Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૪૨ ]
શ્રીવ્યવહાર સૂત્ર
इगतीसं (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे किंचूणोमोयरिया ।
बत्तीसं (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) केवले आहारं आहारेमाणे पमाणपत्ते।
एत्तो एकेण वि कवलेण ऊणगं आहारं आहारेमाणे समणे णिग्गंथे णो पकामभोइ त्ति वत्तव्व सिया । ભાવાર્થ :- (૧) આઠ કવલ પ્રમાણ આહાર કરનારા સાધુ અલ્પાહારી છે. (૨) બાર કવલનો આહાર કરનારા સાધિક અર્ધ આહારી, અપાર્ધ-અર્ધાથી ઓછી ઉણોદરી કરનારા છે. (૩) સોળ કવલનો આહાર કરનારા દ્વિભાગ આહારી, અર્ધ ઉણોદરી કરનારા છે. (૪) ચોવીસ કવલનો આહાર કરનારા ત્રણ ભાગ આહારી, ચતુર્થાશ ઉણોદરી કરનારા છે. (૫) એકત્રીસ કવલનો આહાર કરનારા કિચિંતુ ન્યુન ઉણોદરી કરનારા છે. (૬) બત્રીસ કવલનો આહાર કરનારા પ્રમાણોપેત પૂર્ણ આહારી છે.
તેનાથી એક પણ કવલ ઓછો આહાર કરનાર શ્રમણ-નિર્ઝન્ય પ્રકામભોજી-ભર પેટ ખાનારા કહેવાતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્ય ઉણોદરી તપના પાંચ ભેદનું કથન છે.
ભગવતી સુત્ર શતક-૨૫ તથા ઉવવાઈસૂત્રમાં પણ ઉણોદરીતપના વિષયમાં આ રીતે જ કથન છે. ભગવતી સૂત્રમાં આહાર ઉણોદરીના સ્વરૂપની સાથે જ ઉપકરણ ઉણોદરી આદિ ભેદોનું પણ સ્પષ્ટીકરણ છે.
ઉત્તરા. અ. ૩૦માં તપવર્ણનમાં આહાર-ઉણોદરી તપનું જ કથન છે. ઉપકરણ ઉણોદરી આદિ ભેદોની વિવક્ષા ત્યાં નથી. ત્યાં આહાર ઉણોદરીના ૫ ભેદ કહ્યા છે. (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી અને (૫) પર્યાયથી.
પ્રસ્તુત સૂત્રમાં આહાર ઉણોદરીના પાંચ ભેદમાંથી પ્રથમ દ્રવ્ય ઉણોદરીના પાંચ ભેદ કહ્યા છે. (૧) અલ્પાહાર :– એક કવલથી આઠ કવલ પ્રમાણ આહાર કરવાથી અલ્પાહાર ઉણોદરી થાય છે. (૨) અપાર્ધ ઉણોદરી– નવથી બાર કવલ અથવા પંદર કવલ પ્રમાણ આહાર કરવાથી અર્ધા આહારથી ઓછો આહાર કરાય છે. તેને અપાર્ધ ઉણોદરી કહે છે અર્થાત્ તે સાધિક અર્ધ ઉણોદરી થાય છે. ૩) બે ભાગ પ્રાપ્ત ઉણોદરી (અર્ધ ઉણોદરી) - ૧૬ કવલ પ્રમાણ આહાર કરવાથી અર્થો આહાર ગ્રહણ થાય છે. પૂર્ણ આહારના ચાર ભાગ વિવક્ષિત કરવાથી બે ભાગરૂપ આહાર ગ્રહણ થાય અને બે ભાગનો ત્યાગ થાય છે, તેથી તેને બે ભાગ આહારી અર્થાતુ અર્ધ ઉણોદરી કહે છે. (૪) ત્રણ ભાગ પ્રાપ્ત આંશિક ઉણોદરી - ૨૪ કવલ થી ૩૦ કવલ પ્રમાણ આહાર કરવાથી ત્રણ ભાગનો આહાર થાય છે અને એક ભાગ આહારની ઉણોદરી થાય છે. તેના માટે સૂત્રમાં આંશિક ઉણોદરી