Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| २३२ ।
શ્રીવ્યવહાર સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ એકવાર એક માસ યાવત પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે તેને સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) એક માસ યાવત પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) બે માસ યાવત છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત કે માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. | १२ जे भिक्खू बहुसोवि मासियं वा जाव बहुसोवि पंचमासियं वा एएसिं परिहारद्वाणाणं अण्णयरं परिहारद्वाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं वा जाव पंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स दो मासियं वा जाव छम्मासियं वा । तेणं परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा। ભાવાર્થ:- જે સાધુ અનેકવાર એક માસ યાવત પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) એક માસ યાવતું પાંચમાસ સુધીનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) બે માસથી છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયારહિત આલોચના કરે, તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |१३ जे भिक्खू चाउम्मासियं वा साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं वा साइरेगचाउम्मासिय वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं वा साइरेग पंचमासियं वा छम्मासियं वा । तेण परं पलिउचिए वा अपलिउचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ (એકવાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો પાંચ માસ કે સાધિક પાંચ માસ અથવા છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |१४ जे भिक्खू बहूसोवि चाउम्मासियं वा बहुसोवि साइरेगचाउम्मासियं वा बहुसोवि पंचमासिय वा बहुसोवि साइरेगपंचमासियं वा एएसि परिहारट्ठाणाण अण्णयरं परिहारदाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं वा, साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं वा साइरेगपंचमासियं वा छम्मासियं