Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૩
[૨૯]
આચાર પ્રકલ્પ. (૪) આચારાંગથી પૃથક કરેલા ખંડ અથવા વિભાગ રૂપે સૂત્ર અથવા અધ્યયન, તે આચારપ્રકલ્પ અર્થાત્ નિશીથ સૂત્ર.
આ રીતે વિવિધ વ્યાખ્યાઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે “આચાર પ્રકલ્પ' શબ્દપ્રયોગ આચારાંગ સૂત્ર અને નિશીથસૂત્રનો બોધક છે.
આચારાંગ સુત્ર અને નિશીથ સૂત્રના જ્ઞાતા હોય, તે આચાર પ્રકલ્પધર છે. આચારાંગ સૂત્રમાં આચાર સંબંધી વિધાન છે અને નિશીથ સૂત્રમાં તે આચાર મર્યાદાના ઉલ્લંઘનના પ્રાયશ્ચિત્તનું કથન છે.
ઉપાધ્યાય આચાર-પ્રકલ્પના સૂત્ર, અર્થ અને તદુભયના જ્ઞાતા હોય અને ઉત્કૃષ્ટ દ્વાદશાંગીના જ્ઞાતા હોય છે. વ્યવહાર સૂત્રના દશમા ઉદ્દેશકના વિધાન અને નિશીથ સૂત્રના ૧૯મા ઉદ્દેશકના પ્રાયશ્ચિત્ત વિધાનથી ફલિત થાય છે કે ઉપાધ્યાય પદ માટે શ્રી આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર તથા નિશીથ સૂત્ર, આ પાંચ સૂત્રોનું સૂત્ર અને અર્થ રૂપે ધારણ કરવા અનિવાર્ય છે.
છેદોપસ્થાપનીય ચારિત્રના આરોપણ પૂર્વે જ આવશ્યક સૂત્રનું જ્ઞાન જરૂરી છે અને અધ્યયન ક્રમ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રની વાચના પૂર્વે જ દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રનું જ્ઞાન જરૂરી છે. આ રીતે જ આચાર પ્રકલ્પધર હોય છે તે ઉપરોક્ત પાંચ સૂત્રોના જ્ઞાતા હોય જ છે અને તે સાધુ ઉપાધ્યાય પદને પામી શકે છે.
કોઈપણ પદની પ્રાપ્તિ માટે આચાર શુદ્ધિ તથા વ્યવહાર શુદ્ધિ જરૂરી છે, તેથી સૂત્રકારે અન્ય અનેક ગુણોનું કથન કર્યું છે, યથા(૧) આચાર કશળ જ્ઞાનાચાર આદિ પંચાચાર પાલનની સર્વ વિધિઓમાં પારંગત, ગચ્છના સર્વ સાધુઓમાં વિનય, વ્યવહાર, સેવા આદિ સર્વ વ્યવસ્થાઓમાં કુશળ હોય, તે આચાર કુશળ છે. (૨) સંયમ કુશળ :- સત્તર પ્રકારના શુદ્ધ સંયમ પાલન કરવામાં અને કરાવવામાં નિપુણ તથા ઇન્દ્રિય વિજયી હોય, તે સંયમ કુશળ છે. (૩) પ્રવચન કશળ - જિનાગમના રહસ્યોના જ્ઞાતા, જેની વાણી બીજાને સબોધ પમાડવામાં તથા જિનધર્મની પ્રભાવના કરવામાં સક્ષમ હોય અર્થાત્ સફળ ઉપદેષ્ટા હોય, તે પ્રવચન કુશળ છે. (૪) પ્રશસ્તિ કશળ - સ્વ સિદ્ધાંતો તથા લૌકિક શાસ્ત્રો, વેદ-વેદાંગ આદિના જ્ઞાતા તથા કુદર્શનનો ત્યાગ કરીને સ્વ સિદ્ધાંતની પુષ્ટિ કરવામાં સક્ષમ હોય, તે પ્રજ્ઞપ્તિ કુશળ છે. (૫) સંગ્રહ કુશળ :- દ્રવ્યથી ઉપધિ અને શિષ્યાદિ તથા ભાવથી શ્રત અને આત્મ ગુણોનો સંગ્રહ કરવામાં કુશળ હોય, ક્ષેત્ર અને કાળ અનુસાર વિવેકપૂર્વક ગ્લાન, વૃદ્ધ, તપસ્વી આદિ સાધુઓની સેવાનું લક્ષ રાખનાર, આચાર્યાદિની અસ્વસ્થતાના સમયે વાચના આપવામાં સક્ષમ, સમાચારીનો ભંગ કરનાર સાધુ પર યથાયોગ્ય અનુશાસન કરનાર, ગચ્છના અંતરંગ કાર્યોને જવાબદારીપૂર્વક પૂર્ણ કરનાર, ગચ્છના સર્વ સાધુઓની આહાર, ઉપધિ આદિ આવશ્યકતાની પૂર્તિ કરનાર હોય, સંક્ષેપમાં સહવર્તી સાધુઓના સંયમ પાલનમાં સર્વાશે સહયોગી ગુણસંપન્ન હોય, તે સંગ્રહ કુશળ છે. () ઉપગ્રહ કુશળ :- બાલ, વૃદ્ધ, તપસ્વી, ગ્લાન તેમજ સાધુ-સાધ્વીઓને શય્યા, આસન, ઉપધિ, આહાર, ઔષધ આદિની ઉપલબ્ધિ(પ્રાપ્તિ) કરાવવામાં, ગચ્છની તથા સંઘની સર્વ પ્રકારે સાર-સંભાળ રાખવામાં નિપુણ હોય, તે ઉપગ્રહકુશળ છે.