Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૧
| २४७
|३५ णो चेव णं संभोइयं साहिम्मयं बहुस्सुयं बब्भागमं पासेज्जा, जत्थेव अण्णसंभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागम, तस्संतियं आलोएज्जा जाव अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ:- જો સાંભોગિક, સાધર્મિક, બહુશ્રુત, ઘણા આગમોના જાણકાર સાધુ ન મળે તો જ્યાં બહુશ્રુત અને ઘણા આગમના જાણકાર અન્ય સાંભોગિક સાધર્મિક સાધુ હોય, તેમની પાસે જઈને આલોચના કરે થાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે.
३६ णो चेव णं अण्णसंभोइयं साहम्मियं बहुस्सुयं बब्भागम, पासेज्जा जत्थेव सारूवियं पासेज्जा बहुस्सुयं बब्भागम, तस्संतियं आलोएज्जा जाव अहारिह तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ - જો અન્ય સાંભોગિક, સાધર્મિક, બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર સાધુ ન મળે, તો
જ્યાં બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર સારૂપ્ય–પોતાની સમાન વેષ ધારણ કરનારા સાધુ હોય, તેમની પાસે જઈને આલોચના કરે થાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. |३७ णो चेव णं सारूवियं बहुस्सुयं बब्भागमं पासेज्जा, जत्थेव समणोवासगं पच्छाकडं पासेज्जा बहुस्सुयं बब्भागम, तस्संतियं आलोएज्जा जाव अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ - જો પોતાની સમાન વેશ ધારણ કરનારા બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર સાધુ ન મળે તો, જ્યાં બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર પશ્ચાદ્ભૂત(સંયમ ત્યાગી) શ્રાવક હોય, તેમની પાસે જઈને આલોચના કરે વાવત યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. ३८ णो चेव णं समणोवासगं पच्छाकडं बहुस्सुयं बब्भागमं पासेज्जा जत्थेव सम्मभावियाई चेइयाइं पासेज्जा, तस्संतियं आलोएज्जा जाव अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ:- જો પશ્ચાદ્ભૂત(સંયમત્યાગી) બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર શ્રાવક ન મળે, તો જ્યાં સમ્યક ભાવિત જ્ઞાની પુરુષ-સમભાવી, સ્વ, પર વિવેકી, સમ્યગદષ્ટિ વ્યક્તિ હોય, તેમની પાસે જઈને આલોચના કરે વાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. ३९ णो चेव णं सम्मंभावियाई चेइयाई पासेज्जा, बहिया गामस्स वा जाव संणिवेसस्स वा पाईणाभिमुहे वा उदीणाभिमुहे वा करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वएज्जा- एवइया मे अवराहा, एवइक्खुत्तो अहं अवरद्धो, अरिहंताणं सिद्धाणं अंतिए आलोएज्जा जाव अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ :- જો સમ્યક ભાવિત, જ્ઞાની પુરુષ પણ ન મળે, તો ગ્રામ યાવતુ સંનિવેશની બહાર પૂર્વ