Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૬૪ ]
શ્રીવ્યવહાર સત્ર
ઉદ્દેશક-૩ પ્રાક્કથન છRORDROBORROR
આ ઉદ્દેશકમાં ગણધારક, આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક આદિ પદની યોગ્યતા-અયોગ્યતાનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત આચાર્ય આદિ પદ પર રહીને અથવા પદનો ત્યાગ કરીને વ્રતનો ભંગ કરનાર સાધુ પુનઃ દીક્ષિત થાય, તો તેને માટે પદ પ્રદાનના નિયમો તથા વિધિનું વિધાન છે.
સમસ્ત સાધુ સમુદાયમાં મુખ્ય સાત પદવીઓ છે, યથા(૧) આચાર્ય - જે શ્રમણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, આ પાંચ આચારનું સ્વયં પાલન કરે અને બીજા પાસે કરાવે, ચતુર્વિધ સંઘના નાયક, સંઘના અનુગ્રહ-નિગ્રહમાં કુશળ, શિષ્યોની સારણા-વારણામાં દક્ષ હોય અને આઠ સંપદાથી સંપન્ન હોય, તેને આચાર્ય કહે છે. (૨) ઉપાધ્યાય :- જે શ્રમણ દ્વાદશાંગીના જ્ઞાતા અને શિષ્યોના અધ્યયનમાં અપ્રમત્ત હોય, શિષ્યોને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાનો બોધ આપે, આલોચના કરાવે, તેને ઉપાધ્યાય કહે છે. (૩) પ્રવર્તક - જે શ્રમણ આચાર્ય દ્વારા નિર્દિષ્ટ વૈયાવચ્ચાદિ કાર્યોમાં સહવર્તી સાધુઓની યોગ્યતા અને રુચિ અનુસાર તેને નિયુક્ત કરે છે, તે પ્રવર્તક છે. આ પદ આચાર્ય તુલ્ય ઉત્તમ સાધુને જ અપાય છે. (૪) સ્થવિર :- જે શ્રમણ અન્ય સાધુઓના સંયમ શૈથિલ્યને જોઈને અથવા સંયમથી વિચલિત થતાં હોય તેને સ્થિર કરે, તે સ્થવિર છે. (૫) ગણિઃ- જે શ્રમણ ગણના સાધુ સમુદાયના સ્વામી હોય, સાધ્વીઓની પણ વ્યવસ્થા કરતા હોય, તે ગણિ છે અથવા એક મુખ્ય આચાર્યની નિશ્રામાં અનેક આચાર્યો હોય છે. તેમાં મુખ્ય આચાર્યને ગણિ કહે છે. () ગણધર(ગણનાયક) :- ગણને ધારણ કરીને, સંઘાડાના પ્રમુખ બનીને સ્વતંત્ર વિચરણ કરનાર ગણધારક સાધુને ગણધર કહે છે. (૭) ગણાવચ્છેદક-જે શ્રમણ સહવર્તી સાધુઓના આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, સ્થાન, ઔષધોપચાર, પ્રાયશ્ચિત્ત આદિ સર્વ વ્યવસ્થા કરે, સંક્ષેપમાં ગચ્છના સંચાલક સાધુને ગણાવચ્છેદક કહે છે.
આ સાત પદવીમાંથી સૂત્રકારે આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક ની યોગ્યતાનું કથન કર્યું
ઉપાધ્યાય પદની યોગ્યતા :- ત્રણ વર્ષની દીક્ષાપર્યાયવાળા સંયમ કુશળ, અખંડ ચારિત્રવાન આદિ ગુણોથી સંપન્ન તથા (૧) આવશ્યક સૂત્ર (૨) ઉત્તરાધ્યયન સૂત્ર (૩) દશવૈકાલિક સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર. આ પાંચ આગમના ધારક સાધુને ઉપાધ્યાય પદ ઉપર નિયુક્ત કરી શકાય છે. આચાર્ય પદની યોગ્યતા - પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા સંયમ કુશળ, અખંડ ચારિત્રવાન આદિ ગુણોથી સંપન્ન તથા (૧) આવશ્યક સૂત્ર (૨) ઉત્તરાધ્યયન સૂત્ર (૩) દશવૈકાલિક સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) સૂયગડાંગ સૂત્ર (૬) નિશીથ સૂત્ર (૭) દશાશ્રુતસ્કંધ સૂત્ર (૮) બૃહત્કલ્પસૂત્ર (૯) વ્યવહાર