Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પાછળ બધા શિલ્પીઓ ઉપડ્યા અને માનવ રત્નો પાસે આવ્યા. આ રત્નો આજે તેજસ્વી બની ગયા હતા. તેઓ કહેતા હતા અમારે તમોને પંચાંગ પ્રણિપાત કરવા છે પણ અમારા ઉપાંગ હજુ જડ જેવા છે. તેને સજીવ કરો તો અમે નમસ્કાર કરીએ. ગુરુજીએ અને શિલ્પીઓએ વાત સાંભળી, બધા કાર્યમાં લાગી ગયા. ઔષધ લેપ કર્યો અંદરના અનંત ધર્માત્મક ગુણો વીર્યવાન બની ઉપાંગોના રૂપમાં પાંચ ઇન્દ્રિય, કાન, નાક આદિ પ્રગટ થઈ ગયા. તેમાં ચિત્તે સમાધિ પ્રાપ્ત કરી બીજું ઔષધ લગાવ્યું. કેટલીક મૂર્તિમાં જાતિ સ્મરણ થયું, મસ્તિષ્કમાં સમાધિ પ્રાપ્ત થઈ, કેટલાકને સ્વપ્ન દર્શન અને કેટલાકને દેવદર્શન થયું, તે ઉપરાંત અવધિજ્ઞાન, અવધિદર્શન, મન:પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળદર્શન, કેવળમરણ. બાકીના બોલનું જ્ઞાન પ્રગટ થયું અને તે જાણવાથી ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય તેવી પ્રતીતિ થઈ. શ્રમણ પ્રતિમા હવે સજીવન થઈ રહી હતી, જડ ન રહી. એવું જાણી પ્રવચન કુમારે સીધો બોધ તેમને જ આપ્યો. જુઓ... શ્રમણો ! સાધકવૃંદ ! તમારી પ્રતિમાને આ શિલ્પીઓએ બનાવી છે. માટે તેનું મૂલ્ય ચૂકતે કરવા તમારે તપ કરવો પડશે. બધા સાંભળી રહ્યા. તેમાં કેટલાક માનવ રત્નોએ કહ્યું, અમે શ્રમણની સાધના કરવા સમર્થ નથી અમે ફક્ત શ્રમણોપાસક બની રહેશું, તેથી અમારે માટે જુદી ઉપાસના દર્શાવો. કેટલાક માનવ રત્નોએ કહ્યું, અમે તો સાચા શ્રમણ બનવા તપ કરશું અમારી ઉપાસના એવી દર્શાવો કે અમે અમારા દેહને દેવાલય બનાવી શકીએ. આ માનવરત્નોની વાત સાંભળી શિલ્પીઓનાં બે વિભાગ પાડી દીધા. દસકુમાર શિલ્પીને શ્રમણ જંગમ પ્રતિમા પાસે મૂક્યા અને બારને શ્રમણોપાસક પ્રતિમા પાસે મૂકી દીધા. ગુરુજીનાં આદેશાનુસાર બાર શિલ્પીઓને ઉપાસકની અગિયાર પ્રતિમાને વહન કરવાનો માર્ગ બતાવ્યો અને કહ્યું, અધર્મ ભરેલા કાર્યો કરી જીવન જીવનારો પક્ષ મિથ્યાત્વનો છે. તેનો પરિચય ક્યારેય ન કરવો, તેવી પ્રતિજ્ઞા કરાવી. ધર્મ પક્ષની પહેલી દર્શન પ્રતિમાથી લઈને શ્રમણભૂત અગિયારમી પ્રતિમા તપનું વહન કરાવ્યું. દશાશ્રુતસ્કંધની છઠ્ઠી દશા પ્રમાણે બાર શિલ્પીઓનું મૂલ્ય ચૂકવી દીધું. સાતમી દશા પ્રમાણે શ્રમણોએ અગિયાર ભિક્ષુની પ્રતિમાનું વહન કરી તે બાર શિલ્પીઓનું તારૂપ મૂલ્ય ચૂકવી દીધું.
બાવીસ શિલ્પીઓ પ્રવચનકુમાર પાસે આવીને પોતાની શિલ્પ કલાનું મૂલ્ય તપરૂપે મળ્યું તેની વાત કરી. બંને પ્રકારની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવા, વધારે વિશુદ્ધ બનાવવા રર શિલ્પીઓ સાથે તેઓ શ્રમણાદિ પ્રતિમા પાસે આવ્યા. તેઓ તપના પ્રભાવે
40