Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અગ્રાહ્યતાને સમજાવી છે.
બીજા ઉદ્દેશકમાં ૩૦ સૂત્રો દર્શાવ્યા છે. ત્રીજા ઉદ્દેશકમાં સાધુનાં ઉપાશ્રયમાં સાધ્વીજીને બેસવું, ઉઠવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ કરવાનું કલ્પતું નથી. તે જ રીતે સાધ્વીજીનાં ઉપાશ્રયમાં સાધુને કલ્પતું નથી. વગેરે ખ્યાલ આપી એક ઉપાસના દર્શાવી છે અને વસ્ત્ર સંબંધી, પાઢીહારી વસ્તુ વિષયક પણ ઘટસ્ફોટ દર્શાવ્યો છે.
ચોથા ઉદ્દેશકમાં અબ્રહ્મચર્ય, રાત્રિ ભોજન આદિ વ્રતો સંબંધી કોઈ દોષ લાગી જાય તો તેના પ્રાયશ્ચિત્તનું વિધાન દર્શાવ્યું છે. પ્રવ્રજ્યા યોગ્ય, વાંચન યોગ્ય કોણ હોય શકે ? અવિનિત, રસલોલુપી, ક્રોધી, આ ત્રણ અવણયુક્ત વ્યક્તિને શાસ્ત્ર જ્ઞાન ન આપવા સંબંધી તથા પ્રથમ પ્રહરના આહાર પાણી ચોથા પ્રહરમાં ન વાપરવા સંબંધી તથા કલ્પનીક-અકલ્પનીક આહારાદિ સંબંધી વગેરે અનેક વિધ વિધ વિષયનો બોધ સાધુચર્યા ઉજ્જવળ કરવા માટે આપ્યો છે. - પાંચમા ઉદ્દેશકમાં કોઈ દેવ સ્ત્રીનું રૂપ બનાવીને સાધુનો હાથ પકડે ત્યારે કોમલ સ્પર્શને સુખરૂપ માને તો સાધકને મૈથુન સંબંધી દોષ લાગે છે. તેને ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. એવી જ રીતે સાધ્વી માટે જાણી લેવું. ઉપરાંત કોઈ શ્રમણ કલેશ કરી અન્ય ગચ્છમાં જાય તેની શાંતિ માટે કેવા પ્રયોગ કરવા જોઈએ, કેવી સમજણ આપવી તેનો ઉલ્લેખ કરી અનેક વિગતો આ ઉદ્દેશકમાં શીખવાડી તથા આહારાદિ વહોરાવનાર ગૃહસ્થીઓ છે. તેઓ આહાર આપે અને તેમાં કોઈ જીવજંતુ અચાનક પડી જાય ત્યારે તેને બહાર કાઢી એક બાજુ મૂકી આહાર વાપરી લેવો જોઈએ અથવા જો જીવજંતુ નીકળી શકે તેમ ન હોય તો તે આહાર નિર્દોષ જગ્યામાં પરઠવી દેવો જોઈએ. સાધ્વીને કેવા આસને બેસાય, કેવા આસને ન બેસાય. સાધુ કેવા આસને બેસે, તેની વિગતવાર માહિતી આ ઉદ્દેશકમાંથી વાંચીને જાણી લેવી. આ વિધિ નિષેધ ઉત્સર્ગ-અપવાદ માર્ગમાં કોઈ દોષ અજાણતા લાગી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરી મૂર્તિનું પ્રક્ષાલન રોજ કરવું જોઈએ. આ કાયા સંબંધી શુદ્ધિનું વર્ણન છે.
- છઠ્ઠા ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીએ વચનનો ઉપયોગ કેમ કરવી તેનું સુંદર વિવેચન આપ્યું છે અને કહ્યું છે કે તે સાધક વર્ગ! તમોને જીભ મળી છે તો બોલનો તોલ કરીને બોલજો. ક્યારેય જૂઠ વચન, હીલિત વચન, ખિંસિત વચન, કઠોર વચન, નિંદનીય વચન, કલહ પ્રિય વચન, કલેશની ઉદીરણા થાય તેવા વચન બોલવા નહીં. પ્રાણાતિપાત,
43