Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪ર |
શ્રીવ્યવહાર સૂત્ર
ભાવાર્થ :- કોઈ આચાર્ય કે ઉપાધ્યાય ગણમાંથી નીકળીને એકલવિહાર ચર્યાથી વિચરતાં હોય અને તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો તેને એકલવિહારચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી, દોષોને અનુરૂપ દીક્ષાછેદ અથવા તપ રૂપ પ્રાયશ્ચિત્ત આપીને ગણમાં લેવામાં આવે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ગણમાંથી નીકળીને એકાકી વિહારચર્યા કરનાર સાધુ, ગણાવચ્છેદક, આચાર્ય કે ઉપાધ્યાયને પુનઃ ગણમાં પાછા લેવાની વિધિનું કથન છે. Wવિહારપરિમં- એકલવિહાર ચર્યા. સામાન્ય રીતે સાધુ કે સાધ્વી ગચ્છમાં રહીને જ પોતાની સાધના કરે છે, પરંતુ ક્યારેક તે એકલવિહારચર્યા–એકલા વિચરણ કરે છે. એકલ વિહારચર્યાના બે પ્રકાર છે. (૧) અપરિસ્થિતિક- સાધુના બીજા મનોરથને પૂર્ણ કરતાં વિશિષ્ટ સાધના માટે, કર્મ નિર્જરાના લક્ષે એકલવિહાર ચર્યાનો સ્વીકાર કરવો. જેમ કે ભિક્ષુની પ્રતિમાની આરાધના કરનાર કે જિનકલ્પનો સ્વીકાર કરનાર સાધુ એકલવિહારચર્યા કરે છે, તે અપરિસ્થિતિક છે.
અપરિસ્થિતિક એકલવિહાર ગુરુની આજ્ઞા સહિત આદરપૂર્વક થાય છે, તેથી પ્રતિમાનું વહન કરનારા તથા જિનકલ્પની આરાધના કરનારા સાધુની ગણના આચાર્યની સંપદામાં થાય છે, તેનો સાધનાકાળ પૂર્ણ થતાં તે સન્માનપૂર્વક ગણમાં પાછા આવે છે. (૨) સપરિસ્થિતિક- શારીરિક, માનસિક, સાંયોગિક કારણ, પ્રકૃતિની વિષમતા અથવા સંયમ સમાચારીનું પૂર્ણતઃ પાલન ન થવું, વગેરે કોઈ પણ કારણથી સાધુ ગણને છોડીને સ્વેચ્છાથી એકલા વિચરે, તે સપરિસ્થિતિક એકલવિહાર છે. સપરિસ્થિતિક એકલવિહાર ગુરુની આજ્ઞાપૂર્વક હોતો નથી, તે ગુરુની કે સંઘની ઉદાસીનતા કે વિરોધપૂર્વક થાય છે, તેથી તે સાધુની ગણના આચાર્યની સંપદામાં થતી નથી. અગીતાર્થ, અબહુશ્રુત કે અપરિપક્વ સાધુનો એકલવિહાર શાસ્ત્ર સંમત નથી. સપરિસ્થિતિક એકલવિહાર અપ્રશસ્ત અને નિંદિત છે.
પ્રશસ્ત કે અપ્રશસ્ત એકલવિહાર કરનાર સામાન્ય સાધુ, ગણાવચ્છેદક, આચાર્ય કે ઉપાધ્યાયને પુનઃ ગચ્છમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો ગચ્છના પ્રમુખ સાધુ તેનું યોગ્ય પરીક્ષણ કરે, ત્યાર પછી એકલવિહાર ચર્યામાં લાગેલા દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરાવે તથા એકલવિહારચર્યાના પ્રાયશ્ચિત્ત રૂપે ગચ્છપ્રમુખ સાધુ દ્વારા પ્રદત્ત તપ કે છેદ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે, ત્યાર પછી તે ગચ્છમાં આવી શકે છે.
આ પ્રકારના વ્યવહારથી સાધુ જીવનમાં સંયમી જીવનની નિર્મળતા માટે ગુરુકુલવાસની મહત્તા પ્રતીત થાય છે, એકલવિહારચર્યાના પ્રાયશ્ચિત્ત રૂપ વ્યવહારથી અન્ય સાધુઓ એકલવિહારની ઇચ્છા કરતા નથી અને ગચ્છનું અનુશાસન વ્યવસ્થિત રીતે જળવાઈ રહે છે.
પ્રસ્તુત સૂત્રોમાં પ્રયુક્ત વિહારપરિમં શબ્દ પ્રયોગમાં - પ્રતિમા શબ્દ ભિક્ષની પ્રતિમા કે કોઈ વિશિષ્ટ અભિગ્રહનો બોધક નથી કારણ કે પ્રતિમા ધારણ કરનાર ગચ્છની જ સંપદા છે. તેના માટે
એના હોવ fપ..... શબ્દપ્રયોગ જરૂરી નથી, તેથી અહીં કેવળ તથાપ્રકારની સૂત્રશલી છે તેમ સમજવું. પાર્થસ્થ આદિ સાધુને ગણમાં પાછા લેવાની વિધિઃ२६ भिक्खू य गणाओ अवक्कम्म पासत्थविहारं(पडिमं उवसंपज्जित्ताण)