Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
The .
તેઓએ એક પાસે આલોચના કરીને શુદ્ધ થવું. પછી બાકી રહેલા તે એકને પણ આલોચના કરી પવિત્ર થઈ જવું તે વ્યવહાર છે. પ્રાયશ્ચિત્ત સેવન કરનાર બીમાર થઈ જાય તો તેની વૈયાવચ્ચ કરવી. આ રીતે ગ્લાન, વ્યગ્રચિત્તવાળા, હર્ષના અતિરેકથી પાગલ થઈ ગયેલા, ભૂત પ્રેતાદિ વળગાડવાળા, ઉન્માદને પ્રાપ્ત, ઉપસર્ગથી ગ્લાન બનેલા, ક્રોધ કલહથી રોગી બનેલા, ઘણું પ્રાયશ્ચિત્ત આવતા ભય પામેલા, અણસણ કરી વ્યગ્ર ચિત્તવાળા વગેરે કોઈપણ સાધક, ગણાવચ્છેદક પાસે આવે તો તેને ગચ્છની બહાર કાઢવા કલ્પતા નથી પણ નિરોગી સાધુએ તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. તે રોગમુક્ત થાય ત્યાર પછી તેને સેવા લેવાનું નામ માત્ર પ્રાયશ્ચિત્ત આપવું, તે દયાળુ સાધુનું કર્તવ્ય છે. તે વ્યવહાર શુદ્ધિ કહેવાય છે. આ રીતે બીજા ઉદ્દેશકમાં પ્રતિમા પ્રક્ષાલન કરવાના ઘણા જ ઉપાયો છે, તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉદ્દેશક ત્રીજો આચાર્ય, ઉપાધ્યાય, ગચ્છનાયક આદિ પદવી આપવી હોય તો તેની દીક્ષા પર્યાય, શિષ્ય પરિવાર, આચાર શુદ્ધિ, સાર સંભાળ લેવાની કુશળતા, વગેરે ગુણોની પરીક્ષા કરી તેની સ્થાપના કરવાનો કેવો વ્યવહાર કરવો જોઈએ તેનું વર્ણન છે, તે ત્રીજા ઉદ્દેશકમાંથી જાણી લેવું. ઉદ્દેશક ચોથો: આચાર્ય, ઉપાધ્યાયને ઉનાળા શિયાળામાં એકલાપણે વિચરવું ન કલ્પ. પોતા સહિત બે સાધુને વિચરવું કલ્પ. ગણાવચ્છેદકને પોતા સહિત ત્રણ સાધુને વિચરવું કહ્યું છે. ઘણા સાધુઓ, ગણાવચ્છેદક, આચાર્ય કે આ સર્વે એકઠા થઈને વિચરે
ત્યારે બધા સમાન હોય, તેમ વિચરવું ન કલ્પે. પણ નાના મોટાને વંદનાદિ વ્યવહાર કરતા વિચરવું કલ્પ છે. ઉદ્દેશક પાંચમો: પ્રવર્તિની સાધ્વીને શિયાળે-ઉનાળે પોતાના સહિત બે સાધ્વીને વિચરવું ન કહ્યું. ત્રણ હોય તો કહ્યું. એવી રીતે ગણાવચ્છેદિકા સાધ્વીને શિયાળે ઉનાળે પોતાના સહિત ચાર સાધ્વીને વિચરવું કહ્યું. ચોમાસામાં ચાર-પાંચ અનુક્રમે વિચરવું કહ્યું છે. સાધુ-સાધ્વીને રાત્રે અથવા સંધ્યાકાળે સર્પ કરડે ત્યારે સાધુ સ્ત્રી પાસે કે સાધ્વી પુરુષ પાસે ઔષધ કરાવે, તે અપવાદ માર્ગ સ્થવિરકલ્પીને કહ્યું છે. આવા અપવાદ માર્ગનું સેવનાર સ્થવિરકલ્પીને પ્રાયશ્ચિત્ત આવતું નથી. આ સ્થવિરકલ્પી માટેનો આચાર કહ્યો છે. જિનકલ્પીને આ રીતે અપવાદ માર્ગનું પણ સેવન કરવું કલ્પતું નથી. તેઓ ઉત્સર્ગ માર્ગમાં રહે છે. વગેરે વર્ણન આ ઉદ્દેશકમાંથી પ્રાપ્ત કરીને શુદ્ધ વ્યવહાર તમે આચરશો તો સુખી થશો.
46