Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪
આત્માનન્દ સભાએ અનુત્તર॰ સૂત્રનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ કર્યું છે. આગમ-સમિતિએ એ સૂત્રનું સોંપાદન મૂળ પાઠસહિત અને અભયદેવ સુરીની સ ંસ્કૃત ટીકા સહિત કર્યુ છે. અભયદેવ સૂરી પાતે જ કહે છે કે વિપાક, અત્ કૃત અને અનુત્તર૦, એ ત્રણેય સૂત્રેા ઘણાં ફૂં'કાં છે, અને તેમના અર્થો તથા પાડે સરળ છે, એટલે તેમની છાયા, ટીકા, વગેરે વિસ્તારથી આપવાની જરૂર નથી. તેમણે તા પેાતાની વૃત્તિઓમાં ગહન શબ્દને અને રચનાઓને સમજાવ્યાં છે. અલબત્ત, તેથી વૃત્તિકાર સૂરીજીની વિદ્વત્તાને કે તેમની બીજી વૃત્તિઓની ઉપયા. ગીતાને કશે। અવરોધ આવતા નથી. કહેવાની ભાગ્યે જ જરૂર હાય કે મુનિ મહા રાજશ્રી ઘાસીલાલજીના પ્રયાસમાં છાયા, સંસ્કૃત ટીકા, અનેગુજરાતી તથા હિન્દી ટીકા અને ભાષાંતરા, બધાંના ચેગ્ય રીતે, સમય – ઉચિત, સમાવેશ કરવામાં આવ્યા છે.
નોંધઃ
નવાંગી વૃત્તિકા અભયદેવસૂરિ ચંદ્રગચ્છ (ખરતરગચ્છ) ના જિનેશ્વરસૂરિના અને બુદ્ધિસાગરના શિષ્ય હતા. તેમનું ચરિત પ્રભાવકચરિતમાં આપવામાં આવ્યું છે. નવાંગી વૃત્તિએ સિવાય બીજી અનેક કૃતિએ તેમણે રચી છે. સેાળ વર્ષની ઉમ્મરે, વિક્રમ સવત્ ૧૦૮૮ માં, તેમને આચાર્યં પદ આપવામાં આવ્યુ હતુ, અને તેમના સ્વર્ગવાસ કપડવંજ મુકામે વિક્રમ સંવત્ ૧૧૩૫ માં થયા હતા. દરેક વૃત્તિને અંગે એમણે પેાતાની લઘુતા દર્શાવી છે.
કામદાર કેશવલાલ હિમતરામ
૨૩, પ્રતાપગ’જ, વડાદરા, ૨ તા. ૨૩–૧૧–૧૯૫૮, શનિવાર
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
}