Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કરી દેવાનું કાર્ય છેદ સૂત્રનું છે.
પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ કહો કે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કહો, તેનું કાર્ય તો માત્ર એટલું જ છે કે ચારિત્ર સ્વીકાર કરવામાં મદદ કરે. ચારિત્ર અંગીકાર કરવા જેટલી જ સમય મર્યાદા પૂરતી તેની જવાબદારી છે. હવે ચારિત્ર મોહના ક્ષયોપશમે જે ચારિત્રનો ભેટો કરાવી દીધો, તેને જીવન પર્યંત ટકાવીને, તેમાં સ્થિતિ અને વૃદ્ધિ કરવાની જવાબદારી વીર્યંતરાયના ક્ષયોપશમની છે. દેશિવરિત કે સર્વવરિત ગમે તે પદને પામ્યા, પરંતુ જે કષાયના ક્ષયોપશમે માર્ગ કરી દીધો તે આવરણથી યુક્ત છે.
પચ્ચક્ખાણાવરણીય અને અપચ્ચક્ખાણાવરણીય, આ બંને કષાયોનો ક્ષયોપશમ થયો એટલે પોતાની મર્યાદામાં રહીને આત્માને સમકિત અને સંયમનો યોગ તો કરાવી આપ્યો, પરંતુ તે બંને પોતે જ આવરણથી યુક્ત હોવાના કારણે એકને ઉચ્ચ પ્રકારની તો બીજાને ઉપદ્રવી એમ બંને પ્રકારની ભાંજગડ તો ઊભી કરવાનું જ છે.
અપચ્ચક્ખાણ + આવરણીય + કષાયનો ક્ષયોપશમ (વ્રતના આવરણથી યુક્ત છે) સમકિતનો યોગ તો કરાવી આપે પરંતુ ઉત્કટ ભાવના હોવા છતાં, તેને સંપૂર્ણતયા અવ્રતથી ઉગરવા ન દે. સમકિતીને અવ્રતમાં જ બંધાય રહેવાનો જે ખેદ અનુભવાય છે, તે કામ આવરણ(ઉદય)નું છે.
પચ્ચક્ખાણ + આવરણીય + કષાયના ક્ષયોપશમે ચારિત્રનો તો યોગ કરાવી આપ્યો, પરંતુ તે આવરણ પણ (ઉદય કર્મનું)થી યુક્ત છે. જેથી તે અવ્રત તરફ આકર્ષણ ઊભું કરાવ્યા કરે; તે ભાંજગડ સામે વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ ઝઝૂમે છે અને ક્યારેક નાની કાંકરી મોટા ઘડામાં છિદ્ર પાડી દે છે, તેમ ઉદય કર્મ બળવાન બને તો વીર્યંતરાય કર્મનાં ક્ષયોપશમને પણ ઉલ્લંઘીને ચારિત્રમાં છિદ્ર ઊભું કરી દે છે. તે છિદ્ર પુરવાનું કાર્ય છેદ સૂત્રોનું છે.
ગત જન્મનો જેને બળવાન સંકલ્પ(પ્રશસ્ત ક્ષયોપશમ) હોય તેને માટે આ જન્મમાં વ્રત કે મહાવ્રતની આરાધના સરળ બને છે સંકલ્પ બળનો પ્રવાહ ક્યારેક
આવરણથી યુક્ત(અવ્રત એટલે અનાદિની મન, વચન, કાયાની આદતો આવરણનું સ્વરૂપ ધારણ કરે છે) બને ત્યારે પુરુષાર્થ (સંકલ્પ બળની વિશેષ શુદ્ધિ) કામે લાગે છે અને પુરુષાર્થ પણ જ્યારે ટૂંકો પડે છે ત્યારે જે ઉદયાધીન દશા આવે, તે સમયે છેદસૂત્ર ઉપયોગમાં આવે છે.
29