Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(Catapult) અને રથમૂશલ-રણગાડી (Tank), એ યાંત્રિક સાધનને ઉ ગ કર્યો હતે એવું જૈન આગમ સાહિત્યમાં કહેવામાં આવ્યું છે. એ વિગ્રહ સોળ વર્ષ સુધી ચાલ્યું હતું, અને મહાવીરના નિન્દક મંખલીપુત્ર ગોશાળકે જાતથી નિહાળે હતો. ભારહૂતની એક શિલામાં કૃણિક ગૌતમ બુદ્ધને વંદન કરતે દેખા દે છે તેના મરણ બાદ તેને પુત્ર દર્શક ગાદીએ આવ્યું. એને નિર્દેશ ભાસ કવિના સ્વપ્નવાસવદત્ત નાટકમાં કરવામાં આવ્યા છે. દર્શક પછી ઉદાયિન રાજા થયે હતો, ઈ સ. પૂર્વે પર૩
કલ્લાક સંનિવેશ આ નેસડે અથવા સન્નિવેશ વૈશાલી નગરી પાસે આવેલા હતા. બદ્ધ સાહિત્યમાં તેને નિર્દેશ આવે છે.
શ્રેણિક અથવા બિંબિસાર મહારાજા મહારાજા શ્રેણિક અથવા બિબિસારના (લિંલીસાર) નિર્દેશ પુરાણોમાં, બૌદ્ધ સાહિત્યમાં અને જૈન સાહિત્યમાં ખૂબ મળે છે. બૌદ્ધ ગ્રન્થ મહાવંશ પ્રમાણે તેને રાજ્યાભિષેક યુવરાજ તરીકે તેના બાપના સમયના અને બાપના તરફથી કરવામાં આવ્યું હતું. ડે. ભાડારકરના મત પ્રમાણે શ્રેણિક એક વાર વઝી લેકેના ગણરાજ્ય (Republic ) માં સેનાપતિ હતા. એને વંશ મહાનાગ વંશ કહેવાય છે. બુદ્ધચરિતના કર્તા અશ્વઘોષના મત અનુસાર એનું કુલ હર્યોકકુલ હતું.
શ્રેણિક મહારાજાને અનેક રાણીઓ હતી, તેમાં ધારિણી વગેરે નામે જૈન આગમ સાહિત્યમાં મળી આવે છે. પ્રથમ મહારાણી કેશલ દેશના રાજા પ્રસેનજિતની બહેન હતી. તેનાં ભાઈએ લગ્ન સમયે તેને કેશલ દેશમાં થોડીક જાગીર આપી હતી. બીજી મહારાણી ચલણા હતી. જે વૈશાલીના લિચ્છવીરાજ ચેટકની અને મહાવીરની માતા ત્રિશલાની બહેન થતી હતી. એક ત્રીજી મહારાણીનું નામ વૈદેહીવાસગ્રી હતું. મગધ દેશની રાજકન્યા ખેમા તેની ચોથી મહારાણી હતી. બૌદ્ધ સાહિત્ય પ્રમાણે અંબાપાલી નામની એક સ્ત્રી સાથે તેણે લગ્ન કર્યું હતું.
શ્રેણિકે ગિરિધ્વજ નામે નગરી વસાવી હતી જે રાજગૃહ તરીકે પ્રસિદ્ધ થઈ આ નગરીરચના એક મહાગોવિન્દ નામના એજીનિઅરે કરી હતી.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર