Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમવસરણ જેનું ભવ્ય છે, દેશના જેની દિવ્ય છે, મુખડું જેનું સૌમ્ય છે ચાલો પ્રભુજીને વંદના કરીએ.પજ્વાસ્સામી એક અબજ જેના સાધુ છે, એક અબજ જેના સાધ્વી છે,
દસ લાખ જેના કેવલી છે, ચાલો સહુને વંદના કરીએ. આ રીતે પર્યાપાસના કરીને નિર્ણય કર્યો કે ભરત ક્ષેત્રનાં માનવીઓ પ્રભુની સાક્ષીએ પાપને એકત્રિત નહીં કરતા રોજ આલોચનાદિ તપ દ્વારા પ્રાયશ્ચિત્ત કરી લેવું તેવો નિયમ ધારણ કરીને અમારા મનોરથ સારથિનાં ધર્મરથમાં બેસી પાછા ફર્યા અને અમે સહુ અમારામાં સમાય ગયા.
પ્રિય પાઠકવૃંદ ! મારા સંપાદકીયની રીતથી આપ સહુ પરિચિત છો એટલે વિશેષ સમજાવવાની કોશિષ કરતી નથી. છેદ સૂત્ર આપણું એક ચારિત્ર સાંધતુ શિલ્પ છે. તેનું વાંચન, મનન કરીને, તેને કંઠસ્થ રાખીને આપણે આપણું ચારિત્ર શુદ્ધ રાખશું તો આ પંચમ આરામાં પણ પાંચમી ગતિને લાયક જરૂર બનશું. અસ્તુ...
આ સૂત્ર બહાર પાડવામાં કોઈ મહાત્મા પુરુષની અશાતના થઈ હોય તો મન વચન કાયાથી ક્ષમા માંગુ છું. અમારો સંકલ્પ હતો કે બત્રીસ આગમ બહાર પાડવા. તે માટે ગુસ્વર્યોની આજ્ઞા અને આશીર્વાદથી અમે પુરુષાર્થ કરી શકયા છીએ. આપની શુભેચ્છાઓએ અમને પૂર્ણતાને સ્થાને પહોંચાડ્યા છે. તે માટે તમારા બધાનો આભાર માનું છું તથા સર્વનું શ્રેય થાઓ...મંગલ થાઓ....ઓમ શાંતિ...!! આભાર : ધન્યવાદ : સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદૈવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગી આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે
50