Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રમાણે દેહ દેવાલયની ચર્યા કેવી રીતે સ્વચ્છ રાખવી, તેની વિધિ આ ઉદ્દેશકમાં છે. ઉદ્દેશક નવમો ઃ આ ઉદ્દેશકમાં સંયમી શ્રમણ પ્રતિમાને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો છે. જે સ્થાનમાં તમે ઉતારો કરો ત્યારે કોની આજ્ઞા લેવી, કોની લઈ શકાય. આજ્ઞા જેની લીધી હોય તે વ્યક્તિને શય્યાતર કહેવાય. તેની આજ્ઞા લીધા પછી તેના ઘરના આહાર ન ક૨ે અને તેની માલિકી છૂટી ગઈ હોય અને પોતાનો આહાર બીજાને આપી દીધો હોય તેવો આહાર લેવો કલ્પે. તે શય્યાતરના ઘેર મહેમાન અથવા નોકર-ચાકર, સેવક આદિ કોઈપણ ઘરમાં કે બહાર જમતા હોય તેમને માટે બનાવેલો આહાર જમતા વધે અને તે નોકર વગેરેને શય્યાતર આપી જ દે, પોતાની માલિકી છોડી દે, નોકરાદિની માલિકીનો આહાર થઈ જાય અને તે આહાર સાધકને વહોરાવે તો લેવો કલ્પે છે. આ રીતે નિર્દોષ આહારાદિ વિષયક વિધિ વિધાન પ્રસ્તુત આ ઉદ્દેશામાં છે. જિનાજ્ઞા પ્રમાણે વિશુદ્ધ પ્રતિમાના ઉદરમાં વિશુદ્ધ આહાર ભરવામાં આવે તો તે પવિત્ર રહે છે નહીં તો પ્રાયશ્ચિત્તના ભાગીદાર થાય છે. શ્રમણ પ્રતિમાને શુદ્ધ રાખવા શુદ્ધ આહારાદિની ગવેષણા જરૂર કરજો અને તમારા દેહ દેવાલયને શુદ્ધ રાખવાની મારી ખાસ ભલામણ છે. તેમાંથી વિશેષ તપશ્ચર્યાદિની વિગત પણ જાણી લેવી.
ઉદ્દેશક દસમો ઃ સાધક વર્ગે તપશ્ચર્યાદિ વગેરે કેમ કરાય ? જવ મધ્ય ચંદ્ર પ્રતિમા અને વજ્ર મધ્ય ચંદ્ર પ્રતિમા વગે૨ે તપ કેવી રીતે કરવો તેની વિગત, તપ કરવા સમયે દેવ-મનુષ્ય-તિયંચ સંબંધી ઉપસર્ગ પરિષહ આવે ત્યારે કેવી સહનશીલતા કેળવવી તથા વિવિધ અભિગ્રહો ધારણ કરવા વિષયક વિધિ દર્શાવી છે. તે ઉપરાંત પાંચ વ્યવહાર દર્શાવ્યા છે. આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત. જ્યાં આગમ વ્યવહારી એટલે કેવળી કે પૂર્વધર હોય ત્યાં આગમ વ્યવહાર સ્થાપવો. જ્યાં આગમ વ્યવહારી ન હોય ત્યાં સૂત્ર વ્યવહાર સ્થાપવો. જ્યાં સૂત્રના જ્ઞાતા પણ ન હોય ત્યાં આજ્ઞા વ્યવહાર સ્થાપવો, જ્યાં આજ્ઞા વ્યવહારી ન હોય ત્યાં ધારણા વ્યવહાર સ્થાપવો, જ્યાં ધારણા વ્યવહારી ન હોય ત્યાં જીત એટલે પરંપરાથી આવતો ધર્મ વ્યવહાર સ્થાપવો. આ પાંચ વ્યવહારથી સાધુચર્યાની સમાચારી ચાલે છે.
કેટલા વર્ષની પ્રવ્રજ્યા પર્યાય હોય, તેમ તેની બુદ્ધિ પ્રમાણે ક્યા આગમનું જ્ઞાન ભણાવવું. તેનો ક્રમ બતાવ્યો છે. આ રીતે આ ઉદ્દેશકમાં સ્થવિર ભગવંતોએ દેહ દેવાલયની જંગમ શ્રમણ પ્રતિમાને વ્યવસ્થિત રાખવાનું જ્ઞાન આ સૂત્રમાં આપ્યું છે. અંતમાં નિગ્રંથ પ્રવચનકુમારે ફરમાવ્યું છે કે– આ બાવીસ શિલ્પીઓએ
48