Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૧
[ ૨૪૯ ]
વ્યક્તિ સ્વયં આલોચના કરે, ત્યારે કેટલીક વાર પોતે પોતાના સર્વ દોષોની આલોચના કે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરતા નથી, તેમજ અન્ય સાધુઓને જાણ ન હોવાથી તે દોષોનું પુનરાવર્તન પણ થવાની શક્યતા રહે છે. તેથી જ સૂત્રકારે આલોચના કરવા યોગ્ય વ્યક્તિઓનું સૂચન કર્યું છે. હ વે વબાપા - બહુશ્રત અને અનેક આગમ ના જાણકાર. જેની પાસે આલોચના કરવી હોય, તે સાધુ છેદ સૂત્રના માધ્યમથી પ્રાયશ્ચિત્ત વિધિના યથાર્થ જ્ઞાતા હોય, અન્ય અનેક આગમોના રહસ્યોના જ્ઞાતા હોય, તે જ દીર્ઘ દૃષ્ટિથી કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વિના, આલોચના કરનારની આત્મવિશુદ્ધિના એક માત્ર લક્ષ્યથી યોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને શિષ્યની શુદ્ધિ કરાવી શકે છે.
ઉપરોક્ત સાત સૂત્રોમાંથી ૩૩, ૩૮ અને ૩૯ આ ત્રણ સૂત્રમાં બહુશ્રુત અને બહુઆગમજ્ઞ વિશેષણનો પ્રયોગ નથી, કારણ કે– (૧) આચાર્ય ઉપાધ્યાય તો અવશ્ય બહુશ્રુત, બહુ આગમજ્ઞ જ હોય છે, તેથી તેના માટે આ વિશેષણની જરૂર હોતી નથી. (૨) સમ્યગુદષ્ટિ અથવા સમજદાર વ્યક્તિનું બહુશ્રુત હોવું આવશ્યક નથી, તે તો ફક્ત આલોચના સાંભળવાને યોગ્ય હોય છે અને ગીતાર્થ, આલોચક સાધુ
સ્વયં જ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે છે. (૩) અરિહંત, સિદ્ધ, ભગવાન તો સર્વજ્ઞ, સર્વદર્શી છે તેના માટે આ વિશેષણની આવશ્યક્તા નથી.
આત્મદોષોની પૂર્ણ વિશુદ્ધિ માટે સૂત્રકારે તેની ક્રમિક પ્રક્રિયાનું કથન કર્યું છે. આનોumઅતિચાર આદિ દોષોને ગુર્નાદિકો સમક્ષ યથાર્થ રીતે વચનથી પ્રગટ કરવા. વડિલને- પોતાની ભૂલનો સ્વીકાર કરી, તેનું મિચ્છામિ દુક્કડમ્ કહેવું.
f જા - આત્મસાક્ષીએ અયોગ્ય આચરણની નિંદા કરવી અર્થાત્ અંતરમનમાં ખેદ કરવો. રહેના- ગુરુસાક્ષીએ અયોગ્ય આચરણની નિંદા કે ખેદ પ્રગટ કરવો. વિડળ- અયોગ્ય આચરણને છોડી દેવું.
વિજા - આત્માને શુદ્ધ કરવો અર્થાત્ અયોગ્ય આચરણને સંપૂર્ણ છોડી દેવું. અરયાણ અMિા - અકૃત્યસ્થાનને ફરી સેવન ન કરવા માટે દઢ સંકલ્પ કરવો. અહરિ તવોજ પત્તિ વિનેગા- તે દોષને અનુરુપ તપ આદિ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો.
આલોચનાથી લઈને પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા કરવાથી જ આત્મવિશુદ્ધિ થાય છે અને ત્યારે જ આલોચના સાર્થક અને સફળ થાય છે. સનું બલિયા રેવાડું- સમ્યક પ્રકારે ભાવિત ચિત્તવાળા જ્ઞાનવાન. આ પદમાં પ્રયુક્ત ચૈત્ય શબ્દના અનેક અર્થો થાય છે. પ્રસ્તુતમાં તે જ્ઞાન અર્થમાં પ્રયુક્ત છે.
આલોચના સાંભળવા યોગ્ય સુપાત્ર જીવોના ક્રમમાં આ શબ્દનો પ્રયોગ છે. જો સંયમનો ત્યાગ કરીને શ્રાવક ધર્મનું પાલન કરનાર બહુશ્રુત શ્રાવક પણ ન મળે, તો જિનવચનોથી ભાવિત થયેલા જ્ઞાનવાન-સમજદાર વ્યક્તિ પાસે આલોચના કરવી અને જો તે પણ ન મળે તો નિર્જન સ્થાનમાં જઈને પાપને પ્રગટ કરવા. આ પ્રકારના સૂત્રનો સંદર્ભ હોવાથી વેદ્ય શબ્દનો અર્થ જ્ઞાનવાન–ધીર, ગંભીર, પરિપકવ સમજદાર વ્યક્તિ થાય છે.
છે ઉદ્દેશક-૧ સંપૂર્ણ છે