Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બાવીસ શિલ્પીઓ કામે લાગી ગયા. પ્રવચન કુમારના આદેશ અનુસાર અસમાધિની દિવાલ ચરણ વચ્ચે આવી રહી હતી તેને ધડાધડ કડડભૂસ કરીને તોડી નાંખી. બાવીસ શિલ્પીઓએ પહેલો જ પ્રયોગ વ્યવસ્થિત કર્યો અને પેલી અવસ્થામાંથી પસાર થઈ ગયા. માનવ રત્નનું સાચું આત્મતેજ ધૂંધળુ ધૂંધળુ દેખાવા લાગ્યું તેઓ આનંદમાં આવી ગયા. આ પરાક્રમ જોઈને નિગ્રંથ પ્રવચન કુમારે બાવીસ શિલ્પીઓને શાબાશી આપી અને કહ્યું હવે બીજો પ્રયોગ શીખવા માટે થોડો આરામ કરીને મારી પાસે આવી જજો. બધાએ આજ્ઞા શિરે ચઢાવી જ્ઞાનામૃતનું ભોજન કરી સમાગમ સુખ શય્યામાં આરામ કરીને પ્રવચન કુમાર પાસે પહોંચી ગયા.
પ્રવચનકુમાર બોલ્યા– સાંભળો... મારા પિતા અરિહંત પરમાત્માએ ફરમાવ્યું છે કે આત્મા ચેતનવંતો અને પુરુષાર્થશીલ છે. આચરણ ચરણથી ઉપડે છે. ચરણ સ્થિર રહે તો તે સ્વરૂપાનંદી બને છે પરંતુ કર્મના સંયોગે ચરણ સ્થિર રહેતા નથી. અસ્થિર ચરણ આંદોલન મચાવે છે અને અનેક જીવોની સમાધિને લૂંટે છે, તેથી તે જીવ પોતે અસમાધિ પામે છે અને બીજાને પણ પમાડે છે, શોધે છે સમાધિ પણ પ્રાપ્ત થાય છે અસમાધિ. હિંસાથી ખરડાયેલા આ રમણીય ચરણ ભ્રમણીય બની જાય છે. ભ્રમણીય ચરણ પછી રોક્યા રોકાતા નથી. તે ધમધમાટી-ધડબડાટી કરતા અભિમાનમાં આંધળી દોટ મૂકાવે છે. તે ચાલવાથી લઈને કાયાની ક્રિયામાંથી વાચામાં આવી રત્નાધિકોના અપમાન, અટમ્ સંટમ્ બોલવાની ટેવ, જીભ દ્વારા દોડાદોડી કરે છે અને મનનાં વિચારો રત્નાધિકોની ઘાત કરવા સુધી આંદોલન મચાવે છે, તેથી કુટુંબ, ગચ્છ, કુળ વગેરેમાં કલહ પેદા કરાવે છે અને ભોજનાદિક ખાવા-પીવાનું આંદોલન મચાવી દોષિત આહાર ખાવા સુધીની પ્રવૃતિ કરાવે છે આવા વીસ સંદેશ સંપુટ સ્થવિર ભગવંતોએ દર્શાવી તેનો નિરોધ કરવા નિગ્રહની બેડી બાંધવી ચરણને સ્થિર કરવાનો ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશ ઉપાયનો ઉપયોગ મારા માર્ગદર્શન નીચે તમે બરાબર કર્યો છે. તો પૂછવાનું એટલું જ છે કે આ પુરુષાર્થ તમારા બાવીસમાંથી કોણે કેટલા પ્રમાણમાં કર્યો ? બધા બોલી ઉઠ્યા પુરુષાર્થ બધા એ કર્યો પ...ણ નંબર પ્રથમ ખંતીકુમારનો છે અને બીજો નંબર અહિંસાકુમારનો છે. અમારી ઉતાવળને રોકી ક્ષમા પકડાવી હિંસા કોઈની ન થાય તેવી અહિંસાની આહલેક જગાડી. પેલા કર્મરાજને પાણીચું પકડાવી આબાદ રીતે વીસ દિવાલો ભેદી નાંખી અને સ્થિરતાની બેડી ચરણમાં પહેરાવી દીધી. હવે ચરણ સમાધિમાં સ્થિત થઈ ગયા, તેથી પ્રતિમા કોતરવામાં મુસીબત નહીં નડે, આ પરાક્રમ મુખ્ય ખંતીકુમાર અને અહિંસાકુમારનું છે. તેના કહેવા પ્રમાણે અમે ચાલ્યા,
36