Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૮
.
૩૩૭ ]
આસન અને ચર્મ છેદનક પણ રાખે છે અર્થાતુ પોતાને જરૂરી, ઉપયોગી, ઉપકરણો તે રાખે છે, તેમાંથી ગોચરી જવા સમયે જે ઉપકરણોની જરૂર ન હોય તેને સુરક્ષિત સ્થાનમાં કોઈને સોંપીને જાય છે અને પાછા આવે ત્યારે આજ્ઞાપૂર્વક પાછા ગ્રહણ કરે છે. શય્યા સસ્તારકની આજ્ઞાવિધિ:
६ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चपि ओग्गहं अणणुण्णवेत्ता बहिया णीहरित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક(પાઢીહારા) લાવેલા શય્યા-સંતારક અથવા શય્યાતરના શયા-સંસ્મારક બીજીવાર આજ્ઞા લીધા વિના બીજે લઈ જવા કલ્પતા નથી. | ७ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता बहिया णिहरित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક(પાઢીહારા)શધ્યા-સંસ્મારક અથવા શય્યાતરના શય્યાસંસ્કારક બીજીવાર આજ્ઞા લઈને જ બીજે લઈ જવા કલ્પ છે. | ८ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा, सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुण्णवेत्ता अहिट्टित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક શય્યા-સંસ્મારક અથવા શય્યાતરના શય્યા-સંસ્મારક (ગૃહસ્થને) પાછા સર્વથા સોંપી દીધા પછી બીજીવાર આજ્ઞા લીધા વિના કામમાં લેવા કલ્પતા નથી. | ९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुण्णवेत्ता अहिद्वित्तए। ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક શય્યા-સંતારક અથવા શય્યાતરના શય્યાસંસ્તારક(ગૃહસ્થને) સર્વથા પાછા સોંપી દીધા પછી બીજીવાર આજ્ઞા લઈને કામમાં લેવા કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાતિહારિક ઉપકરણોને અન્યત્ર લઈ જવા માટે ફરી આજ્ઞા લેવાની વિધિ દર્શાવી છે. पाडिहारियं सेज्जासंथारगं ગુહસ્થને ત્યાંથી યાચના કરીને લાવેલા પાટ-પાટલા વગેરે પ્રાતિહારિક શધ્યાસંસ્તારક છે. સાયિતિયં સેકંથા:- સાધુ જે મકાનમાં રહ્યા હોય, તે મકાનમાં જ કોઈ પાટ-પાટલા વગેરે પડ્યા હોય, તેનો ઉપયોગ પણ સાધુ શય્યાતરની આજ્ઞાપૂર્વક કરી શકે છે, શય્યાતરના શય્યા-સંસ્તારક છે.
આ બંને પ્રકારના શય્યા-સંસ્તારક પાઢીહારા જ હોય છે. તે ઉપકરણો સાધુને પોતાની સાથે બીજા સ્થાનમાં લઈ જવા હોય, તો તેના માલિકની આજ્ઞા લેવી જરૂરી છે.