ગોચરી આદિને માટે તે જઈ શકતા નથી. ક્યારેક તેને રહેવા અસુરક્ષિત સ્થાન મળે તો તે ઉપકરણો છોડીને જવાથી બાળકો અથવા કુતરા તેને તોડી નાખે, ઉપાડી જાય, ચોર ચોરી જાય, ઇત્યાદિ કારણોથી તે વૃદ્ધ સાધુ પોતાના ઉપકરણોની સુરક્ષા માટે કોઈને નિયુક્ત કરીને જાય અથવા પાસે કોઈ બેઠા હોય તો તેને ભલામણ કરીને જાય અને ફરી આવીને તેને જણાવે કે હું આવી ગયો છું, ત્યારપછી જ તે ઉપકરણોને ગ્રહણ કરે.
સામાન્ય સાધુઓના ઉપકરણો સીમિત હોય છે. સુત્રોક્ત વૃદ્ધ સાધના ઉપકરણો સામાન્ય સાધુઓથી વિશેષ હોય છે. તેની વૃદ્ધાવસ્થાના કારણે ચાલવા સમયે ટેકા માટે દંડ, લાકડી આદિ રાખે છે, ગરમી આદિથી રક્ષા માટે છત્ર, મળ, મૂત્ર, કફ આદિ વિકારોના કારણે અનેક માત્રક, માટીના ઘડા આદિ ભાંડ, તે સિવાય વસ્ત્ર, પાત્ર, મચ્છર આદિથી રક્ષા કરવા માટે મચ્છરદાની, બેસવા માટે કૃત્તિકા-લાકડાનું